અમદાવાદ: વરસાદની અસરથી શાકભાજી મોંઘી થઈ, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

News18 Gujarati
Updated: July 10, 2018, 4:47 PM IST
અમદાવાદ: વરસાદની અસરથી શાકભાજી મોંઘી થઈ, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
News18 Gujarati
Updated: July 10, 2018, 4:47 PM IST
દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં થતા સતત વરસાદની અસર અમદાવાદના શાકભાજી માર્કેટ પર પણ જોવા મળી રહી છે. શાકભાજીઓના હબ ગણાતા સુરત, નવસારી, વલસાડ, વાપી અને મહારાષ્ટ્ર તરફથી આવતી શાકભાજીઓમાં રોક લાગતા શાકભાજીના ભાવમાં ઉછાળો થયો છે જે આવનારા દિવસોમાં વધુ વધી શકે છે.

સામાન્ય રીતે વરસાદ આવે એટલે શાકભાજીઓની આવક વધે પરંતુ અમદાવાદની પરિસ્થિતિ વિપરીત થઇ છે. દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં સતત વરસાદના કારણે મહારાષ્ટ્ર તરફથી આવતી શાકભાજીની ટ્રકો ફસાઈ છે. અને અમદાવાદ આવી નથી ત્યારે શાકભાજીની આવકમાં ઘટાડો થતા ભાવ વધારો થયો છે. જેના કારણે અમદાવાદમાં શાકભાજીઓના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. પરિણામે ગૃહિણીઓની હાલત કફોડી થઇ છે. અમદાવાદમાં ગૃહિણી એક સાંધે અને તેર તૂટે તેવી પરિસ્થતિ સર્જાઈ રહી છે ત્યારે મહિલાઓ વધુને વધુ કરકસર કરી રહી છે.

અમદાવાદ ગૃહિણી વૈભવી શાહે જણાવ્યું કે, પહેલા 100 રૂપિયા લઈને આવતા હતા ત્યારે બે કે ત્રણ શાક આવી જતા હતા, અત્યારે એક બે માંડ આવે છે. 200 રૂપિયા લઈને નીકળીએ ત્યારે પણ પૂરું શાક આવતું નથી. હજી ભાવ ઓછા હોવા જોઈએ કે જેથી કરીને મિડલક્લાસની પબ્લિકને પણ બધી સબ્જી ફ્રેશ મળી મળી રહે.

અમદાવાદ એપીએમસી માર્કેટની વાત કરીએ તો.....

- ગવાર      30/35 રૂપિયા કિલો
- પરવર     20/25 રૂપિયા કિલો
- ગિલોડા   30/35 રૂપિયા કિલો
Loading...

- ભીંડા       30/40 રૂપિયા કિલો
- મરચા      20/25 રૂપિયા કિલો
- કોથમીર 12/15 રૂપિયા કિલો
- રીંગણ     5/7 રૂપિયા કિલો
- કારેલા     25/35 રૂપિયા કિલો
- ટામેટા    15/18 રૂપિયા કિલો
- ચોળી     25/30 રૂપિયા કિલો
- દૂધી       10/12 રૂપિયા કિલો
- ગલકા    12/15 રૂપિયા કિલો
- બટાકા 12/15 રૂપિયા કિલો
- ડુંગળી   13/16 રૂપિયા કિલો
- કોબીઝ  8/12 રૂપિયા કિલો

જ્યારે અમદાવાદ ના છૂટક બઝારની વાત કરીએ તો શાકભાજી

- ગવાર        45/50 રૂપિયા કિલો
- પરવર       30/40 રૂપિયા કિલો
- ગિલોડા    50/55 રૂપિયા કિલો
- ભીંડા        50/60 રૂપિયા કિલો
- મરચા       30/35 રૂપિયા કિલો
- કોથમીર  80/100 રૂપિયા કિલો
- રીંગણ     10/13 રૂપિયા કિલો
- કારેલા       25/35 રૂપિયા કિલો
- ટામેટા    40/45 રૂપિયા કિલો
- ચોરી       35/40 રૂપિયા કિલો
- દૂધી        40/45 રૂપિયા કિલો
- ગલકા     25/30 રૂપિયા કિલો
- બટાકા  20/25 રૂપિયા કિલો
- ડુંગળી   20/22 રૂપિયા કિલો
- કોબીઝ  8/12 રૂપિયા કિલો

શાકભાજીઓના ભાવ વિષે જાણીને આપને ઝાટકો લાગ્યો હશે, પરંતુ જો વાત કરવા જઈએ તો શાકભાજી પર સીધી અસર વરસાદની થઇ રહી છે. શાકભાજી ઘર સુધી પહોંચતા પહોંચતા હોલસેલ બાઝાર કરતા 30% ભાવ વધી જાય છે એટલે કે સામાન્ય બટાકાની વાત કરીએ તો તેની કિંમત 25 રૂપિયા અને ડુંગળીની વાત કરીએ તો તેની કિંમત 25 થી 30 થઇ જાય છે. વેપારીઓ પણ માની રહ્યા છે કે બજારમાં વધેલા ભાવ પાછળ વરસાદ જવાબદાર છે. જ્યારે જો આજ પ્રકારે વરસાદ વરસતો રહ્યો અને રોડ ખુલ્યા નહિ તો આવનારા દિવસોમાં હજુ પણ વધુ ભાવ વધારો થઇ શકે છે.

શાકભાજી વિક્રેતા એપીએમસી અહેમદ પટેલે જણાવ્યું કે, છેલ્લા 10-15 દિવસથી રાબેતા મુજબના ભાવ ગૃહિણીના બજેટને પરવડે તેવા ભાવ હતા, પરંતુ 24 કલાક દક્ષિણ ગુજરાત અને અન્ય જગ્યા પર જે વરસાદી માહોલ સર્જાયો છે એના કારણે શાકભાજીની આવકમાં 30 થી 40% ઘટાડો નોંધાયો છે. એટલા માટે 20 થી 30% ભાવ વધારો છે.

રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં ભલે વરસાદ પડતો હોય પરંતુ હજુ પણ રાજ્યના ઘણા જિલ્લાઓ વરસાદ નથી ત્યારે શાકભાજીનું વાવેતર પણ નથી થયું ત્યારે ખરેખર વરસાદના બંને પાસા એક સાથે જોવા મળી રહ્યા છે. એક તરફ વરસાદ વધુ થતા શાકભાજીઓ મોંઘા થયા છે તો બીજી બાજુ વાવેતર ઘટ્યું છે. ત્યારે હવે શાકભાજીને રોજબરોજ આરોગતા સામાન્ય લોકોને મોંઘવારી કેટલી માઠી અસર કરે છે તે દેખવું રહ્યું.

સ્ટોરી - હિમાંશુ વોરા
First published: July 10, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...