અમદાવાદઃ પોલીસ યુનિક નંબર દ્રારા હથિયાર ધારકો પર વોચ રાખશે

A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદઃ પોલીસ યુનિક નંબર દ્રારા હથિયાર ધારકો પર વોચ રાખશે
અમદાવાદઃ શહેર પોલીસ દ્વારા હવે હથિયારના લાઇસન્સની વિગતો ઓનલાઈન કરવામાં આવી છે. જેમાં હથિયાર ધારક થી લઈને હથિયાર અંગેની તમામ વિગતો વ્યક્તિ દુનિયાના કોઈપણ ખૂણે બેસીને ચકાસી શકશે.૬૦ લાખની વસ્તી ધરાવતા અમદાવાદ શહેરમાં 4952 લોકો કાયદેસર રીતે રિવોલ્વર કે પિસ્તોલ જેવાં હથિયાર રાખે છે. તમામ પાસે હથિયારનું લાઇસન્સ હોય જ તે વાત નક્કી છે. હથિયાર ધારકોને યુનિક નંબર અપાયો છે. જેથી પોલીસ યુનિક નંબર દ્વારા હથિયાર ધારકો પર વોચ રાખશે.

  • Share this:

તાજેરતમાં લૂંટારુઓ દ્વારા જ્વેલર્સો ઉપર ફાયરિંગના કિસ્સા વધી રહ્યા છે.આવા બનાવના કારણે ઝવેરીઓએ પણ પોતાના રક્ષણ માટે પોલીસ કમિશનર સમક્ષ હથિયાર પરવાના માંગ્યા હતા.જેમાં અમદાવાદના ઘણાંખરા જેટલા જ્વેલર્સને હથિયારના પરવાના અપાયા છે.ઓનલાઇન સિસ્ટમમાં હથિયાર લાઇસન્સ રિન્યુઅલ તથા લાઇસન્સ રદ થયું છે કે નહિ.તથા હથિયારધારક પાસે કઇ વેબલી, પિસ્ટલ કે પછી રિવોલ્વર છે કે પછી અન્ય કોઇપણ બનાવટનું હથિયાર હશે તેના નંબર સાથેની સંપૂર્ણ  વિગતો ઓનલાઇન રહેશે.
આ ઉપરાંત તેની પાસે કેટલી જીવતી કારતૂસો છે.કારણ કે હથિયારના પરવાનેદારને તેના પરવાના અને હથિયાર આધારે ૧૦ અને ૨૦ એમ અલગ અલગ સમયે કુલ ૫૦ જેટલી  કારતૂસો આપવામાં આવે છે.આ કારતૂસનો ઉપયોગ પ્રાઇવેટ પ્રોપર્ટીમાં કરી શકાશે.જાહેર સ્થળ પર તેનો ઉપયોગ કરી શકાશે નહિ.
જો કોઈ જાહેર જગ્યાએ તેનો ઉપયોગ કરાયો હશે તો તેની પણ વિગતો ઓનલાઈન સોફ્ટવેરમાં દેખાઈ આવશે.રથયાત્રા,મોહરમ,તાજિયા જેવા તહેવારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે થઈને વ્યક્તિએ તહેવાર પૂરતું પોતાનું હથિયાર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરવાનું રહેશે.હથિયાર ધારકે પોતાનું  હથિયાર પોલીસ મથકે જમા કરાવ્યું છે કે નહિ તેની પણ વિગતો ઓનલાઈન સ્ટેટ્સ દેખાઈ આવશે.
ઓનલાઈન ડેટા એન્ટ્રી સાથે હથિયાર ધારકોની માહિતી મળી રહી છે.જયારે બીજી તરફ છેલ્લા છ મહિનામાં કુલ 635 હથિયારના પરવાના રદ પણ કરવામાં આવ્યા છે. સાથે-સાથે  ૨૧૫ હથિયારધારકોને શો કોઝ નોટિસ અપાઇ છે. હથિયારધારાના તમામ નિયમોનું ઉલઘન કરશે તો તે વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં પણ આવશે.
First published: August 6, 2015
વધુ વાંચો
अगली ख़बर