વિધાનસભાના બજેટ સત્રઃવિપક્ષની ગેરહાજરીમાં 4 વિધેયકો પસાર,...તો આધારકાર્ડ ફરજીયાત બનશે

A
Updated: January 1, 1970, 5:30 AM IST
વિધાનસભાના બજેટ સત્રઃવિપક્ષની ગેરહાજરીમાં 4 વિધેયકો પસાર,...તો આધારકાર્ડ ફરજીયાત બનશે
ગાંધીનગરઃ તેરમી વિધાનસભાનું બજેટ સત્ર આજે ગાંધીનગરમાંશરૂ થયુ છે. પ્રથમ દિવસે વિપક્ષની ગેરહાજરીમાં કુલ 4 વિધેયકો પસાર થયા છે.પસાર થયેલા વિધેયકોને રાજ્યપાલની મંજૂરી માટે મોકલાયા છે.મંજૂરી બાદ કાયદાનું સ્વરુપ લેશે.20 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી વિધાનસભા બજેટ સત્રનુ આયોજન થયુ છે. રજાઓને બાદ કરતા કુલ 26 જેટલા દિવસ બજેટ સત્રની કાર્યવાહી ચાલશે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
ગાંધીનગરઃ તેરમી વિધાનસભાનું બજેટ સત્ર આજે ગાંધીનગરમાંશરૂ થયુ છે. પ્રથમ દિવસે વિપક્ષની ગેરહાજરીમાં કુલ 4 વિધેયકો પસાર થયા છે.પસાર થયેલા વિધેયકોને રાજ્યપાલની મંજૂરી માટે મોકલાયા છે.મંજૂરી બાદ કાયદાનું સ્વરુપ લેશે.20 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી વિધાનસભા બજેટ સત્રનુ આયોજન થયુ છે. રજાઓને બાદ કરતા કુલ 26 જેટલા દિવસ બજેટ સત્રની કાર્યવાહી ચાલશે. બજેટસત્રના પ્રથમ દિવસે જ કોંગ્રેસના હલ્લાબોલના કારણે ગૃહની કાર્યવાહી ત્રણ વખત ખોરવાઇ હતી. ભાજપીયા થી બેટી બચાવોના સૂત્રોચ્ચાર અને પ્લેકાર્ડ સાથે કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવતા પ્રાથમિક તબક્કે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા બે વાર ગૃહ મુલતવી રખાયુ હતુ. જ્યારે ત્રીજી વખત વિપક્ષના વેલમાં ધસી આવેલા સભ્યોને સસ્પેન્ડ કરાયા હતા. આજે બજેટ સત્રના પ્રથમ દિવસે વિપક્ષની ગેરહાજરીમાં કુલ 4 જેટલા વિધેયકો પસાર કરાયા છે. નોધનીય છે કે, બજેટ સત્રના આજના પ્રથમ દિવસેજ કોંગ્રેસ દ્વારા નલિયાકાંડ મુદ્દે ન્યાય- અને તપાસની માંગણી સાથે ગૃહમાં વિરોધ પ્રદર્શન કરાયુ હતુ. કોંગ્રેસના તમામ ધારાસભ્યો કાળા વસ્ત્રો પહેરીને આવ્યા હતા તેમજ ગૃહની કામગીરી ખોરવી નાંખી હતી. જોકે કોંગ્રેસની માંગણી રજૂ કરવાનો આ યોગ્ય સમય નથી તેમ કહીને વિધાનસભાના અધ્યક્ષ રમણ વોરાએ ગૃહની આગળની કામગીરી આગળ ચલાવવા આદેશ આપ્યા હતા. વિપક્ષના વોકઆઉટ બાદ ડેપ્યુટી સીએમ અને ગૃહપ્રધાન દ્વારા કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે ટીવી ઇન્ટરવ્યુમાં આપેલ એક નિવેદન મુદ્દે ચાલુ બજેટ સત્રમાં તેમના કાયમી સસ્પેન્શનની માંગણી કરવામા આવી હતી. પરંતુ આ બાબતે ફેર વિચારણા કરીને નિર્ણય લેવાની ખાતરી વિધાનસભા અધ્યક્ષે આપી હતી.   પસાર થયેલા વિધેયકો, જે આગળ જતા કાયદો બનશે 1: મેડિકલ સારવારમાં સરકારી કર્મચારીઓના ધારાધોરણો હવે પૂર્વ અને વર્તમાન તમામ ધારાસભ્યોને લાગુ પડશે 2: સબસિડીથી લઈને સેવાઓના વિતરણ સંદર્ભે તમામ વસ્તુઓ માટે હવે આધારકાર્ડ ફરજીયાત બનશે 3: સામાન્ય રીતે ગ્રામપંચાયતની મુદ્દત 5 વર્ષની હોય છે પરંતુ હવે વિભાજીત થાય તો પણ ગ્રામ પંચાયતની મુદ્દત 5 વર્ષની રહેશે 4: નગરરચના માટે નિમાયેલા અધિકારીઓના કાર્યકાળની સમયમર્યાદા હતી નિશ્ચિત પરંતુ નગર વિકાસને ધ્યાનમાં લઈને સમય મર્યાદા કરાશે દૂર
First published: February 20, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर