Home /News /ahmedabad /EXCLUSIVE : ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી ઓછા દિવસમાં શૂટ થયેલી અલગ જ સબ્જેકટ સાથે બનેલી ફિલ્મ છે વશ
EXCLUSIVE : ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી ઓછા દિવસમાં શૂટ થયેલી અલગ જ સબ્જેકટ સાથે બનેલી ફિલ્મ છે વશ
જાનકી બોડીવાલા
'તમને જાણીને નવાઈને લાગશે કે હું જયારે કેરેકટરને સાંભળુ ત્યારે એ પ્રકારની બોડી લેંગ્વેજ ઓટોમેટિક જ થઈ જાય છે કોઈપણ વ્યક્તિને નેચરલ લુક જ લાગે મારા કેરેક્ટર માટે મારો ફિઝિકલ દેખાવ પણ એવો જ થવા લાગે છે. '
અમદાવાદ: વર્ષ 2023ની ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ પ્રકારના કોન્સેપ્ટ સાથે પહેલી એવી ગુજરાતી ફિલ્મ જોવા મળશે જે એક સાઈકોલોજીકલ થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મમાં નિર્દેશક કૃષ્ણદેવ યાજ્ઞિક, જાનકી બોડીવાલા, હિતેન કુમાર, હિતુ કનોડિયા અને નિલમ પંચાલ જોવા મળશે ફિલ્મને ટાઈટલ આપવામાં આવ્યું છે વશ, જે પરથી સમજી શકાય તેમ છે કે આ ફિલ્મ વશીકરણ ઉપર લખવામાં આવી છે. ફિલ્મનાં 2.02 મિનિટનું ટ્રેલર હચમચાવી દે તેવું છે. ફિલ્મનાં ટ્રેલરના શરુઆતમાં જ હિતેન કુમારની એન્ટ્રી થાય છે. જેમનો લુક કહી દે છે કે તેમનું કેરેક્ટર ફિલ્મમાં વિલનનું હશે. સુખી અને સંપન્ન પરિવારમાં માતા પિતા અને દીકરીનું જીવન કેવી રીતે વશીકરણને કારણે બદતર બની જાય છે એ વિશે ફિલ્મ રજુ કરવામાં આવી છે. ફિલ્મમાં જાનકી બોડીવાલા આર્યા નામની યુવતીનું પાત્ર ભજવે છે. જ્યારે માતા પિતાની ભુમિકામાં હિતુ કનોડિયા અને નિલમ પંચાલ નિભાવે છે. તમામ કેરકેટર આ ફિલ્મના પાત્રોમાં ઓતપ્રોત જોવા મળી રહ્યા છે.
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી અનોખી અને નવા જ કોન્સેપ્ટ અંગે ન્યુઝ18 ગુજરાતીએ ફિલ્મના લેખક અને નિર્દેશન કૃષ્ણદેવ યાજ્ઞિક અને હિતુ કનોડિયાનો સંપર્ક કર્યો હતો
સવાલ - શું આ ફિલ્મ સત્ય જીવન પર આધારિત છે. શું વશીકરણનો કિસ્સો આવો કોઈ બન્યો છે. જેના વિશે આપને જાણ થઈ હોય.
કૃષ્ણદેવ યાજ્ઞિકનો જવાબ - ના એવું કાંઈ નથી આ ફિલ્મ વાસ્તવમાં મારા વિચારોથી લખી છે. ફિલ્મમાં તમામ પાત્રો પણ કાલ્પનિક છે. વશીકરણના વિષય પર ફિલ્મ બનાવવાનો વિચાર મારો પોતાનો હતો હું સ્ક્રિપ્ટ લખવા બેઠો ત્યારે મારા મનમાં વિચારો આવતાં ગયા અને સ્ક્રિપટ પુરી થઈ ગઈ જેની મને ખબર પણ ના રહી.વાસ્તવમાં આ આખોય કોન્સેપ્ટ ઘણો જુનો હતો લગભગ માની લો કે સાડા ત્રણ વર્ષ જુનો છે. લોકડાઉન દરમિયાન મેં આખી ફિલ્મ લખી અને ત્યારબાદ ફાઈનલ ડ્રાફટ માટે મને 6 મહિના લાગી ગયા.
સવાલ - ફિલ્મ કયાં અને ક્યારે શૂટ કરવામાં આવી હતી, શૂટ માટે કેટલાં દિવસ લાગ્યા
ક્રિશ્નદેવ યાજ્ઞિકનો જવાબ - આ ફિલ્મ અમદાવાદથી 56 કિલોમીટર દૂર નળસરોવરનાં એક ફાર્મ હાઉસમાં શુટ કરવામાં આવી છે. આ ફિલ્મ 3 મહિના પહેલાં શૂટ કરવામાં આવી છે. જેને પુરા થતાં 35 દિવસ થયા શૂટિંગ પત્યા બાદ ફિલ્મનું એડિટ પણ પુર્ણ થયુ છે અને હવે ટ્રેલર હવે લોન્ચ કર્યુ છે. અમે રિલિઝ ડેટ 17 ફેબ્રુઆરી નક્કી કરી છે. હું તમને સૌથી રસપ્રદ વાત એ કહું કે ફિલ્મ લખતી વખતે જ ફિલ્મનાં તમામ પાત્રો મારા દિમાગમાં હતા એટલે મારે આર્યાનું કેરેક્ટર લખવું હતું તેની સિક્વન્સ લખવી હતી તો મારા દિમાગમાં જાનકી બોડીવાલાનું આ પાત્ર માટેનો રોલ ફિક્સ હતો એ રીતે હિતુ કનોડિયા હિતેન કુમાર અને નિલમ પંચાલ ફિક્સ હતા. ખાલી મારી ટીમે એક ઓડિશન લેવું પડયું અને એ આર્યાના નાના ભાઈ એટલે કે જાનકી બોડીવાલાના ભાઈના કેરેક્ટર માટે હતું. આમ તો ઓડિશન નહોતું અમે ત્રણથી ચાર બાળકો જ બસ મળ્યા હતા અને ત્યારબાદ એ કેરેક્ટરમાં ફીટ બેસે એવો બાળક મળી ગયો..
સવાલ ક્રિશ્નદેવ આ ફિલ્મ બ્લોક બસ્ટર કહી શકાય ?
ક્રિશ્નદેવ યાજ્ઞિકનો જવાબ - વર્ષ 2023ની આ એવી પહેલી ફિલ્મ છે જે ગુજરાતી ભાષામાં સિવાય બોલિવડુમાં પણ બની નથી. વશીકરણ પર ફિલ્મ બનાવવી તે વિશે અત્યાર સુધી કોઈને વિચાર નહીં આવ્યો એટલે આ ફિલ્મને જોવા માટે લોકો ખરેખર આવશે કારણ કે વશીકરણ થયા બાદ શું થાય છે એ ટ્રેલરમાં છે કેવી રીતે આર્યા એટલે કે જાનકી બોડીવાલા વશીકરણમાંથી છુટશે એ જોવા માટે ફિલ્મ જોવી પડશે..
સવાલ -આગામી સમયમાં શું પ્લાનિંગ છે
જવાબ- હસીને.... આ ફિલ્મ હિટની સકસેસ પાર્ટી એન્જોય કરવાની સાથે મારી કોમેડી ફિલ્મ ડેની જીગર ડિક્લેર કરવાનું પ્લાનિંગ છે. પાર્ટીમાં તમે ચોક્સસ આવશો પરંતુ ડેની જિગર કોમેડી ફિલ્મ વિશે હું EXCLUSIVE વાત અત્યારે તમારી સાથે જ શેર કરી રહ્યો છું. ફિલ્મમાં યશ સોની છે અને આ ફિલ્મ જોવાની ફેમિલીને મજા આવશે. ફિલ્મનું શુટ પુરુ થઈ ગયું છે અને બીજી ફિલ્મનું શૂટ ચાલી રહ્યું છે તેનું ટાઈટલ હજી નક્કી નથી. હજુ વિચાર કરીએ છીએ કે ટાઈટલ હોવું જોઈએ. આપણે મળીએ ત્યારે ચર્ચા કરીશ આપ પણ સજેશન આપજો કંઈક હટકે યુનિક આઈડિયા મળી શકે.
ક્રિષ્નાદેવ યાજ્ઞિક સાથે વાત કર્યા બાદ ફિલ્મમાં પિતાનો રોલ નિભાવનાર હિતુ કનોડિયા સાથે ન્યુઝ18 ગુજરાતીએ વાતચીત કરી હતી..ન્યુઝ18 વેબસાઈટ માટે વાતચીત કરતાં હિતુ કનોડિયાએ જણાવ્યું કે
સવાલ - હિતુ કનોડિયા ઘણાં સમય પછી એક પછી એક ધમાકેદાર ફિલ્મો જોવા મળી રહી છે અને એમાં તમારો રોલ ચોક્કસથી જોવા મળે છે. રાજકારણની દુનિયા બાદ કેવું લાગે છે.
જવાબ- એન્ટરટેઈનમેન્ટની દુનિયાનો એક ઉસુલ છે કે જ્યારે રોલ કેમેરા થાવ ત્યારે તમારે પાત્રમાં જીવ રેડીને કામ કરવું પડે મારી સાથે પણ એવું જ છે. જે દુનિયામાં હોઉં એ દુનિયા જીવી લઉ.
હિતુભાઈ આ રોલ નિભાવવા કોઈ એકસ્ટ્રા એફોર્ડ કરવા પડયા હતા
જવાબ - તમને જાણીને નવાઈને લાગશે કે હું જયારે કેરેકટરને સાંભળુ ત્યારે એ પ્રકારની બોડી લેંગ્વેજ ઓટોમેટિક જ થઈ જાય છે કોઈપણ વ્યક્તિને નેચરલ લુક જ લાગે મારા કેરેક્ટર માટે મારો ફિઝિકલ દેખાવ પણ એવો જ થવા લાગે છે. આ કેરેકટર માટે મે જનરલી નોર્મલ વર્ક આઉટ કર્યુ હતુ જે હું કરું છું આ સિવાય હું એક રસપ્રદ વાત કહીં અમે આ ફિલ્મ શુટ કરવા માટે આખી આખી રાત જાગ્યા હતા એ પણ નળ સરોવર પાસે એક રિસોર્ટ હતું એ જગ્યા પર.. એવામાં આર્ટિફિશિયલ વરસાદમાં પલડવાનું થયું. અમે જે જગ્યા પર હતી એ ઓલરેલી કુલ પ્લેસ હતી અને એમાં ઠંડા પાણીમાં શૂટ કરવાની ચેલેન્જ બહુ મોટી હતી.
તમારા રોલ માટેનું શૂટ કેટલાં દિવસમાં પુર્ણ થયું?
જવાબ - દીપિકા આ સવાલ યાદગાર જિંદગીભર રહેશે તમને ખબર છે હું ફિલ્મનાં શૂટ દરમિયાન હોસ્પિટલમા દાખલ પણ થયો મને ડેન્ગયુ થઈ ગયેલો અને કોઈની મદદ વગર ઉભો પણ નહોતો થઈ શકતો 10 દિવસ બેડ રેસ્ટ અને હોસ્પિટલમાં જ હતો હોસ્પિટલમાં રજા મળતાં જ ફરીથી શૂટ માટે બીજા દિવસે જ હાજર થઈ ગયેલો. આ ફિલ્મ એટલી ડિફિકલ્ટ હતી કે તેમાં હાઈ ઈમોશનલ સિકવન્સ શૂટ કરવાની હતી. મારા ફેસ પર મારે બિમારમાંથી રિકવરી નહોતી દેખાવા દેવાની. સિકવન્સ શૂટ માટે ડિરેક્ટરની એક એક પળ મહત્વની હતી અને એ પ્રકારનું કામ થયું આ માટે ક્રિશ્નાદેવ યાજ્ઞિકને સેલ્યુટ છે તેમણે ફિલ્મનું ડિરેક્શન જોરદાર કર્યુ હતી અને ખાસ તો ફિલ્મની ડીઓપી, કેમેરા વર્ક એટલું જબરદસ્ત છે કે ફિલ્મ જોવાની દરેકને મજા આવશે, દીપિકા, મારી ઈચ્છા છે કે તમે પણ પરિવારને આ ફિલ્મ જોવા માટે કહેશો.