Home /News /ahmedabad /Vehicle Scrappage Policy: ...તો તમારું વાહન સીધુ જ ભંગારમાં જશે, ગુજરાતમાં 85 ફિટનેસ સેન્ટરને મંજૂરી મળી

Vehicle Scrappage Policy: ...તો તમારું વાહન સીધુ જ ભંગારમાં જશે, ગુજરાતમાં 85 ફિટનેસ સેન્ટરને મંજૂરી મળી

વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી (

Vehicle Scrappage Policy: આ ફિટનેસ સેન્ટરનું કામ 15 વર્ષ જૂના વાહનને સર્ટિફિકેટ આપવાનું રહેશે. એટલે કે જેમનું વાહન 15 વર્ષથી જૂનું હોય તેઓ આ ફિટનેસ સેન્ટર ખાતે જઈને ફિટનેસ સર્ટિફિકેટ મેળવી શકશે. આ માટે નિર્ધારિત ફી ચૂકવવી પડશે. જો વાહન ફિટનેસ ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ રહેશે તો તેને ભંગારમાં ફેરવવાની પ્રક્રિયા કરવામાં આવશે.

વધુ જુઓ ...
અમદાવાદ: કેન્દ્ર સરકારે ઘણા સમય પહેલા 15 વર્ષથી જૂના વાહનોને ભંગારમાં ફેરવવાની યોજના (Vehicle Scrappage Policy) જાહેર કરી હતી. હવે તેનો અમલ ગમે ત્યારે થઈ શકે છે. આ પોલિસી લાગૂ થયા બાદ 15 વર્ષથી જૂના વાહનો કે જે ફિટનેસ ટેસ્ટ (Vehicle Fitness Test)માંથી પસાર નહીં થાય તેમને ભંગારમાં ફેરવવામાં આવશે. જે અનુસંધાને ગુજરાતમાં પણ આ પોલિસી લાગૂ પડશે. આ પોલિસીની યોગ્ય રીતે અમલ થાય તે માટે ગુજરાતમાં 85 જેટલા વાહન ફિટનેસ સેન્ટર (Vehicle Fitness Center)ને મંજૂરી આપવામાં આવી હોવાની માહિતી મળી છે. એક માહિતી એવી પણ મળી છે કે ફિટનેસ સેન્ટર ખાતે જો તમારું 15 વર્ષ જૂનું વાહન ત્રણ વખત ટેસ્ટમાં નિષ્ફળ રહેશે તો તેને સીધુ જ ભંગારમાં જવા દેવામાં આવશે.

ગુજરાત સરકારની તૈયારી


સ્ક્રેપ પોલિસીના અમલને લઈને ગુજરાત સરકારે પણ તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં પીપીપી ધોરણે 85 ફિટનેસ સેન્ટરને મંજૂરી આપવામાં આવી હોવાની માહિતી મળી છે. આ ફિટનેસ સેન્ટરનું કામ 15 વર્ષ જૂના વાહનને સર્ટિફિકેટ આપવાનું રહેશે. એટલે કે જેમનું વાહન 15 વર્ષથી જૂનું હોય તેઓ આ ફિટનેસ સેન્ટર ખાતે જઈને ફિટનેસ સર્ટિફિકેટ મેળવી શકશે. આ માટે નિર્ધારિત ફી ચૂકવવી પડશે. જો વાહન ફિટનેસ ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ રહેશે તો તેને ભંગારમાં ફેરવવાની પ્રક્રિયા કરવામાં આવશે.

ગુજરાતમાં કેટલા વાહનો ભંગારમાં જઈ શકે?


ગુજરાતમાં 15 વર્ષથી જૂના વાહનોની સંખ્યા 41.50 લાખ હોવાનો અંદાજ છે. જેમાં સૌથી વધુ વાહનો સ્કૂટર છે. આ ઉપરાંત ગુજરાતમાં 1.11 લાખ ટ્રેક્ટર્સ પણ 15 વર્ષથી વધુ જૂના છે.
સ્કૂટર:26.45 લાખ
કાર6.34 લાખ
ટ્રેક્ટર1.11 લાખ
થ્રી-વ્હીલર1.41 લાખ

અમદાવાદ શહેરમાં સૌથી વધારે જૂના વાહનો


બીજી રસપ્રદ વાત એ છે કે રાજ્યમાં સૌથી વધારે જૂના વાહનો અમદાવાદ શહેરમાં છે. એક અંદાજ પ્રમાણે અમદાવાદ શહેર અને ગ્રામ્યને સાથી ગણીએ તો અંદાજે 20.80 લાખ વાહનો એવા છે જે 15 વર્ષથી જૂના છે.

કયા શહેરમાં કેટલા વાહનો 15 વર્ષ કરતા જૂના


અમદાવાદ (શહેર-ગ્રામ્ય)20.58 લાખ
વડોદરા1.35 લાખ
રાજકોટ7.36 લાખ
સુરત2.00 લાખ

વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી શું છે?


પશ્ચિમી દેશોમાં આ પ્રકારની પોલિસી અમલી છે. ત્યાં વાહન નોંધણી સમયે જ પોલિસી અમલમાં આવી જાય છે. ભારતમાં પણ હવે આવું જ થશે. સામાન્ય રીતે પેસેન્જર વ્હીકલનું આયુષ્ય 15 વર્ષ અને કોમર્શિયલ વ્હીકલનું આયુષ્ય 10 વર્ષનું ગણવામાં આવે છે. આ સમયગાળા બાદ વાહનો અગાઉ કરતા વધુ ઝડપથી પર્યાવરણને પ્રદૂષિત કરવાનું શરૂ કરે છે. પશ્ચિમી દેશોમાં આવા જૂના વાહનોને સ્ક્રેપયાર્ડ્સમાં મોકલવામાં આવે છે. જ્યાં તેને તોડી નાંખવામાં આવે છે અને બોડી બનાવવા માટે વપરાયેલા સ્ટીલને રિસાયકલ કરવામાં આવે છે. અત્યારસુધી ભારતમાં આવી કોઈ નીતિ નહોતી. જેના કારણે મોટાભાગના વાહનો પર્યાવરણને પ્રદૂષિત કરી રહ્યા છે અથવા રોડની સાઈડમાં નકામા પડ્યા છે.

પોલિસીના કારણે શું પ્રાપ્ત કરવાનું લક્ષ્ય છે?


વાહનનું આયુષ્ય પૂરું થઈ જાય એટલે તે પહેલા કરતા વધુ પ્રદૂષણ ફેલાવા લાગે છે. આવું પ્રદૂષણ રોકવા માટે વાહનને સ્ક્રેપ કરવું જરૂરી છે. આ ઉપરાંત જૂના વાહનને સ્ક્રેપ કરવાથી નવા વાહન માટે જગ્યા થશે. જેના પરિણામે અત્યારે ગૂંગળાતી ઓટો ઈન્ડસ્ટ્રીમાં નવા શ્વાસ પુરાશે. આ બાબતે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, એકવાર વાહનોનું રજિસ્ટ્રેશન પૂરું થઈ ગયા બાદ ફિટનેસ ટેસ્ટ ફરજિયાત આપવો પડશે. અલબત્ત લોકો સ્ક્રેપિંગનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં જૂના વાહનોને ભંગારમાં ફેરવવા ત્રણ સેન્ટરને મંજૂરી, આ શહેરોમાં બનશે સેન્ટર

મારું વાહન સ્ક્રેપમાં આપવાથી મને શું ફાયદો થશે?


પોલિસી કારણે થતા આર્થિક ફાયદા અંગે મંત્રી નીતિન ગડકરીએ પ્રકાશ પાડ્યો છે. જે આ મુજબ છે.

1) કોઈ વાહન મલિક પોતાના વાહનને સ્ક્રેપ કરવાનું પસંદ કરે તો વાહનની એક્સ-શોરૂમ કિંમતના 4થી 6 ટકા જેટલી સ્ક્રેપ વેલ્યૂ આપવામાં આવશે.

2) રોડ ટેક્સ ભરવામાં 25 ટકા સુધી મુક્તિની રાહત મળશે.

3) સ્ક્રેપિંગ સર્ટિફિકેટ બતાવનારને નવા વાહન પર 5% ડિસ્કાઉન્ટ આપવાની ભલામણ વાહન ઉત્પાદકને કરાશે.

4) વાહન નોંધણીની ફી ભરવી પડશે નહીં.

ફિટનેસ ટેસ્ટ શું છે?


ફિટનેસ ટેસ્ટ પોલ્યુશન અંડર કંટ્રોલ (PUC) સર્ટિફિકેટ જેવો જ હશે. આ ટેસ્ટ વાહનની યોગ્યતા અને વાહન વાતાવરણને નુકસાન કરી રહ્યું છે કે નહીં તે નક્કી કરે છે. અલબત, આ ચકાસણી ફિટનેસ ટેસ્ટનું માત્ર એક પાસું જ છે. તેમાં બ્રેક ટેસ્ટ, એન્જીન ટેસ્ટ પણ થશે. મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યા અનુસાર આ પ્રકારના ટેસ્ટ ઓટોમેટેડ ફિટનેસ સેન્ટરમાં કરવામાં આવશે. આ કેન્દ્રોની સ્થાપના PPP મોડેલ હેઠળ કરવામાં આવશે.

આ પણ વાંચો: તમે પણ ગુજરાતમાં શરૂ કરી શકશો વાહનોનું ફિટનેસ સેન્ટર, જાણો કેટલી ફી ચૂકવવી પડશે?

મારુ વાહન ફિટનેસ ટેસ્ટ પાસ ન કરી શકે તો શું થાય?


વાહન ફિટનેસ ટેસ્ટ પાસ ન કરે તેવા કિસ્સામાં તમને રિન્યુઅલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મળશે નહીં. જેથી તમે વાહન રોડ પર ચલાવી શકશો નહીં. મોટર વ્હીકલ એકટ મુજબ RC વિના વાહન ચલાવવું ગેરકાયદેસર છે. અહેવાલો અનુસાર, તમે માત્ર ત્રણ વખત જ ફિટનેસ ટેસ્ટ આપી શકશો. ત્યારબાદ તમારું વાહન કોઈપણ રીતે રોડ પર દોડવા યોગ્ય રહેશે નહીં.
First published:

Tags: Vehicle, આરટીઓ, ગુજરાત