"ભારત-પાકિસ્તાનની મેચ રમાશે તો હું આપઘાત કરીશ", ચિંમકી આપનાર કોણ અને શા માટે આપી જાણો

VINOD LEUVA | News18 Gujarati
Updated: June 4, 2017, 2:21 PM IST
બોર્ડર પર પાકિસ્તાનની અવળચંડાઇથી ભારતના જવાનો શહીદ થઇ રહ્યા છે ત્યારે બીસીસીઆઇ પાકિસ્તાન સાથે મેચ યોજે છે, શહીદોના પરિવારો પણ પાકિસ્તાન સાથે મેચ ન યોજવી જોઇએ તેવી ઇચ્છા વ્યક્ત કરી ચુક્યા છે. પાકિસ્તાન સાથે મેચ યોજીને ભારતને ફાયદો શું. ત્યારે આ મેચનો વિરોધ કરી જો આ મેચ યોજાશે તો તેના શરૂ થયાના દશ જ મીનિટમાં આપઘાત કરવાની એક યુવકે ચિમકી ઉચ્ચારી છે અને તેનું તંત્રને લેખિત પણ આપ્યું છે. વિડિયોમાં યુવકે પોતાનું નામ વનરાજ ખાચર હોવાનું જણાવે છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: June 4, 2017, 2:21 PM IST
બોર્ડર પર પાકિસ્તાનની અવળચંડાઇથી ભારતના જવાનો શહીદ થઇ રહ્યા છે ત્યારે બીસીસીઆઇ પાકિસ્તાન સાથે મેચ યોજે છે, શહીદોના પરિવારો પણ પાકિસ્તાન સાથે મેચ ન યોજવી જોઇએ તેવી ઇચ્છા વ્યક્ત કરી ચુક્યા છે. પાકિસ્તાન સાથે મેચ યોજીને ભારતને ફાયદો શું. ત્યારે આ મેચનો વિરોધ કરી જો આ મેચ યોજાશે તો તેના શરૂ થયાના દશ જ મીનિટમાં આપઘાત કરવાની એક યુવકે ચિમકી ઉચ્ચારી છે અને તેનું તંત્રને લેખિત પણ આપ્યું છે. વિડિયોમાં યુવકે પોતાનું નામ વનરાજ ખાચર હોવાનું જણાવે છે. વનરાજે વિડિયોમાં આક્રોશ વ્યક્ત કરતા કહ્યુ હતુ કે આ દેશ કોઇની જાગીર નથી કે જે ઇચ્છે તે કરો.શહીદ જવાનોનું તો થોડુક વિચારો. આઇપીએલ વખતે પણ બે જવાન શહીદ થયા હતા પરંતુ આપણે તેના જનુનમાં બે મિનિટનું શહીદો માટે મૌન પણ ન પાડી શક્યા.
ભારત-પાકિસ્તાન વચ્ચે આજે આઇસીસી ચેમ્પિયન ટ્રોફીનો મહામુકાબલો છે. લંડનના બર્મિગહામમાં આ મુકાબલો છે. આજે ત્રણ કલાકે મેચ શરૂ થવાની છે. આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે તો આટકોટના વનરાજ ખાચર નામના વ્યક્તિએ જસદણ પ્રાંત કચેરીએ જઈ આત્મવિલોપનની ચિંમકી આપી છે.જસદણ પ્રાંત અધિકારીને આત્મવિલોપનની ચીમકીનો પત્ર લખ્યો છે.
First published: June 4, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर