Home /News /ahmedabad /Ahmedabad: વૈશ્વિક સ્તરે કાર્બન ક્રેડિટ લેનારી દેશની પ્રથમ સામાજિક સંસ્થા બનશે વિશ્વ ઉમિયાધામ

Ahmedabad: વૈશ્વિક સ્તરે કાર્બન ક્રેડિટ લેનારી દેશની પ્રથમ સામાજિક સંસ્થા બનશે વિશ્વ ઉમિયાધામ

વિશ્વઉમિયાધામ સાથે જોડાયેલા અમેરિકા અને કેનેડા પરિવારો પણ પર્યાવરણ અભિયાનમાં જોડાયા છે.

વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી પટેલ જણાવ્યું કે હું જ્યાં સુધી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ પદ પર છું ત્યાં સુધી મને રાજકારણમાં જવાની કોઈ લાલસા નથી.

સમગ્ર દેશ જ્યારે આઝાદીના 75 વર્ષની ઉજવણી રૂપે અમૃત મહોત્સવ (amrut mahotsav) ઉજવી રહ્યો છે ત્યારે ન માત્ર સરકાર પણ સામાજિક સંસ્થાઓની પણ અમૃત મહોત્સવ (amrut mahotsav) ઉજવવાની જવાબદારી હોય. વિશ્વના કરોડો પાટીદારો (Patidar)ની આસ્થાના કેન્દ્ર સમા વિશ્વઉમિયાધામ  જાસપુર (vishv umiya dham jaspur), અમદાવાદ દ્વારા આજે 75 હજાર વૃક્ષારોપણ અને 75 હજાર તિરંગાઓના વિતરણનો સંકલ્પ લેવાયો છે. જેના ભાગ રૂપે જન-જનની ભાગીદારી અભિયાન અંતર્ગત 1.5 લાખ લોકોને એક વૃક્ષનું દાન (500રૂ.) આપી વિશ્વઉમિયાધામ ઉપવન અભિયાન સાથે જોડવાનો સંકલ્પ કરાયો છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ની ઉપસ્થિતિમાં પ્રથમ વૃક્ષનું રોપણ કરી વિશ્વઉમિયાધામ ઉપવનની શરૂઆત કરાઈ છે. આ સંદર્ભે 7 મી ઓગસ્ટના દિવસે અમદાવાદ અને અન્ય 20 જિલ્લાઓ સહિત રાજ્યના વિવિધ 50 સ્થળે સવારે 10થી 12 વાગ્યામાં 75 હજાર પરિવારોમાં 75 તિરંગાઓનું વિરતણ દરેક સમાજના અગ્રણીઓની હાજરીમાં ભવ્ય કાર્યક્રમ યોજાશે. વધુમાં વિશ્વઉમિયાધામ સાથે જોડાયેલા અમેરિકા અને કેનેડા પરિવારો પણ પર્યાવરણ અભિયાનમાં જોડાયા છે.



મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં સામાજિક સંસ્થાઓ અને સરકાર એક સાથે રહીને કામ કરવા ટેવાયેલા છે. જે સંસ્થા સમાજ ઉપયોગી કામ કરે છે એને સહકાર આપવા સરકાર કટિબદ્ધ છે. વિશ્વ ઉમિયા ધામમાં સૌથી ઊંચું મંદિર બનવાનું છે. આવનારા સમયમાં આ એક ઐતિહાસિક સ્થળ બની રહેશે.

આ પણ વાંચો- 19 વર્ષની યુવતી પર દુષ્કર્મ આચરનારો બિલ્ડર ભાગી ગયો પણ આ કારણે વડોદરા પરત ફર્યો

વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી પટેલ જણાવ્યું કે હું જ્યાં સુધી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ પદ પર છું ત્યાં સુધી મને રાજકારણમાં જવાની કોઈ લાલસા નથી અને સંસ્થાના બંધારણની નીમમાં ક્લિયર કટ ઉલ્લેખ છે કોઈપણ સંસ્થાના પ્રમુખ પદ પર હશે તે પણ રાજકારણના  "ર" નો પણ વિચાર નહીં કરી શકે. હું વિશ્વ ઉમિયાધામના નિર્માણ માટે કટિબદ્ધ છું. સમાજની દીકરીઓને જે પ્રકારે જેહાદી તત્વો ફોસલાવીને કે પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરી લે છે તેનાની માતા-પિતાઓએ જાગૃત થવાની જરૂર છે.

આ પણ વાંચો-અમદાવાદમાં દારૂની હેરાફેરીનો નવો કીમિયો, રસગુલ્લાના બોક્ષમાં દારૂ

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે વિશ્વ ઉમિયાધામે સમાજના દરેક વર્ગની ચિંતા કરીને તેમના ઉત્થાન સાથેના સેવાકાર્યોની સરવાણી વહેડાવી છે. મા ઉમિયાના ધામનુ નિર્માણ થતાં અનેક લોકોને રોજગારી ઉપલબ્ધ બનશે. ઉમિયાધામ કેમ્પસમાં થનાર 75 હજાર વૃક્ષારોપણથી કાર્બન ક્રેડિટમાં વધારો થશે તેમજ  ઓક્સિજનની માત્રામાં વધારો થશે

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, વિશ્વ ઉમિયાધામ ના નિર્માણ થતાં ગુજરાતને વૈશ્વિક સ્તરની ધાર્મિક ધરોહર પ્રાપ્ત થશે.અસંખ્ય ભાવિ-ભક્તો માટે વિશ્વ ઉમિયાધામનુ પ્રાંગણ અને સમગ્ર કૅમ્પસ આસ્થા સાથે સુદ્રઢ વ્યવસ્થાનુ કેન્દ્ર સાબિત થશે. હર ઘર તિરંગા અભિયાન કરનાર વિશ્વઉમિયાધામ પહેલી સામાજિક સંસ્થા છે.
Published by:Rakesh Parmar
First published:

Tags: Aazadi ka amrut mahotsav, Ahmedabad news, Gujarati news, Vishwa Umiyadham