Home /News /ahmedabad /અમદાવાદઃ વસ્ત્રાલ Hit and Run મામલે ચોંકાવનારો ખુલાસો, પત્નીએ જ રૂ.10 લાખની સોપારી આપીને કરાવી પતિની હત્યા
અમદાવાદઃ વસ્ત્રાલ Hit and Run મામલે ચોંકાવનારો ખુલાસો, પત્નીએ જ રૂ.10 લાખની સોપારી આપીને કરાવી પતિની હત્યા
વસ્ત્રાલ હીટ એન્ડ રન કેસ
vastral hit and run case: મરનારની પત્ની (wife) અને તેના પ્રેમીએ (boyfriend) ભેગા મળી 10 લાખ રૂપિયાની સોપારી આપી હતી. હાલ 2 આરોપીઓની ધરપકડ કરી લેવામા આવી છે ત્યારે અન્ય આરોપીઓ ફરાર છે.
અમદાવાદઃ અમદાવાદના (Ahmedabad) વસ્ત્રાલમાં થયેલ હિટ એન્ડ રન (vastra hit and run) મામલે નવો ખુલાસો સામે આવ્યો છે. હિટ એન્ડ રનમાં નહિ પરંતુ મરનારનું સોપારી આપી હત્યા કરી દેવામાં આવી હતી. મરનારની પત્ની (wife) અને તેના પ્રેમીએ (boyfriend) ભેગા મળી 10 લાખ રૂપિયાની સોપારી આપી હતી. હાલ 2 આરોપીઓની ધરપકડ કરી લેવામા આવી છે ત્યારે અન્ય આરોપીઓ ફરાર છે.
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં 24 જૂન ના દિવસે હિટ એન્ડ રનનો બનાવ બનેલ અને જેના સીસીટીવી સામે આવ્યા હતા. અને જેમાં શૈલેષ પ્રજાપતિ નામના વ્યક્તિની મોત થયું હતું. જોકે પેહલા ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો દાખલ કરેલ અને તપાસ કરી હતી.
સીસીટીવી જોતા આ મામલો શંકાસ્પદ લાગેલ જેથી તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરતા જેમાં સામે આવ્યું કે શૈલેષ ભાઈ ની હત્યા કરવામાં આવી હતી અને જે હત્યા માટે બીજો કોઈ નહિ પણ તેની પત્ની શારદા પ્રજાપતિ અને તેના પ્રેમીએ નીતિન પ્રજાપતિએ 10 લાખમાં સોપારી આપી હતી.
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે મરનારની પત્ની શારદા અને નીતિનના છેલ્લા ઘણા વર્ષ થી પ્રેમ સંબંધ હતા અને જે વાત ની જાણ 2 વર્ષ પેહલા મરનાર ને થઈ હતી અને જે બાબતે બન્ને વચ્ચે અવારનવાર બબાલ થતી હતી.
બન્ને એક બીજાને મળી શકતા નહતા અને એક બીજા વગર રહી પણ નહતા સકતા જેથી 8 મહિના પેહલા પણ પ્રયાસ કરેલ પણ સફળ થઈ શક્યા ન હતા જેથી અકસ્માત કરી ને હત્યા કરી દેવાનુ પ્લાન બનાવી ને ગોમતીપુર ના યશીન કાનીયાને 10 લાખ માં સોપારી આપી ને 24 જૂન ના રોજ હત્યા કરાવી દીધેલ.
મહત્વની વાત યે છે કે મરનાર અને આરોપી નીતિન એકજ ગામ ના છે અને મરનારે આરોપી નીતિન ને પોતાના ધંધા માં ભાગીદાર બનાવેલ..હાલ 2 આરોપીઓ ની ધરપકડ કરી છે ત્યારે યાસીન અને અન્ય આરોપીઓ ની તપાસ હાથ ધરી છે.