ઓછા પૈસા મળતાં વિરાટ કોહલી નારાજ, BCCI પાસે માગ્યો 5 કરોડનો પગાર

H
Updated: January 1, 1970, 5:30 AM IST
ઓછા પૈસા મળતાં વિરાટ કોહલી નારાજ, BCCI પાસે માગ્યો 5 કરોડનો પગાર
ભારતીય ક્રિકેટરોને એવું લાગી રહ્યું છે એમનો પગાર દુનિયામાં અન્ય ખેલાડીઓને મળી રહેલા પૈસા કરતાં ઓછો છે. ભારતીય ખેલાડી વિરાટ કોહલીએ આ મામલે દુનિયાના સૌથી અમીર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પાસે પગારને લઇને નારાજગી વ્યક્ત કરી છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
નવી દિલ્હી #ભારતીય ક્રિકેટરોને એવું લાગી રહ્યું છે એમનો પગાર દુનિયામાં અન્ય ખેલાડીઓને મળી રહેલા પૈસા કરતાં ઓછો છે. ભારતીય ખેલાડી વિરાટ કોહલીએ આ મામલે દુનિયાના સૌથી અમીર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પાસે પગારને લઇને નારાજગી વ્યક્ત કરી છે. ભારતીય ક્રિકેટ બોર્ડ એટલે કે બીસીસીઆઇને 2016-17ના વર્ષમાં 509.13 કરોડ રૂપિયાનો નફો થયો છે. પરંતુ બોર્ડ દ્વારા ખેલાડીઓને અપાયેલા પગારને લઇને કચવાટનો સૂર ઉઠ્યો છે. જોકે સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવાયેલ કમિટીએ આ માંગણી ફગાવી છે. સીઓએના અનુસારા બીસીસીઆઇના અધિકારીઓને આ વાત ખબર છે. સીઓએ બીસીસીઆઇના વર્તમાન પદાધિકાકરીઓને 5 એપ્રિલે હૈદરાબાદ બોલાવ્યા છે. સીઓએ ક્રિકેટર્સને આઇપીએલની 10મી સિઝન પુરી થવા સુધી ધીરજ રાખવા કહ્યું છે. સીઓએના ઓફિશિયલ વિનોદ રાયનું કહેવું છે કે આ મુદ્દે ટિપ્પણી કરવી હાલ ઉતાવળું કહેવાશે. 5 એપ્રિલની બેઠકનો એજન્ડા નક્કી થઇ ગયો છે.
First published: April 4, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर