અમદાવાદ : ચોમાસાની સિઝનમાં (diseases in monsoon) પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં (Water borne and mosquito borne diseases) વધારો થતો હોય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital) જૂન મહિનામાં 82000 ઓપીડી નોંધાઈ હતી. જુલાઈ મહિનાના 19 દિવસમાં 45000 ઓપીડી નોંધાઇ છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં આંશિક વધારો થઈ રહ્યો છે. જોકે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લેવા આવી રહ્યો છે.
જુન મહિનામાં હિપેટાઇટિસ 159 કેસ નોંધાયા હતા. જ્યારે ચાલુ મહિને 99 કેસ નોંધાયા હતા. જે ગત મહિને મેલેરિયા 01 નોંધાયો હતો. જે ચાલુ મહિને 10 કેસ નોંધાયા છે. જૂન મહિનામાં ઝેરી મેલેરિયાના 4 કેસ નોંધાયા હતા. જે ચાલુ મહીને 7 કેસ નોંધાયા છે. ગત મહિને ચિકનપોક્સ 7 કેસ નોંધાયા હતા. જે ચાલુ મહિને 6 કેસ નોંધાયા છે. ગત મહિને ઝાડાઉલ્ટી 197 કેસ નોંધાયા હતા. જે ચાલુ મહિને 49 કેસ નોંધાયા છે.
સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિટેનડેન્ટ ડોકટર રજનીશ પટેલે ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે, બીજી ઋતુ કરતા ચોમાસામાં રોગચાળો વધુ હોય છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં આંશિક વધારો થયો છે. જુલાઇમાં 19 દિવસમાં ઓપીડી 45 હજારે પહોંચી છે. જોકે સ્વસ્થ રહેવા માટે લોકોએ સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવી જોઈએ.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભગના ચોપડે જુલાઈ 2022ના અત્યાર સુધીમાં ઝાડા ઉલ્ટીના 323 કેસ નોંધાયા છે. 133 કમળાના કેસ અને ટાઈફોડ 104 કેસ, સાદા મેલેરિયા 33 કેસ, ડેન્ગ્યુ 13 કેસ નોંધાયા છે. જોકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફોગીંગ અને દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. તેમજ કન્ટ્રક્શન સાઈટ પર પાણી ન ભરાય તેની વિશેષ કાળજી રાખવા નોટિસ આપવામાં આવી છે.
ચોમાસાની સિઝનમાં આટલી રાખજો કાળજી
ચોમાસાની સિઝનમાં વાસી ખાવું જોઈએ નહીં.બહારનું ખાવાનું ટાડવુ જોઈએ.જ્યાં ત્યાં પાણી ન પી લો.તેમજ આજુબાજુ વિસ્તાર કે ઘરમાં પાણીનો ભરવો થવા ન દો.મચ્છર કરડે નહિ તેની વિશેષ કાળજી રાખો.જેના કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગથી બચી શકાશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર