Home /News /ahmedabad /

અમદાવાદ: મોર્નિંગ વૉક માટે નીકળેલા યુવાનને પિકઅપ વાહન ચાલકે ઉડાવ્યો, જુઓ વીડિયો

અમદાવાદ: મોર્નિંગ વૉક માટે નીકળેલા યુવાનને પિકઅપ વાહન ચાલકે ઉડાવ્યો, જુઓ વીડિયો

અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ

Ahmedabad Accident CCTV: સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે યુવક રસ્તાના છેડા પર ચાલી રહ્યો છે. આ દરમિયાન પાછળથી આવતા પિકઅપ વાનના ચાલકે તેને અડફેટે લીધી હતો.

    અમદાવાદ: શહેરમાં શુક્રવારે અકસ્માતનો એક બનાવ બન્યો હતો. જેમાં એક પિકઅપ ડાલાના ચાલકે મોર્નિંગ વોક માટે નીકળેલા યુવાનને ઉડાવ્યો હતો. અકસ્માતમાં યુવાનનું મોત થયું છે. આ બનાવ અંગેના સીસીટીવી ફૂટેજ (Vastral accident CCTV footage)તાજેતરમાં સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે કેવી રીતે પિકઅપ ડાલાના ચાલકે યુવાનને અડફેટે લીધો હતો. અકસ્માત બાદ બોલેરોનો ચાલક ફરાર થઈ ગયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે યુવકનું ગંભીર ઈજાને પગલે મૃત્યું થયું હતું.

    વસ્ત્રાલમાં અકસ્માતનો બનાવ


    મળતી માહિતી પ્રમાણે વસ્ત્રાલ ખાતે આ જીવલેણ અકસ્માત (Vastral accident) સર્જાયો હતો. જેમાં મોર્નિંગ વોક માટે નીકળેલા શૈલેષભાઈ પ્રજાપતિ (Shailesh Prajapati)ને એક પિકઅપ વાહનના ચાલકે અડફેટે લીધા હતા. શૈલેષભાઈ ગેલેક્ષી કોરલ સોસાયટી ખાતે રહેતા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે શૈલેષભાઈને ગંભીર ઈજા પહોંચી હતી અને તેમનું મૃત્યું થયું હતું. આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે.




    ચાલકે બેફામ ઝડપે વાહન હંકારી સર્જ્યો અકસ્માત


    આ અંગે જ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેના પરથી બનાવ સવારે 6:10 વાગ્યે બન્યાનું જાણવા મળે છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે યુવક રસ્તાના છેડા પર ચાલી રહ્યો છે. આ દરમિયાન પાછળથી આવતા પિકઅપ વાનના ચાલકે તેને અડફેટે લીધી હતો. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બોલેરો વાનની ઝડપ ખૂબ વધારે છે. ઉપરાંત રસ્તા પર ટ્રાફિક પણ નથી. એટલું જ નહીં, સામેથી પણ કોઈ વાહન આવતું હોવાનું જણાતું નથી. એટલે કે વાહન ચાલકે બેદરકારી દાખવીને વાહન ચાલતા યુવકને જીવ ગુમાવ્યો હતો.

    ગુજરાતના અન્ય અપડેટ્સ:


    વીમાની રકમ મેળવવા પરિવારે અજમાવી એવી યુક્તિ કે ભલભલા માથું ખંજવાળે!


    રાજકોટના એક પરિવારે વીમા કંપની પાસેથી વાહનોનો વીમો પકવવા માટે ગજબની ટ્રીક વાપરી હતી. પરિવારના દાવા પરથી એવું જ લાગે કે ખરેખર પરિવારના પાંચ સભ્યોને એક જ દિવસે અકસ્માત નડ્યો હતો. પરંતુ આ સમગ્ર મામલે તપાસ કરતાં જાણવા મળ્યું છે કે, વીમાને ક્લેમ કરવા માટે આ પ્રકારની ઘટનાઓ માટે પ્લાન કરવામાં આવ્યો હતો. રાજકોટના 40 વર્ષીય એક વ્યક્તિ અને તેના પરિવારના ચાર સભ્યોએ જણાવ્યું કે, અલગ અલગ જગ્યાએ તેઓ દુર્ઘટનાના શિકાર થયા હતા. તેઓ અલગ અલગ જગ્યાએ કાર ચલાવી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, આ તમામ અકસ્માતો ગત વર્ષે એક જ દિવસે 31 ડિસેમ્બરના રોજ થઈ હતી. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)

    અમદાવાદમાં ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ સાથે મારામારી


    ટ્રાફિક નિયમનની કામગીરી દરમિયાન પોલીસ અને પ્રજા વચ્ચે માથાકૂટના અનેક બનાવો બનતા રહે છે. ખાસ કરીને મોટા શહેરોમાં આવા બનાવો વધારે બનતા હોય છે. આવો વધુ એક બનાવ અમદાવાદ શહેરના વાસણા (Vasna) વિસ્તારમાં બન્યો છે. જેમાં પોલીસ કોન્સ્ટેબલને ટ્રાફિક નિયમન કરાવવું ભારે પડ્યું છે. ઇકો કાર ચાલકે ટ્રાફિક પોલીસ સાથે ગેરવર્તણૂક કરીને માર માર્યો (Car driver thrashed traffic police) હતો. આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે આ સમગ્ર ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ સાથે મારામારીના બનાવો આ પહેલા પણ સામે આવી ચૂક્યા છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन