બંને PMની સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત, મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલો ચઢાવ્યા

VINOD LEUVA | News18 Gujarati
Updated: September 13, 2017, 6:09 PM IST
બંને PMની સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત, મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલો ચઢાવ્યા
આજથી 2 દિવસની ગુજરાત મુલાકાતે આવી પહોંચેલા જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ અમદાવાદ એરપોર્ટથી રોડ શૉનું આયોજન કરેલ ત્યાર બાદ સાબરમતી આશ્રમ રવાના થયા હતા. પત્ની સાથે ગાંધી આશ્રમ આવી પહોંચેલા આબેએ રાષ્ટ્રપિતાને પુષ્પાંજલિ અર્પી હતી અને આશ્રમની મુલાકાત લીધી હતી.
VINOD LEUVA | News18 Gujarati
Updated: September 13, 2017, 6:09 PM IST
અમદાવાદ # પીએમ નરેન્દ્ર મોદી અને જાપાનનાં વડાપ્રધાન શિંઝો આબે આજથી બે દિવસ અમદાવાદનાં મહેમાન બન્યાં છે.  પીએમ મોદી અને શિંઝો આબેની આ મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે. અત્યારે જાપાનનાં વડાપ્રધાન શિંઝો આબે અને પીએમ મોદીએ એરપોર્ટથી રોડ શૉનું આયોજન કરેલ છે. પ્રથમ વખત બે દેશનાં પીએમનો રોડ-શો કરાયો

road_show_pm

આજથી 2 દિવસની ગુજરાત મુલાકાતે આવી પહોંચેલા જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ અમદાવાદ એરપોર્ટથી રોડ શૉનું આયોજન કરેલ ત્યાર બાદ સાબરમતી આશ્રમ રવાના થયા હતા. પત્ની સાથે ગાંધી આશ્રમ આવી પહોંચેલા આબેએ રાષ્ટ્રપિતાને પુષ્પાંજલિ અર્પી હતી અને આશ્રમની મુલાકાત લીધી હતી.

gandhi_ashram_pm1

જાપાનનાં આબે દંપતીએ વિજીટર બુકમાં પોતાનાં અભિપ્રાય પણ લખ્યા. ત્યાર બાદ ગાંધી આશ્રમથી જાપાનનાં PM વસ્ત્રાપુર ખાતે હોટેલ હયાત જવા રવાના થયા હતા. જ્યારે પીએમ મોદી સર્કિટ હાઉસ જવા રવાના થયા હતા.

riverfront_pm1
First published: September 13, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर