200 પ્રકારના અત્તર, 400 પ્રકારના પરફ્યુમ, 80 જેટલી વેરાયટીમાં અગરબત્તીઓ મળે છે
અમદાવાદમાં જુમ્મા મસ્જિદ સામે આવેલી લાલા પરમાનંદ એન્ડ સન્સ શોપમાં 200 પ્રકારના અત્તર, 400 પ્રકારના સ્પ્રેની અને લગભગ 80 જેટલી વેરાયટીની અગરબત્તી ઉપલબ્ધ છે. કિંમતની વાત કરીએ તો અત્તર 50 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુઘી મળે છે.
Parth Patel, Ahmedabad: અત્યારના આધુનિક સમયમાં લોકો પોતાને સુંદર દેખાડવા અને વટ પાડવા માટે ફેશનેબલ કપડાંની સાથે સાથે બ્રાન્ડેડ વસ્તુઓ વાપરતા હોય છે. આ સાથે વધુ આકર્ષિત થવા માટે લોકો પોતાની બોડી પર સ્પ્રે, અત્તર, ક્રીમ કે ઓઈલ લગાવતા હોય છે. ત્યારે અમદાવાદમાં જુમ્મા મસ્જિદ સામે આવેલી લાલા પરમાનંદ એન્ડ સન્સ શોપમાં અત્તર, સ્પ્રે, અગરબત્તી જેવી પ્રોડક્ટ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે.
અહીં અત્તર, સ્પ્રે, અગરબત્તી, અટાર્સ, એર ફ્રેશનર, ડીઓડરન્ટ, ધૂપ પાવડર અને ધૂપ સ્ટિક્સ જેવી વસ્તુઓ જોવા મળે છે
લાલા પરમાનંદ એન્ડ સન્સના પાર્ટનર કમલેશભાઈ દિલ્લીવાલા સાથે વાત કરતા જણાવ્યું કે 1920 ની સાલમાં આ બિઝનેસની શરૂઆત તેમના દાદાએ અત્તર બનાવવાથી કરી હતી.
ચાર પેઢી જૂનો એટલે કે 100 વર્ષથી પણ વધારે જૂનો તેમનો બિઝનેસ હાલમાં પણ નવી નવી વેરાયટી સાથે કાર્યરત છે. જેમાં મોટા પાયે અત્તર, સ્પ્રે અને અગરબત્તીમાં અનેક વેરાયટી જોવા મળે છે.
ખાસ કરીને અત્તરમાં નેચરલ અત્તર, ફેન્સી અત્તર, ઈમ્પોર્ટેડ અત્તર સાથે અગરબત્તીમાં નેચરલ અગરબત્તી અને સેન્ટેડ અગરબત્તી જોવા મળે છે. જ્યારે પરફ્યુમમાં નેચરલ, ઇન્ડિયન, ઈમ્પોર્ટેડ, કસ્ટમાઇઝ્ડ સાથે અન્ય પ્રકારના ફ્રેગરન્સ પણ મળી રહે છે.
જેમાં ફેમસ અત્તરમાં ગુલાબ, મોગરા, ચંદન, ખુસ, રિઝાલી, ઘૂડ જેવી વેરાયટીમાં પણ મળી રહે છે.
200 પ્રકારના અત્તર, 400 પ્રકારના પરફ્યુમ, 80 જેટલી વેરાયટીમાં અગરબત્તીઓ અહીં ઉપલબ્ધ છે
જ્યારે લાલા પરમાનંદ એન્ડ સન્સના પાર્ટનર રોનક દિલ્લીવાલા જણાવે છે કે આ શોપ ફક્ત અમદાવાદમાં જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત ગણાતી સૌથી જૂની અત્તર બનાવતી શોપ છે. જ્યાં પરફ્યુમ, ડીઓ, સિન્થેટિક ઓઈલ, અત્તર, અગરબત્તી, ધૂપ પાવડર, ધૂપ સ્ટિક, કપૂર જેવી વિવિધ આઈટમો મળી રહે છે.
આ ફ્રેગરન્સમાં વાત કરીએ તો અત્તરમાં 200 પ્રકારની વેરાયટી, 400 જેટલી વેરાયટીમાં પરફ્યુમ, 80 જેટલી વેરાયટીમાં અગરબત્તીઓ, 30 જેટલી ધૂપ પ્રોડક્ટ્સ, 20 જેટલા એસેન્સિયલ ઓઈલ્સ જોવા મળે છે. અહીં મળતી તમામ પ્રોડક્ટ મુંબઈ, કોલકાતા, દિલ્હી જેવા મોટા શહેરોની સાથે ભારતની બહાર પણ તેની ડિલિવરી કરવામાં આવે છે.
આ સાથે ગુજરાતના મોટા મોટા ધાર્મિક સ્થળો જેવા કે ડાકોર, અંબાજી, શામળાજી, સારંગપુર હનુમાનજી, જગન્નાથ મંદિર વગેરે જગ્યાએ પણ વપરાય છે. તેની કિંમતની વાત કરીએ તો અત્તર 50 રૂપિયાથી લઈને 5000 રૂપિયા, અગરબત્તી 20 રૂપિયાથી લઈને 2300 રૂપિયા અને પરફ્યુમ 150 રૂપિયાથી લઈને 1700 રૂપિયા સુધીમાં મળી રહે છે.
નોંધપાત્ર વાત એ છે કે લગભગ આખા ગુજરાતમાં તેમના સિવાય અન્ય કોઈ જગ્યાએ આટલી બધી વેરાયટી જોવા મળતી નથી. અહીં મળતા અત્તર અને સ્પ્રે પણ અવનવી ડિઝાઈનમાં જોવા મળે છે. હજુ પણ બીજી નવી પ્રોડક્ટ કે જે બે પ્રોડક્ટને મિક્સ કરીને ત્રીજી નવી પ્રોડક્ટ બનાવી માર્કેટમાં ઉમેરો કરવામાં આવશે. આ સાથે કસ્ટમરની જરૂરિયાત મુજબ લાઈટ, મીડીયમ કે સ્ટ્રોન્ગ માધ્યમમાં દરેક પ્રોડક્ટ બનાવી આપવામાં આવે છે.
જો તમારે આની વધારે માહિતી મેળવવી હોય તો લાલા પરમાનંદ એન્ડ સન્સ, જુમ્મા મસ્જિદની સામે, અમદાવાદ ખાતે અને રૂબરૂ મુલાકાત કરી શકો છો.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.