અમદાવાદ (Ahmedabad)માં ઇસનપુર (Ishanpur Area)આવકાર હોલ પાસેના પબ્લિક ગાર્ડનમાં અસામાજિક તત્વો દ્વારા હુક્કાની મહેફિલ (Hukkah Party) માણતાનો એક વીડિયો (Hukkah Party Vieo)હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જોકે એક જાગૃત મહિલાએ આ ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. હાલમાં આ હુક્કાની મહેફિલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video) થઇ રહ્યો છે અને લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે, જ્યારે બગીચામાં આવતા બાળકો આ જોશે તો તમના સવાલોનો શું જવાબ આપવો?
અમદાવાદમાં હુક્કાબાર પર પોલીસે લગામ કસી લીધી છે પરંતુ છાસવારે હુક્કાબાર ખોલીને યુવાનોને નશાને રવાડે ચઢાવતી દુકાનો ખુલી જાય છે ત્યારે હવે અમદાવાદમાં તો હુક્કાબારને લઇ હદ જ પાર થઇ ગઇ છે. વાત સાંભળીને નવાઈ લાગશે પરંતુ અમદાવાદનો એક વીડિયો હાલ વાયરલ થયો છે. જેમાં જાહેર સ્થળો પર પણ નશો કરતા લોકોને કાયદાનો કોઈ ડર રહ્યો નથી. અમદાવાદના મણિનગરમાં પબ્લિક ગાર્ડનમાં કેટલાક બેફામ બનેલા અસામાજિક તત્વો રીતસર હુક્કાની મહેફિલ માણી રહ્યા છે. આ પાર્કમાં અનેક મહિલાઓ બાળકો સાથે સવાર-સાંજ આવે છે. ત્યારે આવા તત્વોને કારણે તેમને અનેક વખત હેરાનગતીનો સામનો કરવો પડે છે.
આ ગાર્ડનમાં એક મહિલાએ હિંમતભેર હુક્કા પાર્ટી કરતા અસામાજિક તત્વોનો વીડિયો ઉતારી લીધો હતો. હવે આ ઘટનામાં પોલીસ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. આ ઘટનામાં બગીચામાં હાજર સ્થાનિક લોકોના કહેવા અનુસાર, હુક્કાની મહેફિલ માણતા યુવનાનોમાં કેટલાક સગીરો પણ હતા. આ ઘટના સામે આવતા એક જાગૃત નાગરિકે દુષણ અંગે વીડિયો વાયરલ કર્યો હતો. ત્યાં જ જાહેર જગ્યાએ દૂષણ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઇસનપુર આવકાર હોલ પાસે ગાર્ડનમાં હુક્કા પીવાતો હોવાનો વીડિયો વાયરલ થયા બાદ એક જાગૃત નાગરિકોને ગાર્ડન ન જવાતા વીડિયો પણ વાયરલ થયો છે. ત્યાં જ આ મામલે ઇસનપુર પોલીસની બેદરકારી સામે આવી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર