Home /News /ahmedabad /અમદાવાદ: શહેરના 11 વોર્ડમાં આવતીકાલ સાંજથી 5 માર્ચ સુધી પાણીકાપ રહેશે

અમદાવાદ: શહેરના 11 વોર્ડમાં આવતીકાલ સાંજથી 5 માર્ચ સુધી પાણીકાપ રહેશે

સમારકામને કારણે પાણીકાપ રહેશે.

સ્માર્ટ સિટી અમદાવાદના 11 વોર્ડમા આવતીકાલથી પાણી કાપ મૂકવામાં આવશે. જેનું કારણ સરખેજ-ગાંધીનગર હાઇવે પર આવેલ મેઇન લાઇનમાં લિકેજ રિપેરીંગનું કામ છે.

અમદાવાદ: અમદાવાદ શહેરના 11 વોર્ડમાં આવતીકાલ સાંજથી 5 માર્ચ સુધી પાણીકાપ રહેવાનો છે. સરખેજ-ગાંધીનગર હાઇવે પર આવેલ મેઇન લાઇનમાં લિકેજ રિપેરિંગના કામ માટે આવતીકાલ સાંજથી બે દિવસ પાણી બંધ રહેશે. જેથી ઉત્તર પશ્ચિમ ઝોન , દક્ષિણ પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનમા પાણી કાપ રહેશે અને આ વિસ્તારોમાં રહેતા લોકોને પાણી મળશે નહીં.

સ્માર્ટ સિટી અમદાવાદના 11 વોર્ડમા આવતીકાલથી પાણી કાપ મૂકવામાં આવશે. જેનું કારણ સરખેજ-ગાંધીનગર હાઇવે પર આવેલ મેઇન લાઇનમાં લિકેજ રિપેરીંગનું કામ છે. આવતી કાલે સાંજથી પાણી કાપ 5 માર્ચ સુધી રહેશે. જેની સીધી અસર જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં અપાતા પાણી પૂરવઠા પર પડશે. આગામી બે દિવસ સુધી થલતેજ, સરખેજ, રાણીપ, વાડજ, વેજલપુર, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, બોડકદેવ અને જોધપુરમાં પાણી કાપ રહેશે.

આ પણ વાંચો: માતા-પિતા માટે ચેતવણીરુપ કિસ્સો! નાના બાળકોના હાથમાં વીંટી પહેરાવતા પહેલા વાંચી લો આ કિસ્સો

અમદાવાદમાં ઉનાળાના સમયમાં જ આગામી બે દિવસ સુધી શહેરના 11 વોર્ડમાં પાણી કાપ મૂકવામાં આવશે ત્યારે અમદાવાદીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

પાણી કાપને લઈને આજે અમદાવાદીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડશે. શહેરમાં પાણીકાપની સમસ્યા સર્જાવા પાછળનું મુખ્ય કારણ સરખેજ-ગાંધીનગર હાઇવે પર આવેલ મેઇન લાઇનમાં લિકેજ રિપેરિંગની કામીગીરી છે.
First published:

Tags: Ahmedabad news, AMC News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો