Home /News /ahmedabad /પુત્રવધુએ એવું તે શું કર્યું કે સસરાએ પોલીસ ફરિયાદ કરવી પડી, અમદાવાદમાં બની અજીબ ઘટના

પુત્રવધુએ એવું તે શું કર્યું કે સસરાએ પોલીસ ફરિયાદ કરવી પડી, અમદાવાદમાં બની અજીબ ઘટના

અમદાવાદમાં બની અજીબ ઘટના

Ahmedabad: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ એક ચોરીના ગુનામાં એક મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે, ફરિયાદી અને આરોપી બન્ને સગા છે. આ ચોરીના કેસમાં ફરિયાદી સસરા છે તો આરોપી પુત્રવધૂ હોવાનુ સામે આવી રહ્યું છે.

વધુ જુઓ ...
અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ એક ચોરીના ગુનામાં એક મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે, ફરિયાદી અને આરોપી બન્ને સગા છે. આ ચોરીના કેસમાં ફરિયાદી સસરા છે તો આરોપી પુત્રવધૂ હોવાનુ સામે આવી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે આરોપી મહિલા પોતાના પતિ અને બાળકો સાથે વટવા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે અને દર રવિવારે પોતાના બાળકોને લઈ સસરાના ઘરે મળવા માટે જાય છે.

દર રવિવારે મહિલા બાળકોને સસરાના ઘરે જતી


ફરિયાદ પ્રમાણે થોડા દિવસ પહેલા આરોપી મહિલા બાળકોને લઈને સસરાના ઘરે ગઈ હતી. મહિલા ઘરે હતી અને થોડા કલાકો બાદ આરોપી મહિલાના સસરા, દિયર અને નણદ કોઈ કામથી બહાર ગયા હતા. આ સમયે આરોપી મહિલા ઘરમાં એકલી હતી તેથી તેને સસરાના ઘરની તિજોરી ખુલી માલૂમ પડતાં તેણે તિજોરીમાંથી સોનાના દાગીના લઇને પોતાના પર્સમાં મૂકી દીધા હતા. પોતાના જ સસરાના ઘરેથી આરોપી મહિલાઓ ચોરી કર્યાનું સામે આવ્યું. ઘરમાં કોઈ ન હોવાનો ફાયદો ઉઠાવીને હાથફેરો કરી દીધો હતો.

આ પણ વાંચો: આફતાબની હૈવાનિયતની પ્રથમ તસવીર સામે આવી, શ્રદ્ધાને ઢોર માર મારી લોહી લુહાણ કરતો

તકનો લાભ લઈ મહિલાએ કર્યા હાથફેરો


તેના સસરા અને દિયર પાછા ઘરે આવતા તેમની સાથે સામાન્ય રીચે વાતચીત કરવા લાગી અને સાંજે જમીને બાળકો સાથે પરત પોતાના ભાડાના મકાનમાં જતી રહી હતી. આ સાથે સાથે પોતાની સાથે લાવેલા દાગીના પોતાના ઘરમાં મૂકી દીધી હતા. આજ રોજ મહિલાને ભાડા માટે અને ઘરવખરી માટે પૈસાની જરૂર હોવાથી ચોરીના સોનાના દાગીના વેચવા જતા ક્રાઈમ બ્રાન્ચમાં હાથે પકડાઈ ગયેલ છે અને ક્રાઈમ બ્રાન્ચે આરોપી મહિલાને વધુ તપાસ માટે દાણીલીમડા પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: 15 દિવસ પહેલા જ લગ્નના બંધનમાં બંધાયેલા યુવકને રોવાનો વારો આવ્યો

ચોરી પાછળનું કારણ હજી પણ અકબંધ


નોંધનીય છે કે આ પ્રકાર ની ઘટનાને લઈ અનેક સવાલો ઉભા થતા હોય છે, ત્યારે ખરેખર ચોરી પાછળનું કારણ શું છે તે અત્યારે તપાસનો વિષય બની ગયો છે. પોલીસ તપાસ બાદ ખ્યાલ આવશે કે મહિલાએ પોતાના સસરાના ઘરમાં જ શા માટે ચોરી કરી હતી. અત્યારે પોલીસ માટે તે મહત્વનું છે કે, આ દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવે કારણ કે, અમદાવાદમાં દિવસેને દિવસે આવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad crime news, Ahmedabad news, ગુજરાત, ચોરીની ફરિયાદ

विज्ञापन
विज्ञापन