Home /News /ahmedabad /IMD Weather Update: છત્રી-રેઈનકોટ તૈયાર રાખો, આગામી 24 કલાકમાં ગુજરાતમાં વરસાદની શક્યતા

IMD Weather Update: છત્રી-રેઈનકોટ તૈયાર રાખો, આગામી 24 કલાકમાં ગુજરાતમાં વરસાદની શક્યતા

ફાઇલ તસવીર

IMD Weather Update: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના વિવિધ વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની અપેક્ષા નથી. ત્યારે આગામી 48 કલાકમાં તાપમાનમાં પણ ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, 30 જાન્યુઆરીએ દેશના ઘણા ભાગમાં વરસાદની સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો સહિત રાજસ્થાન, ગુજરાત અને જમ્મુ-કાશ્મીરના કેટલાક ભાગોમાં રવિવારે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને તેની નજીકના પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર એક અલગ લો પ્રેશર સિસ્ટમ રચાઈ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અફઘાનિસ્તાન અને તેની આસપાસના પ્રદેશોમાં વ્યાપકપણે આગળ વધી રહ્યું છે.

30 જાન્યુઆરી સુધી સમગ્ર ઉત્તર-પશ્ચિમ ભારતમાં અરબી સમુદ્રમાંથી ભેજની આબોહવા રહેશે. પશ્ચિમ હિમાલયના પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે. જ્યારે સમગ્ર પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ (દિલ્હીમાં વરસાદ)માં હળવાથી મધ્યમ અને છૂટાછવાયા મધ્યમથી ભારે વરસાદની અપેક્ષા છે. બીજી તરફ, સોમવારે સમગ્ર પૂર્વી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 30 જાન્યુઆરીની સવારે દિલ્હીમાં કેટલાક સ્થળોએ ખૂબ જ હળવો વરસાદ અથવા ઝરમર ઝરમર વરસાદ થવાની સંભાવના છે.

આ પણ વાંચોઃ ભારતની ઘાતક બોલિંગ સામે ન્યૂઝિલેન્ડ હાર્યું, બીજી મેચ જીતી બરાબરી કરી

આગામી 24 કલાકમાં તાપમાનમાં કોઈ ફેરફાર નહીં


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતના વિવિધ વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નથી. ત્યારે આગામી 48 કલાકમાં તાપમાનમાં પણ ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. આગામી 48 કલાક દરમિયાન પૂર્વ ભારતના વિવિધ ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો અને પછી બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની ધારણા છે.


30 જાન્યુઆરીએ સમગ્ર પંજાબ અને હરિયાણા તેમજ ચંદીગઢ અને દિલ્હીમાં ખૂબ ગાઢ ધુમ્મસની સંભાવના છે. તો વળી, દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને તેની નજીકના પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર નીચા દબાણનો વિસ્તાર યથાવત છે. 1 ફેબ્રુઆરીએ મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ તમિલનાડુમાં એક કે બે સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. બીજી તરફ, ઉત્તર પશ્ચિમ ભારતમાં સોમવાર સુધી 20-30 કિમી પ્રતિ કલાકની ઝડપે સપાટી પરનો પવન ફૂંકાઈ શકે છે.

રવિવારે રાષ્ટ્રીય રાજધાનીના ભાગોમાં હળવો વરસાદ પડ્યો હતો અને લઘુત્તમ તાપમાન 6.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી ઓછું હતું. IMD અનુસાર, સવારે 8.30 વાગ્યે દિલ્હીમાં સાપેક્ષ ભેજનું પ્રમાણ 95 ટકા નોંધાયું હતું. દિલ્હીમાં મહત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હતું.
First published:

Tags: Gujarat rain, Gujarat rain forecast, Gujarat rain news, Gujarat Rain Updates, Gujarat Rains, Gujarat Weather, Gujarat Weather alert, Gujarat Weather Forecast, Gujarat weather news, Gujarat weather update, Gujarat Weather Updates

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો