Home /News /ahmedabad /

ગુજરાતમાં વરસાદની આગાહી : અંબાલાલ પટેલ Vs હવામાન વિભાગ, જાણો બંનેએ શું આગાહી કરી

ગુજરાતમાં વરસાદની આગાહી : અંબાલાલ પટેલ Vs હવામાન વિભાગ, જાણો બંનેએ શું આગાહી કરી

ગુજરાતમાં વરસાદ અંગે આગાહી.

અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે આ વર્ષે ચોમાસું મોડું જશે, ઓક્ટોબર માસમાં હવાનું હળવું દબાણ ઊભું થશે જેના પગલે વાવાઝોડા થવાની પણ શક્યતા છે.

    અમદાવાદ : ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ ફરીથી વરસાદી (Gujarat Monsoon 2020) માહોલ જામશે. આ મામલે હવામાન વિભાગ (Weather Department) અને જાણીતા હવામાન વિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel)આગાહી કરી છે. અત્યારસુધી ગુજરાતમાં પડેલા વરસાદ વિશે વાત કરીએ તો રાજ્યમાં સરેરાશ (Gujarat Average Rain) 121 ટકા વરસાદ પડ્યો છે. ગુજરાત માટે સતત બીજું એવું વર્ષ છે જ્યારે સારો વરસાદ પડ્યો છે. ચોમાસાના વિદાયને હજુ એક મહિના જેટલો સમય બાકી હોવાથી હજી આ સરેરાશ વરસાદની ટકાવારીમાં વધારો થશે. આ દરમિયાન હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ તરફથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, આગામી દિવસોમાં હજી વધારે વરસાદ પડશે તો ચોક્કસ ખૂડતોની મુશ્કેલીમાં વધારે થશે. કારણ કે અનેક એવી જગ્યા છે જ્યાં હજી સુધી વરસાદના પાણી ભર્યાં છે. અનેક જગ્યા પર પાણીને કારણે ખેડૂતોનો ઊભો પાક પણ બળી ગયો છે. એમાં પણ જો ચોમાસું જવામાં વિલંબ કરશે તો તૈયાર પાકને પણ નુકસાનનું જોખમ રહેલું છે.

    હવામાન વિભાગની આગાહી:

    હવામાન વિભાગ તરફથી પાંચ દિવસની વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ સક્રિય થશે. આ દરમિયાન 11મી સપ્ટેમ્બર અને 12મી સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. 12 તારીખે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. જેમાં આઠમી સપ્ટેમ્બરથી 10મી સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અમુક વરસાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં 11મી અને 12મી તારીખે વધારે વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન માછીમારો માટે કોઈ જ ચેતવણી નથી આપવામાં આવી.

    આ પણ વાંચો : લીંબડીમાં ત્રણ યુવકોને પટ્ટે પટ્ટે મારમાર PSI સામે ગુનો દાખલ

    અંબાલાલ પટેલની આગાહી:

    હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આઠમી સપ્ટેમ્બરથી 14મી સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. જે બાદમાં 18 સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર દરમિયાન વરસાદની આગાહી આપવામાં આવી છે. આ દરમિયાન 27 સપ્ટેબરથી પાંચમી ઓક્ટોબર દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડશે. અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે આ વર્ષે ચોમાસું જવામાં વિલંબ થશે. અધિકમાસમાં ગરમી પણ વધારે પડશે. ઓક્ટોબર માસમાં હવાનું હળવું દબાણ ઊભું થશે જેના પગલે વાવાઝોડા થવાની શક્યતા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Ambalal Patel, Heavy rain, IMD, Rain forecast, Weather department, ગુજરાત, વરસાદ

    આગામી સમાચાર