Home /News /ahmedabad /

15 ઓગસ્ટએ કાર ખરીદવા ગ્રાહકોએ 15 મહિના પહેલા બુકિંગ કરાવ્યું: જાણો વેઈટિંગ પાછળ શું છે કારણ?

15 ઓગસ્ટએ કાર ખરીદવા ગ્રાહકોએ 15 મહિના પહેલા બુકિંગ કરાવ્યું: જાણો વેઈટિંગ પાછળ શું છે કારણ?

જ્યારે ટુ વહીલર ખરીદી માટે પણ બુકિંગ જોઈએ તેટલું નહિ વધતા ડિલર્સની આશા પર પાણી ફરી વળ્યું છે.(પ્રતિકાત્મક તસવીર)

Gujarat Latest News: જે લોકોએ 15 ઓગસ્ટના દિવસે કાર છોડાવી હોય તો તેઓએ 12થી 15 મહિના પહેલા બુકિંગ કરાવ્યું હશે. જ્યારે ટુ વહીલર ખરીદી માટે પણ બુકિંગ જોઈએ તેટલું નહિ વધતા ડિલર્સની આશા પર પાણી ફરી વળ્યું છે. 

અમદાવાદ : આજે 15 ઓગસ્ટ (15th August) છે અને ત્રણ દિવસ બાદ જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે. સામાન્ય રીતે આવા તહેવારોમાં ખરીદદારો ટુ વ્હીલર કે ફોર વ્હીલર ખરીદીમાં (vehicle waiting time)  પડાપડી થતી હોય છે પરંતુ આ વખતે હાઈ લેવલની કાર ખરીદી માટે 12થી 15 મહિનાનું વેઈટીંગ ચાલી રહ્યું છે એનો મતલબ એ છે કે,  જે લોકોએ 15 ઓગસ્ટના દિવસે કાર છોડાવી હોય તો તેઓએ 12થી 15 મહિના પહેલા બુકિંગ કરાવ્યું હશે. જ્યારે ટુ વહીલર ખરીદી માટે પણ બુકિંગ જોઈએ તેટલું નહિ વધતા ડિલર્સની આશા પર પાણી ફરી વળ્યું છે.

રક્ષા બંધન હોય, 15 ઓગસ્ટ કે પછી આગળ જન્માષ્ટમી આવી રહી છે. આ તહેવારોની મૌસમ છતાં મંદીનો માહોલ અનુભવી રહ્યા છે. 2 વહીલર ડિલર્સ. હજુએ પ્રિ કોવિડ સિચ્યુએશન કરતા પણ ઓછી ડિમાન્ડ હોવાનું ડિલર્સ માની રહ્યા છે. તહેવાર સમયે પણ ટુ વહીલરમાં બુકિંગ જોઈએ તેટલું નહી રહેતા ડિલર્સ નિરાશ છે. તહેવારમાં બુકિંગ વધશે તેવી આશા ઠગારી નીવડી છે. ટુ વહીલરમાં કોવિડ પહેલાની પરિસ્થિતિ કરતા 15થી 20 ટકા ડિમાન્ડ ઘટાડો છે. ફોરવહિલર્સમાં ડિમાન્ડ વધારે છે પરંતુ તાઇવાન સહિત વિદેશમાંથી આવતી ચીપની શોર્ટએજના કારણે બુકિંગ છતાં તેમને કારની ડિલિવરી આપવામાં મુશ્કેલી છે.



અરવલ્લીમાં CM ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોર વહીલરમાં 15 દિવસથી માંડી 15 મહિના સુધીનું વેઈટીંગ છે. કેટલાક એવા મોડેલ્સ છે કે, જેઓએ 15 ઓગસ્ટે કાર છોડાવવાનું નક્કી કર્યું હશે તેઓએ 8થી 12 મહિના પહેલા બુકિંગ કરાવ્યું છે. આ અંગે ફેડરેશન ઓફ ડીલર્સ એસોસિએશન ગુજરાતના ચેરપર્સન પ્રણવ શાહ જણાવે છે કે, ફોર વહીલર ખરીદીમાં ડિમાન્ડ છે પણ બુકિંગમાં વેઈટીંગ છે. જેની પાછળનું કારણ છે ચીપની શોટૅજ. ટુ વહીલરમાં પ્રિકોવિડ સિચ્યુએશન પહેલા જુલાઇ મહિનામાં 98 હજાર વેચાણ હતું જે હજુ પણ વેચાણમાં 15થી 20 ટકા ઘટાડો છે.





આજે ક્યા ક્યા વિસ્તારોમાં ખાબક્શે અતિભારે વરસાદ

અપર કલાસ કે અપર મિડલ ક્લાસની ઈન્કમમાં ફરક નથી પડ્યો પરંતુ મિડલ કલાસ અને લોઅર મિડલ કલાસની ઈન્કમમાં ઘટાડો થવાના કારણે પણ ટુ વહીલર બુકિંગમાં ઘટાડો થયો હોવાનું મનાય છે. આ ઉપરાંત ટુ વહીલરના ભાવ પણ કોવિડની પરિસ્થિતિ પહેલા કરતા 20 ટકા વધ્યા છે તે કારણ પણ જવાબદાર હોય શકે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन