હવે પ.બંગાળે પણ પેટ્રોલ-ડીઝલનો ભાવ ઘટાડ્યો, ગુજરાતની જનતાને નહીં મળે રાહત

ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે નહીં. નીતિન પટેલે કહ્યું હતું કે રાજ્યમાં પેટ્રોલ પદાર્થો પર 20 ટકા ટેક્સ છે. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં 25થી 30 ટકા ટેક્સ છે

News18 Gujarati
Updated: September 11, 2018, 5:39 PM IST
હવે પ.બંગાળે પણ પેટ્રોલ-ડીઝલનો ભાવ ઘટાડ્યો, ગુજરાતની જનતાને નહીં મળે રાહત
હવે પ.બંગાળે પણ પેટ્રોલ અને ડીઝલનો ભાવ ઘટાટ્યો
News18 Gujarati
Updated: September 11, 2018, 5:39 PM IST
રાજસ્થાન અને આંધ્ર પ્રદેશ પછી હવે પશ્ચિમ બંગાળે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં એક રૂપિયાનો ઘટાડો કર્યો છે.હવે અન્ય રાજ્યોની સરખામણીએ પશ્ચિમ બંગાળમાં પેટ્રોલ અને ડીઝલ એક રૂપિયો સસ્તું મળશે.

અલગ-અલગ રાજ્યો વેટ ઘટાડીને પેટ્રોલના ભાવ ઘટાડી રહી છે પણ ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે નહીં. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલમાં વેટ ઘટશે નહીં. નીતિન પટેલે કહ્યું હતું કે રાજ્યમાં પેટ્રોલ પદાર્થો પર 20 ટકા ટેક્સ છે. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં 25થી 30 ટકા ટેક્સ છે. રાજ્ય સરકારે ચૂંટણી વખતે જ વેટમાં ઘટાડો કર્યો હતો. સરકારના આ નિર્ણયથી ગુજરાતની જનતાને પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારામાંથી રાહત મળશે નહીં.  ગુજરાતમાં કેટલાક સ્થળોએ પેટ્રોલનો ભાવ 80 રૂપિયાને પાર કરી ગયો છે.

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મીડિયા સાથેની વાતચીતમાં આ વાતની જાહેરાત કરી હતી. મમતા બેનર્જીએ કહ્યું હતું કે અમે નિર્ણય લીધો છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં એક રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે.

આ પહેલા આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પેટ્રોલ અને ડીઝલમાં બે રૂપિયાના ઘટાડાની જાહેરાત કરી હતી. જ્યારે રાજસ્થાનમાં મુખ્યમંત્રી વસુંધરા રાજેએ પેટ્રોલ અને ડીઝલમાં 4 ટકા વેટ ઘટાડ્યો હતો.

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં મંગળવારે પણ ઉછાળો યથાવત્ રહ્યો હતો. મહારાષ્ટ્રના પરભણીમાં પેટ્રોલની કિંમત 90.05 લીટર પહોંચી ગઈ છે. જે દેશમાં સૌથી વધારે છે. ડીઝલની કિંમતમાં પણ 15 પૈસાના વધારો થયો છે. મુંબઈમાં 77.47 રૂપિયા પ્રતિ લીટરે ડીઝલ વધી રહ્યું છે.
First published: September 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...