કેપ્ટન વિરાટ કોહલીનો નવો રેકોર્ડ, પ્યૂમા સાથે કરી 100 કરોડની ડીલ

H
Updated: January 1, 1970, 5:30 AM IST
કેપ્ટન વિરાટ કોહલીનો નવો રેકોર્ડ, પ્યૂમા સાથે કરી 100 કરોડની ડીલ
વિરાટ કોહલી જ્યારથી ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બન્યો છે ત્યારથી એ સતત નવા નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. પરંતુ આ વખતે વિરાટે મેદાનમાં નહીં પરંતુ મેદાન બહાર એક નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે. મીડિયા રિપોર્ટસના આધારે વિરાટે સ્પોર્ટ્સ એન્ડ લાઇફ સ્ટાઇલ બ્રાન્ડ પ્યૂમા સાથે 8 વર્ષ માટે 110 કરોડ રૂપિયાનો કરાર કર્યો છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
નવી દિલ્હી #વિરાટ કોહલી જ્યારથી ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બન્યો છે ત્યારથી એ સતત નવા નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. પરંતુ આ વખતે વિરાટે મેદાનમાં નહીં પરંતુ મેદાન બહાર એક નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે. મીડિયા રિપોર્ટસના આધારે વિરાટે સ્પોર્ટ્સ એન્ડ લાઇફ સ્ટાઇલ બ્રાન્ડ પ્યૂમા સાથે 8 વર્ષ માટે 110 કરોડ રૂપિયાનો કરાર કર્યો છે. આ બ્રાન્ડ સાથે આટલો મોટો કરાર કરનાર તે પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. બ્રાન્ડના ગ્લોબલ એમ્બેસેડર તરીકે વિરાટ, ઉસેન બોલ્ટ, અસફા પોવેલ અને ફુટબોલર થિયેરી હૈરની, ઓલિવર ગિરોડની ક્લબમાં સામેલ થયો છે. 12થી 14 કરોડ મળશે દર વર્ષે પ્યૂમા સાથેની આ મેગા ડિલમાં વિરાટ કોહલીને દર વર્ષે 12થી 14 કરોડ રૂપિયા મળશે. આ ઉપરાંત એને રોયલ્ટી પણ મળશે. આ બધુ બ્રાન્ડના પરફોર્મન્સ પર આધારિત છે. વિરાટ હવે આ જર્મન કંપની સાથે રમત અને લાઇફ સ્ટાઇલ પ્રોડક્સ લોન્ચ કરશે. સચિન, ધોનીને પણ પાછળ રાખ્યા અગાઉ સચિન અને મહેન્દ્રસિંહ ધોની પણ 100 કરોડની ડિલ કરી ચૂક્યા છે. પરંતુ વિરાટ કોહલીએ 110 કરોડની ડિલ કરી આ બંને મહાન ખેલાડીઓને પણ પાછળ રાખી દીધા છે. સચિને પોતાની 24 વર્ષની કેરિયર દરમિયાન 50થી વધુ બ્રાન્ડ કંપનીઓ સાથે એડનું કામ કર્યું છે જે માટે એણે 500 કરોડથી પણ વધુનું મહેનતાણું લીધું છે. જ્યારે ધોની અંદાજે 180 કરોડ રૂપિયાની ડિલ કરી ચૂક્યો છે.
First published: February 21, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर