ગૌરક્ષાના નામે હિંસા: SCએ ભાજપ શાસિત પાંચ રાજ્યોને ફટકારી નોટિસ

H
Updated: January 1, 1970, 5:30 AM IST
ગૌરક્ષાના નામે હિંસા: SCએ ભાજપ શાસિત પાંચ રાજ્યોને ફટકારી નોટિસ
ગૌરક્ષાના નામે હિંસા ભડકાવનારા સામે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. કોર્ટે આ મામલે છ રાજ્યોને નોટિસ ફટકારી છે. જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, યૂપી અને ઝારખંડમાં ભાજપ સરકાર છે જ્યારે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
નવી દિલ્હી #ગૌરક્ષાના નામે હિંસા ભડકાવનારા સામે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. કોર્ટે આ મામલે છ રાજ્યોને નોટિસ ફટકારી છે. જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, યૂપી અને ઝારખંડમાં ભાજપ સરકાર છે જ્યારે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે. ઉનામાં દલિત પર થયેલ અત્યારના તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો તહસીન એ પૂનાવાલાની અરજી પર જસ્ટિસ દિપક મિશ્રા અને એએમ ખાનવિલકરની બેંચે શુક્રવારે આ મામલે સુનાવણી હાથ ધરતાં આ નોટિસ ફટકારી છે. જજોએ સબંધિત રાજ્યોને ત્રણ સપ્તાહમાં જવાબ આપવા કહ્યું છે. આગામી સુનાવણી 3જી મેના રોજ થશે. આ દિવસે આ રાજ્યોને પોતાનો જવાબ રજુ કરવા કહ્યું છે.
અહીં નોંધનિય છે કે, રાજસ્થાનના અલવરમાં પહલુ ખાન નામના એક શખ્સની સ્વયંભૂ ગૌરક્ષકોના એક ટોળાએ ઢોર માર મારીને હત્યા કરી હતી. 50 વર્ષના પહલુખાનનું મોત હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું હતું. આ ઘટનાની તમામ રાજકીય પક્ષોએ ટીકા કરી હતી. ગુજરાતના ઉનામાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં કહેવાતા ગૌરક્ષકોએ જાહેરમાં દલિત યુવાનોને લાકડી, પટ્ટા અને પાઇપ વડે બેરહેમીથી માર્યા હતા. દલિત યુવાનો પર મૃત ગાયનું ચામડું કાઢવાના આરોપમાં આ અત્યાચાર ગુજારાયો હતો.
First published: April 7, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर