Home /News /ahmedabad /Gujarat Weather Update: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, દિવાળીમાં રાજ્યના આ વિસ્તારોમાં પડશે વરસાદ

Gujarat Weather Update: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, દિવાળીમાં રાજ્યના આ વિસ્તારોમાં પડશે વરસાદ

અંબાલાલ પટેલ

Gujarat weather forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, અરબ સાગરમાંથી ભેજવાળા પવનો ફૂંકાશે અને  ઉત્તર મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ : રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે. જોકે સૂકા પવનો ફૂંકાવવાના શરૂ થઈ ગયા છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે આગાહી કરી છે. જેમાં તેમમે જણાવ્યુ છે કે, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની સાંભવના છે. સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં માવઠાની સાંભવના છે. તેમજ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે. આગામી 5 દિવસ લઘુતમ અને મહત્તમ તાપમાન યથાવત રહેશે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં વારંવાર હવાના દબાણ ઉભા થયા હતા અને હજુ પણ બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઉભા થવાની શકયતા છે. દક્ષિણ ચીન ચક્રવાત સર્જાતા બાંગ્લાદેશ પૂર્વીય ભારત દક્ષિણ પૂર્વીય તટ સામાન્ય વાવાઝોડું કે વરસાદની શકયતા રહેશે. ઉત્તર પર્વતીય ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બનસના કારણે હિમ વર્ષા કે કમોસમી વરસાદ થવાની શકયતા રહેશે. દિવાળીના આસપાસ અને નવા વર્ષની શરૂઆતમાં વાદળો આવશે. આ આરસામાં દક્ષિણ પૂર્વીય તટીય ભાગોમા વાવાઝોડું ફૂંકાવવાની શકયતા છે. જોકે, વાવાઝોડાની પુષ્ટિ હવામાન વિભાગ કરી શકશે. કેરળ, તમિલનાડુ ઓરિસ્સા, કર્ણાટકમાં વરસાદની શકયતા રહેશે.

આ પણ વાંચો: જીમમાંથી આવતી પરિણીતાને પતિ સાથે રસ્તા પર જ થયુ દંગલ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, અરબ સાગરમાંથી ભેજવાળા પવનો ફૂંકાશે અને  ઉત્તર મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે. દિવાળીની આસપાસ અને બેસતા વર્ષની શરૂઆતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માવઠાની અસર થવાની શકયતા છે.
" isDesktop="true" id="1269998" >

દિવાળીના તેહેવાર પર આસપાસ ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં વાદળો આવશે. જોકે, વાદળછાયું વાતાવરણ થશે તો ખેડૂતોની ચિંતામાં વધારો થશે. હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલનું અનુમાન છે કે, દિવાળીના તહેવાર અને બેસતા વર્ષની શરૂઆતમાં વાદળો આવશે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદી છાપતા થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે પરંતુ ચોમાસું પાક છે તે તૈયાર થઈ ગયો છે અને તેવા સંજોગમાં જો સામાન્ય વરસાદી ઝાપટાં પણ પડે એ તો ખેડૂતોનો ભાગ બગાડી શકે છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Weather Forecast, અંબાલાલ પટેલ, અમદાવાદ, ગુજરાત, હવામાન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો