ગુજરાત કોલેજ ખાતેનું કેન્દ્ર બનશે રાજ્યનું આદર્શ મતગણતરી કેન્દ્ર

News18 Gujarati
Updated: May 17, 2019, 3:54 PM IST
ગુજરાત કોલેજ ખાતેનું કેન્દ્ર બનશે રાજ્યનું આદર્શ મતગણતરી કેન્દ્ર
મતગણતરીની તૈયારીઓ શરૂ
News18 Gujarati
Updated: May 17, 2019, 3:54 PM IST
અમદાવાદ: આગામી ૨૩મી મેનાં રોજ લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૧૯ની મતગણતરી યોજાવા જઇ રહી છે ત્યારે રાજ્યનાં મુખ્ય નિર્વાચન અધિકારી ડો. એસ. મુરલી કૃષ્ણાએ ચુંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર અમદાવાદ ગુજરાત કોલેજ ખાતે ઉભુ કરાયેલુ રાજ્યના આદર્શ મત ગણતરી કેન્દ્રની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડે પાસેથી માહિતી મેળવી હતી.

સાથોસાથ મતગણતરી સાથે સંકળાયેલ રાજ્યના તમામ રિટર્નિંગ અધિકારીઓની એક દિવસીય તાલીમ શિબિરમાં માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આ તાલિમ શિબીરમાં તમામ જિલ્લાનાં રિટર્નિંગ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જેઓને ચુંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે ઇ.વી.એમ., વી.વી.પેટ અને બેલેટ પેપરની ગણતરી સંબંધિત બાબતોની તાલીમ સાથે જાણકારી આપવામાં હતી.

મુખ્ય નિર્વાચન અધિકારી ડો. એસ. મુરલી કૃષ્ણાએ જણાવ્યું હતું કે આ આદર્શ મતગણતરી કેન્દ્રની રાજ્યના તમામ રિટર્નિંગ ઑફિસર સહિતના અધિકારીઓ મુલાકાત લેશે અને પોતાના જીલ્લાઓના મતગણતરી કેન્દ્રો પર સમાન પ્રકારની વ્યવસ્થાઓ જળવાય તેવું આયોજન કરશે.

આગામી ૨૩મી મેના રોજ લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૧૯ની મતગણતરી યોજાવા જઈ રહી છે ત્યારે મતગણતરી કેન્દ્રની સજ્જતા અગત્યનું પાસું છે ત્યારે આ મતગણતરી કેંદ્ર ખાતે કાયદો અને વ્યવસ્થા, સી.સી.ટી.વી.કેમેરા, જરુરી સુચનાઓ સાથેના સાઇન બોર્ડ, સુવીધાઓ, પારદર્શીતા સાથે ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસારની તમામ વ્યવસ્થા ગુજરાત કોલેજ ખાતે કરવામાં આવી છે.

આ પ્રકારની વ્યવસ્થાઓ રાજ્યના તમામ જીલ્લાઓના મતગણતરી કેન્દ્રો પર કરવામાં આવશે. ગુજરાત કોલેજ ખાતે અમદાવાદ પશ્ચિમ બેઠક તથા એલ. ડી. એન્જિ.કોલેજ ખાતે અમદાવાદ પૂર્વની મતગણતરી યોજાશે.
આ પ્રસંગે અધિક નિર્વાચન અધિકારી અશોક માણેક, પી. ભારતી, એસ. એમ. પટેલ, તથા સંયુક્ત નિર્વાચન અધિકારી જયદીપ દ્વિવેદી અને જિલ્લા ચુંટણી અધિકારી ડૉ. વિક્રાંત પાંડે, અમદાવાદ પુર્વના રિટર્નિંગ અધિકારી એમ. મહેશ બાબુ સહિત તમામ જિલ્લાનાં રિટર્નિંગ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
First published: May 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...