LIVE: પીએમ મોદીનો રોડ શો જોવા માટે ભારે ભીડ ઉમટી, પીએમ સંબોધન કર્યા વિના મંચ પરથી નીચે ઉતરી ગયા

H
Updated: January 1, 1970, 5:30 AM IST
LIVE: પીએમ મોદીનો રોડ શો જોવા માટે ભારે ભીડ ઉમટી, પીએમ સંબોધન કર્યા વિના મંચ પરથી નીચે ઉતરી ગયા
ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાના મતદાન માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાની પુરી તાકાત લગાવી છે. વડાપ્રધાન જાતે ત્રણ દિવસોથી વારાણસીમાં છે. સોમવારે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર માટે જનતા વચ્ચે પહોંચ્યા હતા. ગઢવાઘાટ ખાતે સાઉન્ડ સિસ્ટમમાં ખરાબી થતાં તેઓ જનસભાને સંબોધ્યા વિના જ મંચ પરથી નીચે ઉતરી ગયા હતા. જોકે બાદમાં તેઓએ જનતાનું અભિવાદન કર્યું હતું.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
વારાણસી #ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાના મતદાન માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાની પુરી તાકાત લગાવી છે. વડાપ્રધાન જાતે ત્રણ દિવસોથી વારાણસીમાં છે. સોમવારે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર માટે જનતા વચ્ચે પહોંચ્યા હતા. ગઢવાઘાટ ખાતે સાઉન્ડ સિસ્ટમમાં ખરાબી થતાં તેઓ જનસભાને સંબોધ્યા વિના જ મંચ પરથી નીચે ઉતરી ગયા હતા. જોકે બાદમાં તેઓએ જનતાનું અભિવાદન કર્યું હતું. પીએમના રોડ શોમાં ભારે ભીડ ઉમટી છે. સાતમા અને અંતિમ તબક્કાના મતદાનને લઇને પીએમ વડાપ્રધાન નરેન્દ્રએ મોદી છેલ્લા ત્રણ દિવસથી વારાણસીમાં કેમ્પ લગાવ્યો છે. આજે તેઓ અહીંના યાદવોના મઠ કહેવાતા ગઢવાઘાટ આશ્રમ આવ્યા હતા. જ્યાં એમણે ગાયોને ચારો નાંખ્યો હતો. અહીં પીએમનું રૂદ્રાક્ષની માળાથી સ્વાગત કરાયું હતું. વડાપ્રધાન ગઢવાઘાટ આશ્રમના મંચથી સંબોધિત કરવાના હતા પરંતુ સાઉન્ડ સિસ્ટમમાં શોર્ટ સર્કિટ થતાં તેઓ કંઇ પણ બોલ્યા વિના ત્યાંથી નીચે ઉતરી ગયા હતા. રાજકીય રીતે આ છેલ્લા તબક્કાનું મતદાન ઘણું મહત્વ માનવામાં આવી રહ્યું છે. પીએમની સંસદીય બેઠક વારાણસી સહિત સાત જિલ્લામાં 40 વિધાનસભા બેઠક વિસ્તારમાં સોમવારે સાંજે ચૂંટણી પ્રચાર થંભી જશે. એવામાં આ તબક્કાના મતદાન માટે મતદારોને રીઝવવા માટે તમામ પક્ષો પોતાની તાકાતો અજવામી રહ્યા છે. બુધવારે ગાજીપુર, વારાણસી, ચંદોલી, મિરઝાપુર, ભદોહી, સોનભદ્ર અને જોનપુરમાં આઠ માર્ચે મતદાન થશે. જ્યારે 11મીએ મત ગણતરી થશે. વારાણસી ખાતે રોડ શો દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના નિવાસ સ્થાને ગયા હતા.
First published: March 6, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर