યૂપી વિધાનસભા ચૂંટણી LIVE: આજે છેલ્લા તબક્કાનું 40 બેઠકો માટે મતદાન

H
Updated: January 1, 1970, 5:30 AM IST
યૂપી વિધાનસભા ચૂંટણી LIVE: આજે છેલ્લા તબક્કાનું 40 બેઠકો માટે મતદાન
ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી જંગમાં આજે છેલ્લા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. સાત જિલ્લાની 40 બેઠકો પર સવારે વાગ્યાથી મતદાન શરૂ થયું છે. આ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસી, કેન્દ્રિય મંત્રી મનોજ સિંહાના ગાજીપુર જિલ્લો અને કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથસિંહના ચંદોલી સહિત સાત જિલ્લામાં મતદાન થઇ રહ્યું છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
નવી દિલ્હી #ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી જંગમાં આજે છેલ્લા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. સાત જિલ્લાની 40 બેઠકો પર સવારે વાગ્યાથી મતદાન શરૂ થયું છે. આ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસી, કેન્દ્રિય મંત્રી મનોજ સિંહાના ગાજીપુર જિલ્લો અને કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથસિંહના ચંદોલી સહિત સાત જિલ્લામાં મતદાન થઇ રહ્યું છે. ચૂંટણી પંચે નક્સલ પ્રભાવિત ત્રણ બેઠકો પર મતદાન માટે એક કલાકનો ઓછો સમય રાખ્યો છે. ત્યાં સવારે સાત વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી જ મતદાન થશે. સાત જિલ્લા પૈકી જોનપુરની નવ, ગાજીપુરની સાત, ચંદોલીની પાંચ, વારાણસીની સાત, ભદોહીની ત્રણ, મિરજાપુરની પાંચ અને સોનભદ્રની ચાર મળી 40 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. સાતમા અને આખરી તબક્કામાં આજે 1,41,88,233 મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને 535 ઉમેદવારોના ભાવીનો ફેંસલો કરશે.
First published: March 8, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर