અમદાવાદ: શહેરના બાપુનગરમાં વરઘોડાના કારણે ટ્રાફિક જામ થતો હોવાના કારણે એક યુવકે જાનૈયાને ટકોર કરતા મામલો બીચક્યો છે. બાઇક પર જઇ રહેલા યુવક પર ત્રણ અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરીને ઇજાગ્રસ્ત કરી દીધો હતો. બાપુનગર વિસ્તારમાં આવેલી રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા હિતેશ પંચાલે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણ્ય શખ્સો વિરૂદ્ધ મારમારીની ફરિયાદ કરી છે.
હિતેશ પંચાલ બાપુનગર વિસ્તારમાં આવેલા લેથ મશીનનું કારખાનું ચલાવીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે રાતે હિતેશ તેના મિત્ર યોગેશ ચૌહાણ સાથે બાઇક પર બેસીને બાપુનગર શ્યામશિખર કોમ્પલેક્ષ પાસેથી પસાર થતો હતો ત્યારે એક વરઘોડો ભીડભંજન રોડ પરથી પસાર થતો હતો. વરઘોડાના કારણે ટ્રાફિક જામ થયો હતો જેથી હિતેષે જાનૈયાઓને કહ્યુ હતું કે, થોડો રસ્તો ખુલ્લો કરો પાછળ ટ્રાફિક જામ થયો છે. દરમિયાનમાં ત્રણ શખ્સો હિતેષ પાસે આવ્યા હતા અને ગંદી ગાળો બોલવા લાગ્યા હતા.
હિતેષે ગાળો બોલવાની ના પાડતા ત્રણેય શખ્સો ઉશ્કેરાયા હતા અને એકાએક તેના પર હુમલો કરી દીધો હતો. ત્રણ શખ્સો પેકી એક જણાએ હિતેશને સાથળના ભાંગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. હિતેષ ઇજાગ્રસ્ત થતા તે જમીન પર ઢળી પડ્યો હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે હુમલાખોરો ત્યાંથી નાસી છુટ્યા હતા. હુમલાખોર શખ્સો જાનૈયા હતા કે પછી ટપોરી હતા તે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. બાપુનગર પોલીસે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
" isDesktop="true" id="1329313" >
મહત્વ નું છે કે, અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા દિવસોમાં સામાન્ય બાબતે ફાયરિંગ જેવા બનાવો બની રહ્યા છે. રખિયાલ અને સરખેજમાં હાલમાં આવા બનાવો સામે આવ્યા અને જે ચિંતાજનક છે. ત્યારે કાયદો વ્યવસ્થા ન બગડે તે માટે પોલીસ પેટ્રોલિંગની વાત પણ કરે છે.