Home /News /ahmedabad /

Ahmedabad: કાલુપુર રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતા મહિલાનો પગ લપસ્યો અને પછી શું થયું? જાણી લો

Ahmedabad: કાલુપુર રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતા મહિલાનો પગ લપસ્યો અને પછી શું થયું? જાણી લો

મહિલા કોન્સ્ટેબલ મંદાકિની પરમારની નજર તે મહિલા પર જતાની સાથે જ તેમને ખેંચી લીધા હતા.

અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પરની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ટ્રેન ચાલુ થઈ ગઈ છે અને મહિલા છે તે દોડતી જાય છે અને ચાલુ ટ્રેને ચડવાનો પ્રયાસ કરે છે પરંતુ એ ટ્રેનમાં ચડતી વખતે તેમનો પગ લપસી જાયછે.

અમદાવાદ: કાલુપુર રેલવે સ્ટેશન (Kalupur Railway Station) પર ગાડીમાંથી મહિલાનો પગ લપચી જવાના કારણે પ્લેટફોર્મ અને ગાડી વચ્ચે ફસાઈ ગઈ હતી (Kalupur Railway Station Accident Video). આજે સવારે જબલપુર સોમનાથ એક્સપ્રેસ (Somnath Express) અમદાવાદ રેલવે સ્ટેશન (Ahmedabad Railway Station) પ્લેટફોર્મ નંબર 1 પરથી 8:40 કલાકે ટ્રેન રવાના થઈ હતી. ત્યારે કોચ નંબર 3 માં એક મહિલા પેસેન્જર ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મહિલા ટ્રેનના ચડતી વખતે પગ લપચી જતા મહિલા ફસાઈ ગઈ હતી.

મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની જગ્યામાં ફસાઈ જતા જ મહિલા કોન્સ્ટેબલ મંદાકિની પરમારની નજર તે મહિલા પર જતાની સાથે જ તેમને ખેંચી લીધા હતા. જેના કારણે મહિલાનો જીવ બચી ગયો

હતો. મહિલાને બચાવ્યા બાદ પૂછપરછ કરવામાં આવી હતી. મહિલાની ઉંમર અંદાજિત 37 વર્ષની છે એ પોતે મધ્યપ્રદેશની હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ મહિલાને કોઈ ઈજા થઈ નથી અને જોકે મંદાકિની પરમારની સતર્કતાના  કારણે મહિલા યાત્રીનું જીવ બચી ગયો હતો.

આ પણ વાંચો- રાજકોટમાં નબીરાઓ રીલ બનાવવાના ચક્કરમાં થાર ગાડી ડેમમાં લઇ ઘૂસી ગયા

જોકે રેલવે સ્ટેશન ઉપર ગાડી ચાલુ થઈ ગયા બાદ ચડવાનો પ્રયાસ ન કરવો જોઈએ પરંતુ વારંવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે. રેલવે કર્મચારીઓ દ્વારા પણ પ્લેટફોર્મ ઉપર સતત સૂચના આપવામાં આવે છે કે પેસેન્જર એ ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ ન કરવો જોઈએ તેમ છતાં પણ પેસેન્જર છેલ્લી ઘડી પર આવતા હોય છે અને ચાલુ ટ્રેન એ ચડતા હોય છે અને વારંવાર આ ઘટનાઓ બની રહી છે. પરંતુ રેલવે કર્મચારીઓની સતર્કતાના કારણે પ્રવાસીઓના જીવ બચાવી લેવામાં આવે છે.

આ પણ વાંચો- ગુજરાતમાં ધોધમાર વરસાદ વચ્ચે કોરોના કેસમાં ધડાકો

અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પરની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ટ્રેન ચાલુ થઈ ગઈ છે અને મહિલા છે તે દોડતી જાય છે અને ચાલુ ટ્રેને ચડવાનો પ્રયાસ કરે છે પરંતુ એ ટ્રેનમાં ચડતી વખતે તેમનો પગ લપસી જાયછે. મહિલાનો પગ લપચી જતા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેની જગ્યામાં ફસાઈ ગઈ હતી. પરંતુ મહિલા કર્મચારીએ તેને ખેંચી લીધી હતી અને તેનો જીવ બચાવી લીધો હતો.
Published by:rakesh parmar
First published:

Tags: Accident video, Ahmedabad railway Station, Gujarati news, Kalupur railway station

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन