Home /News /ahmedabad /

Vehicle Scrapping: ગુજરાતમાં જૂના વાહનોને ભંગારમાં ફેરવવા ત્રણ સેન્ટરને મંજૂરી, આ શહેરોમાં બનશે સેન્ટર

Vehicle Scrapping: ગુજરાતમાં જૂના વાહનોને ભંગારમાં ફેરવવા ત્રણ સેન્ટરને મંજૂરી, આ શહેરોમાં બનશે સેન્ટર

ગુજરાતમાં વાહનોને ભંગારમાં ફેરવવા માટે ત્રણ સેન્ટર બનશે.

Gujarat Vehicle Scrapping Policy: કેન્દ્ર સરકારની વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી હેઠળ 15 વર્ષથી જૂના વાહનો સ્ક્રેપમાં ફેરવાશે. જોકે, આ માટે વિવિધ નિયમો ઘડવામાં આવ્યા છે. જે પ્રમાણે અમુક વર્ષોથી જૂના વાહનો માટે ફિટનેસ સર્ટિફિકેટ જરૂરી બનશે. ફિટનેસ ટેસ્ટ પાસ ન થવા પર વાહનોને ભંગારમાં ફેરવવામાં આવશે.

વધુ જુઓ ...
    અમદાવાદ: કેન્દ્ર સરકાર બહુ ઝડપથી સ્ક્રેપિંગ પૉલિસી (Vehicle scrappage policy)નો અમલ કરે તેવી સંભાવના છે. જેના અનુસંધાને હાલ સરકાર વિવિધ સ્ક્રેપ સેન્ટર્સને મંજૂરી આપી રહી છે. જે અનુસંધાને દેશમાં પ્રથમ વખત ગુજરાતમાં સરકારે ત્રણ સ્કેપ સેન્ટરને મંજૂરી મળી છે. એટલે કે 15 વર્ષથી જૂના વાહનો અથવા રસ્તા પર ચલાવવા માટે જે વાહનો ફીટ ન હોય તેવા વાહનોને આ સેન્ટરોમાં ભંગારમાં ફેરવવામાં આવશે. આ પોલિસી હેઠળ ફક્ત ગુજરાતમાં નહીં પરંતુ આખા દેશમાં વિવિધ શહેરોમાં સ્ક્રેપ સેન્ટરો ખોલવામાં આવશે. હાલ ગુજરાત સરકારે ત્રણ શહેરમાં સ્ક્રેપ સેન્ટર્સ શરૂ કરવાની યોજના બનાવી છે. કેન્દ્ર સરકાર એક વખત લીલીઝંડી આપે ત્યાર બાદ આ સેન્ટરો ખાતે નિયમ પ્રમાણે વાહનોનો ભંગારમાં ફેરવવામાં આવશે.

    કેન્દ્ર સરકારની વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી હેઠળ 15 વર્ષથી જૂના વાહનો સ્ક્રેપમાં ફેરવાશે. જોકે, આ માટે વિવિધ નિયમો ઘડવામાં આવ્યા છે. જે પ્રમાણે અમુક વર્ષોથી જૂના વાહનો માટે ફિટનેસ સર્ટિફિકેટ જરૂરી બનશે. ફિટનેસ ટેસ્ટ પાસ ન થવા પર વાહનોને ભંગારમાં ફેરવવામાં આવશે.

    ત્રણ સ્ક્રેપ સેન્ટરને મંજૂરી


    હાલ ગુજરાતના સરકાર તરફથી ખેડા, નડિયાદ અને ભાવનગર ખાતે સ્ક્રેપ સેન્ટર ઊભું કરવા માટે રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મંજૂરી આપી દીધી છે. આ સ્ક્રેપ સેન્ટર ખાતે જૂના વાહનોને ભંગારમાં ફેરવવામાં આવશે, તેમજ માલિકને તે બદલ નિયમ પ્રમાણે કિંમત ચૂકવવામાં આવશે.

    ફિટનેસ સેન્ટરો શરૂ કરાશે


    હાલ રાજ્યની વિવિધ આરટીઓ કચેરીઓ ખાતે 15 વર્ષ જૂના વાહનોના ટેસ્ટ બાદ ફિટનેસ ટેસ્ટ બાદ રિ-રજિસ્ટેશન માટે સર્ટિફિકેટ આપવામાં આવે છે. એટલે કે રજિસ્ટ્રેશનની મુદત વધારી આપવામાં આવે છે. પરંતુ કેન્દ્ર સરકારી વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસીનો અમલ થયા બાદ આરટીઓ કચેરીઓ આ કામગીરી માટે પહોંચી નહીં વળે. આ માટે જ રાજ્ય સરકાર પીપીપી ધોરણે વિવિધ ફિટનેસ સેન્ટરો શરૂ કરશે. આ સેન્ટરો ખાતે વાહનોને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવશે. જો વાહન ફિટ નહીં હોય તે તેને ભંગારમાં આપવાનું કહેવામાં આવશે.

    વાહનોના રિ-રજિસ્ટેશન ચાર્જમાં વધારો


    કેન્દ્ર સરકારે તાજેતરમાં જ 15 વર્ષથી જૂના વાહનો (Old vehicles) મામલે કડક પગલાં ભર્યાં છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ મંત્રાલય (Road Transport and highways ministry)ના આદેશ પ્રમાણે પહેલી એપ્રિલ, 2022થી 15 વર્ષથી વધારે જૂના વાહનોના ફરીથી રજિસ્ટ્રેશન (Renewal of Registration or Re-Registration of Vehicle) કરાવવા પર ચાર્જ આઠ ગણો વધારી દેવાયો છે. આ નિયમ એવી જગ્યાએ લાગૂ થયો છે, જ્યાં 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો અને 10 વર્ષ જૂના ડીઝલ વાહનોને ડિરજિસ્ટર માનવામાં આવે છે.

    કેટલો ચાર્જ ચૂકવવો પડે છે?


    પહેલી એપ્રિલથી 15 વર્ષ જૂની કારની ફરીથી નોંધણી માટે 5,000 રૂપિયાની ચૂકવવા પડે છે. પહેલા આ ચાર્જ ફક્ત 600 રૂપિયા હતો. વિદેશની મંગાવેલી કાર પર ચાર્જ 15,000થી વધારીને 40,000 કરવામાં આવ્યો છે. ટૂ-વ્હીલર વાહનો માટે રજિસ્ટ્રેશન ચાર્જ 300 રૂપિયાથી વધારીને 1,000 રૂપિયા કરવામાં આવ્યો છે. આટલું જ નહીં, ફરીથી રજિસ્ટ્રેશનમાં જો મોડું થાય છે તો દંડની રકમ પણ ચૂકવવી પડે છે. ખાનગી વાહનોના રજિસ્ટ્રેશનમાં મોડું થવાના કેસમાં દર મહિને 300 રૂપિયા અને કૉમર્શિયલ વાહનો માટે દર મહિને 500 રૂપિયા ચાર્જ ચૂકવવો પડે છે.

    આ પણ વાંચો: અમદાવાદનો પતિ પત્ની ઔર વોનો કિસ્સો: પહેલી પત્ની સાથે ન ફાવ્યુ તો બીજી લાવી દીધી

    ફિટનેસ ટેસ્ટની કિંમત વધી


    મંત્રાલયના જણાવ્યા પ્રમાણે પહેલી એપ્રિલથી જૂના ટ્રાન્સપોર્ટ અને કોમર્શિયલ વાહનોના ફિટનેસ ટેસ્ટનો ચાર્જ પણ વધી ગયો છે. કૉમર્શિયલ વાહનો આઠ વર્ષ કે તેનાથી જૂના થાય તો ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત કરાશે. ટેક્સી માટે ફિટનેસ ટેસ્ટની ફી 1,000 રૂપિયાને બદલે 7,000 રૂપિયા કરાયો છે. બસો અને ટ્રકો માટે ફિટનેસ ચાર્જ 1,500 રૂપિયાથી વધારીને 12,500 રૂપિયા કરવામાં આવ્યો છે.

    વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી શું છે?


    પશ્ચિમી દેશોમાં આ પ્રકારની પોલિસી અમલી છે. ત્યાં વાહન નોંધણી સમયે જ પોલિસી અમલમાં આવી જાય છે. ભારતમાં પણ હવે આવું જ થશે. સામાન્ય રીતે પેસેન્જર વ્હીકલનું આયુષ્ય 15 વર્ષ અને કોમર્શિયલ વ્હીકલનું આયુષ્ય 10 વર્ષનું ગણવામાં આવે છે. આ સમયગાળા બાદ વાહનો અગાઉ કરતા વધુ ઝડપથી પર્યાવરણને પ્રદૂષિત કરવાનું શરૂ કરે છે. પશ્ચિમી દેશોમાં આવા જૂના વાહનોને સ્ક્રેપયાર્ડ્સમાં મોકલવામાં આવે છે. જ્યાં તેને તોડી નાંખવામાં આવે છે અને બોડી બનાવવા માટે વપરાયેલા સ્ટીલને રિસાયકલ કરવામાં આવે છે. અત્યારસુધી ભારતમાં આવી કોઈ નીતિ નહોતી. જેના કારણે મોટાભાગના વાહનો પર્યાવરણને પ્રદૂષિત કરી રહ્યા છે અથવા રોડની સાઈડમાં નકામા પડ્યા છે.

    પોલિસીના કારણે શું પ્રાપ્ત કરવાનું લક્ષ્ય છે?


    વાહનનું આયુષ્ય પૂરું થઈ જાય એટલે તે પહેલા કરતા વધુ પ્રદુષણ ફેલાવા લાગે છે. આવું પ્રદુષણ રોકવા માટે વાહનને સ્ક્રેપ કરવું જરૂરી છે. આ ઉપરાંત જુના વાહનને સ્ક્રેપ કરવાથી નવા વાહન માટે જગ્યા થશે. જેના પરિણામે અત્યારે ગૂંગળાતી ઓટો ઈન્ડસ્ટ્રીમાં નવા શ્વાસ પુરાશે. આ બાબતે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, એકવાર વાહનોનું રજિસ્ટ્રેશન પૂરું થઈ ગયા બાદ ફિટનેસ ટેસ્ટ ફરજિયાત આપવો પડશે. અલબત્ત લોકો સ્ક્રેપિંગનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે.

    શું મર્યાદાથી વધુ સમયના બધા વાહનોને સ્ક્રેપ કરવાના છે?


    આ સ્કીમ સ્વૈચ્છિક છે. જેથી બધા વાહનોને સ્ક્રેપ કરવાના નથી. જોકે, આયુષ્ય પૂરું કરી ચૂકેલા બધા જ વાહનોનો ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે. જો વાહન ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ રહેશે, તો રિન્યૂ સર્ટિફિકેટ મળશે નહીં. જેથી તેને ચલાવી શકાશે નહીં. અલબત્ત, જો વાહન ફિટનેસ ટેસ્ટ પાસ કરી લે તો રોડ પર ચલાવવા યોગ્ય છે કે નહીં તે સાબિત કરવા દર પાંચ વર્ષે ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે.

    મારું વાહન સ્ક્રેપમાં આપવાથી મને શું ફાયદો થશે?


    પોલિસી કારણે થતા આર્થિક ફાયદા અંગે મંત્રી નીતિન ગડકરીએ પ્રકાશ પાડ્યો છે. જે આ મુજબ છે.

    1) કોઈ વાહન મલિક પોતાના વાહનને સ્ક્રેપ કરવાનું પસંદ કરે તો વાહનની એક્સ-શોરૂમ કિંમતના 4થી 6 ટકા જેટલી સ્ક્રેપ વેલ્યૂ આપવામાં આવશે.

    2) રોડ ટેક્સ ભરવામાં 25 ટકા સુધી મુક્તિની રાહત મળશે.

    3) સ્ક્રેપિંગ સર્ટિફિકેટ બતાવનારને નવા વાહન પર 5% ડિસ્કાઉન્ટ આપવાની ભલામણ વાહન ઉત્પાદકને કરાશે.

    4) વાહન નોંધણીની ફી ભરવી પડશે નહીં.

    આ પણ વાંચો: માર્ચ મહિનામાં સુરત આરટીઓએ દરરોજ કરી 15 લાખની આવક, જાણો કઇ રીતે

    ફિટનેસ ટેસ્ટ શું છે?


    ફિટનેસ ટેસ્ટ પોલ્યુશન અંડર કંટ્રોલ (PUC) સર્ટિફિકેટ જેવો જ હશે. આ ટેસ્ટ વાહનની યોગ્યતા અને વાહન વાતાવરણને નુકસાન કરી રહ્યું છે કે નહીં તે નક્કી કરે છે. અલબત, આ ચકાસણી ફિટનેસ ટેસ્ટનું માત્ર એક પાસું જ છે. તેમાં બ્રેક ટેસ્ટ, એન્જીન ટેસ્ટ પણ થશે.

    મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યા અનુસાર આ પ્રકારના ટેસ્ટ ઓટોમેટેડ ફિટનેસ સેન્ટરમાં કરવામાં આવશે. આ કેન્દ્રોની સ્થાપના PPP મોડેલ હેઠળ કરવામાં આવશે. એક અંદાજ મુજબ દરેક ફિટનેસ ટેસ્ટ પાછળ ઓછામાં ઓછા રૂ. 30,000-40,000નો ખર્ચ થઈ શકે છે. આ ઉપરાંત વાહન રજિસ્ટ્રેશનને રિન્યૂ કરતી વખતે ગ્રીન સેસ પણ વસૂલવામાં આવશે.

    મારુ વાહન ફિટનેસ ટેસ્ટ પાસ ન કરી શકે તો શું થાય?


    વાહન ફિટનેસ ટેસ્ટ પાસ ન કરે તેવા કિસ્સામાં તમને રિન્યુઅલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મળશે નહીં. જેથી તમે વાહન રોડ પર ચલાવી શકશો નહીં. મોટર વ્હીકલ એકટ મુજબ RC વિના વાહન ચલાવવું ગેરકાયદેસર છે. અહેવાલો અનુસાર, તમે માત્ર ત્રણ વખત જ ફિટનેસ ટેસ્ટ આપી શકશો. ત્યારબાદ તમારું વાહન કોઈપણ રીતે રોડ પર દોડવા યોગ્ય રહેશે નહીં.

    આ પોલિસી ક્યારથી અમલમાં આવશે?


    વડાપ્રધાન મોદીએ પોલિસીને લોન્ચ કરી દીધી છે, પરંતુ આ પોલિસી ગ્રાઉન્ડ લેવલે અમલમાં આવતા હજુ ઘણો સમય લાગશે. હજી સુધી સ્ક્રેપીગ સેન્ટર તૈયાર થયા નથી. ત્યારે ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મિનિસ્ટ્રીના સેક્રેટરી ગિરિધર અરમાને કહે છે કે, 2023થી ભારે કોમર્શિયલ વાહનો નિયમો મુજબ ફિટનેસ લેવલને અનુરૂપ નહીં હોય તો તેને સ્ક્રેપ કરવા જરૂરી છે. જયારે પર્સનલ વાહનો માટે જૂન 2024થી પોલિસી લાગુ કરવાની યોજના બનાવી રહ્યા છીએ.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Vehicle, અમદાવાદ, આરટીઓ, કાર

    આગામી સમાચાર