Home /News /ahmedabad /Ahmedabad: અહી મહિલાઓને આપવામાં આવે છે વ્યાવસાયિક તાલીમ; આઝાદી પહેલાથી સંસ્થા કરી રહી છે સેવાકીય પ્રવૃત્તિઓ

Ahmedabad: અહી મહિલાઓને આપવામાં આવે છે વ્યાવસાયિક તાલીમ; આઝાદી પહેલાથી સંસ્થા કરી રહી છે સેવાકીય પ્રવૃત્તિઓ

ભારત

ભારત આઝાદ થયો તે પહેલાથી ચાલે છે આ સંસ્થામાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ

ધરતી વિકાસ મંડળ સંસ્થા સમાજને આગળ લાવવા માટે અનેક પ્રવૃત્તિઓ કરી રહી છે. આ સંસ્થા ગુજરાતની એક અગ્રણી સામાજિક સંસ્થા તરીકે સુપ્રતિષ્ઠિત છે. આ સંસ્થા છેલ્લા 75 વર્ષથી સમાજ સુધારાની અને સમાજોત્કર્ષની પ્રવૃત્તિઓમાં સતત કાર્ય કરી રહી છે.

વધુ જુઓ ...
    Parth Patel, Ahmedabad: અત્યાર સુધીમાં આપણે ઘણી સંસ્થાને સામાજીક અને આર્થિક કામો કરતી જોઈ છે. પરંતુ ભારત આઝાદ થયો તે પહેલાની આ સંસ્થા એટલે કે ધરતી વિકાસ મંડળ સંસ્થા સમાજને આગળ લાવવા માટે અનેક પ્રવૃત્તિઓ કરી રહી છે. આ સંસ્થા ગુજરાતની એક અગ્રણી સામાજિક સંસ્થા તરીકે સુપ્રતિષ્ઠિત છે. આ સંસ્થા છેલ્લા 75 વર્ષથી સમાજ સુધારાની અને સમાજોત્કર્ષની પ્રવૃત્તિઓમાં સતત કાર્ય કરી રહી છે.

    જરૂરિયાતવાળી બહેનોને તેમની આવડત અનુસાર તાલીમ આપી આર્થિક રીતે પગભર બનાવવાનો ઉદ્દેશ

    ધરતી વિકાસ મંડળમાં ફરસાણ અને મીઠાઈ વેચાણ કેન્દ્ર, સાદાં લગ્નો અને લગ્નમેળા, મહિલા સ્વાવલંબન કેન્દ્ર, વડીલ વૃંદાવન કેન્દ્ર, મહિલા ઉદ્યોગ મંદિર, ટિફિન સેવા જેવી પ્રવૃત્તિઓ ચાલે છે. ત્યારે જરૂરિયાતવાળી બહેનોને તેમની આવડત અનુસાર તાલીમ આપી આર્થિક રીતે પગભર બનાવવાનો ઉદ્દેશ છે. આ સંસ્થામાં રોજના 1500-2000 લોકો મુલાકાત લેવા માટે આવે છે.

    કમ્પ્યૂટર, એમ્બ્રોઈડરી, સંગીત, પેઈન્ટિંગ્સ વગેરેનું શિક્ષણ આપવામાં આવે છે

    જેમાં 16 ઉપરાંત નાની-મોટી વ્યવસાયિક તાલીમ અને મધ્યમસરની ફી, કમ્પ્યૂટર, શિક્ષણ, એમ્બ્રોઈડરી, સંગીત, નૃત્ય, પેઈન્ટિંગ્સ, સ્પોકન ઈંગ્લિશ વગેરેનું શિક્ષણ સંસ્થા દ્વારા આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ તાલીમ વર્ગોમાં ઓછી ફી લેવામાં આવે છે તેમજ જરૂરિયાતમંદ બહેનોને ફી માફી પણ આપવામાં આવે છે.

    આ પણ વાંચો: અહીં માત્ર 60 રૂપિયામાં મળે છે ભરપેટ ભોજન, આઝાદી પહેલાથી કાર્યરત છે આ સંસ્થા

    ધરતી વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર :

    કમ્પ્યૂટર તાલીમ કેન્દ્ર

    સીવણ અને એમ્બ્રોઈડરી

    કૂકિંગ (રસોઈ)

    બ્યુટી પાર્લર

    પેઈન્ટિંગના વર્ગો

    જ્વેલરી, રાખડી, ફ્લાવર મેકિંગ કોર્સ

    રાસ-ગરબા-નૃત્ય અને ડાન્સ

    બેઝિક ઈંગ્લિશ કોર્સ

    સંગીત વર્ગ

    ધરતી વિકાસ મંડળની સ્થાપના 1944 માં અમદાવાદ ખાતે કરવામાં આવી હતી. તે સમયે સમાજ સુધારાના પ્રધારકાર્યને લોકો સુધી પહોંચાડવા માટે સંસ્થાને એક મુખપત્રની જરૂરિયાત જણાતા ઈ.સ. 1947 માં ચન્દ્રવદન લશ્કરીના તંત્રીપદે ધરતી માસિકની શરૂઆત કરવામાં આવી. આ માસિકે તેની દીર્ઘયાત્રા દરમિયાન અનેક ચઢાવ-ઉતાર વચ્ચે પણ સમાજ સુધારાની પ્રવૃત્તિને વેગ આપવામાં અતિ મહત્વનો ફાળો આપ્યો છે.

    ધરતી વિકાસ મંડળે સમાજમાં કુરિવાજોની નાબૂદી અને વૈચારિક જાગૃતિ માટે આરંભકાળમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા સાથે રહી સુધારાની અનેક પ્રવૃત્તિઓ કરી હતી. આ બંન્ને સંસ્થાઓએ આ માટે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનાં અનેક ગામોમાં સમાજ યાત્રાઓ યોજીને સુધારાનો નાદ ગુંજતો કર્યો હતો.

    સરનામું : ધરતી વિકાસ મંડળ, ધરતી સર્કલ પાસે, વિજયનગર પેટ્રોલ પંપ પાસે, નારણપુરા, અમદાવાદ
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Ahmedabad news, Job, Women Empowerment, Women equality

    विज्ञापन
    विज्ञापन