Home /News /ahmedabad /

CM રૂપાણીએ અડધી પીચે બેટિંગ કરી, વિપક્ષને આડે હાથ લેતા કહ્યું, 'કમળો હોય એને બધુ પીળું જ દેખાય'

CM રૂપાણીએ અડધી પીચે બેટિંગ કરી, વિપક્ષને આડે હાથ લેતા કહ્યું, 'કમળો હોય એને બધુ પીળું જ દેખાય'

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કૉંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

Rupani Government Five Year celebration : વિજય રૂપાણી સરકારના પાંચ વર્ષની ઊજવણી અંતર્ગત જ્ઞાન શક્તિ દિવસના કાર્યક્રમમાં સીએમ વિજય રૂપાણી આક્રમક ભાષણ આપ્યું

  અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Rupani) સરકારના ગુજરાતમાં (Gujarat) સાશનના પાંચ વર્ષની ઉજવણીનો (Five Year Celebration) આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. સરકાર આજથી 9મી ઑગસ્ટ સુધી રોજ વિવિધ દિવસ ઉજવશે. આજે આ અંતર્ગત 'જ્ઞાન શક્તિ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (Speech of C.M. Rupani) આક્રમક ભાષણ આપ્યું હતું. સીએમ રૂપાણીએ અડધી પીચે બેટિંગ કરતા વિપક્ષોને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું, 'જનતાને લાગે છે કે આ આપણી સરકાર છે એટલે સૌનો સાથ સૌનો વિકાસ'ના સૂત્ર સાથે આગળ વધી રહ્યા છીએ.

  સીએમ રૂપાણીએ જણાવ્યું, 'અમે સૌના સર્વાંગી વિકાસની ચિંતા કરી છે. ખેડૂતો, આદિવાસીઓ, વિદ્યાર્થીઓની ચિંતા કરી છે સૌની ચિંતા કરી છે છતાં વિરોધીઓના પેટમાં તેલ રેડાય છે. રાજનીતિમાં વિરોધ જરૂરી છે. વિરોધીઓ સ્તર ચુક્યા છે. વિરોધનું સ્તર હોવું જોઈએ. વિપક્ષ શેનો વિરોધ કરવા નીકળો છે એ સમજાતું નથી. આવા વિરોધના કારણે જનતા માનતી થઈ છે કે આ બધા ગુજરાત વિરોધીઓ છે. અમારો કાર્યક્રમ જનતાને સુખાકારી આપવાનો છે'

  સીએમ રૂપાણીએ જણાવ્યું, 'આંખમાં કમળો હોય એને પીળું જ દેખાય. તમને જનતાએ મોકો આપ્યો હતો. પચાસ પચાસ વર્ષ સુધી મોકો આપ્યો હતો ત્યારે તમે શું કામ ન કર્યુ? અમે ગાંધીનગરમાં બેસીને કામ નથી કરતા. અમે જ્યારે આખું વિશ્વસ સ્થગિત હતું ત્યારે કોરોનાની મહામારી વચ્ચે 15000 કરોડના કામો કર્યા છે. આ જનતાના સર્વાંગી વિકાસ માટે વાત કરી રહ્યા છીએ.'

  આ પણ વાંચો : અમદાવાદ : મહિલાના ડિવોર્સ થતા પિતરાઈ ભાઈએ કહ્યું, 'આપણે ફિઝિકલ રિલેશન રાખીએ મારે જરૂર છે'

  શિક્ષણ પ્રાથમિકતા

  અમે 31,000 કરોડ રૂપિયાનું બજેટ શિક્ષા માટે આપ્યું છે. અમે માનીએ છીએ કે કોઈ પણ સમાજ કે રાષ્ટ્રને પ્રગતિ કરવી હશે તો શિક્ષણ મોટો પાયો છે. ગુજરાતની વિકાસની નવી ઉંચાઈએ લઈ જવું હશે તો શિક્ષણના સ્તરને લઈ જવો પડશે તેથી ભવિષ્યની જરૂરિુયાતને અનુરૂપ શિક્ષણ બનાવવું પડશે. આજે પણ 1,000 નવા ઓરડાઓનું લોકાર્પણ થઈ રહ્યુ છે. હવે ડિજિટલ અને સ્માર્ટ ક્લાસ એ પણ 12,000 સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ થઈ રહ્યુ છે.'

  ગુજરાત સરકારે ગાંધીનગરમાં કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર શરૂ કર્યુ છે. ભારતના કોઈ પણ રાજ્યના થયેલું આ સૌથી મોટું હાઇટેક માર્ક છે. તમામ બાબતોનું મોનિટરીંગ એના ડેટા સાયન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી આ કામ થવાનું છે.

  આ પણ વાંચો : ગીર સોમનાથ : ADMની ગાડીની ટક્કર વાગતા એક વ્યક્તિનું મોત, સરકારી ગાડીએ બાઇક ચાલકનો જીવ લીધો!

  વિરોધીઓ કાન ખોલીને સાંભળી લો..

  વિરોધીઓ અને એડવાર્ટાઇઝમેન્ટમાં જીવનાર લોકો કાન ખોલીને સાંભળી લો છેલ્લા પાંચ વર્ષમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી અને સરકારી શાળામાં એડમિશન લઈ રહ્યા છે. એનો મતલબ અમારી શાળાનું સ્તર પણ સુધરી રહ્યુ છે. માત્ર 1,000 રૂપિયામાં આઠ હજાર રૂપિયાનું નમો ટેબલેટ આપવામાં આવે છે.

  આ પણ વાંચો : અમદાવાદ : મહિલાના ડિવોર્સ થતા પિતરાઈ ભાઈએ કહ્યું, 'આપણે ફિઝિકલ રિલેશન રાખીએ મારે જરૂર છે'

  'કોંગ્રેસ પ્રમુખની ઘડીઓ ગણાઈ રહી છે એટલે નફ્ફટ થઈને આવા નિવદેનો આપે છે'

  કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું કે 'સીએમ બદલાવાના છે એટલા માટે આવી ઉજવણીઓ કરે છે. જેના જવાબમાં સીએમ રૂપાણીએ જણાવ્યું કે 'એમની ઘડીઓ ગણાઈ રહી છે એટલે નફ્ફટ થઈને આવા નિવેદનો કરે છે, મારે આમા શું કહેવું'
  Published by:Jay Mishra
  First published:

  Tags: CM Vijay Rupani, Five years of Rupani Government, Gujarati news, Rupani Government Speech, Vijay Rupani Speech

  આગામી સમાચાર