Home /News /ahmedabad /Vande Bharat Train: વંદે ભારત ટ્રેનના અકસ્માત મામલે RPFએ ભેંસ માલિક સામે ગુનોં નોંધી કાર્યવાહી હાથ ધરી

Vande Bharat Train: વંદે ભારત ટ્રેનના અકસ્માત મામલે RPFએ ભેંસ માલિક સામે ગુનોં નોંધી કાર્યવાહી હાથ ધરી

વંદે ભારત ટ્રેન સાથે ભેંસ અથડાતા ભેંસના માલિક સામે ગુનો નોંધવામાં આવ્યો.

Vande Bharat Train: ગાંધીનગર કેપિટલથી મુંબઈ સેન્ટ્રલ જતી વંદે ભારત એક્સપ્રેસના ટ્રેક પર ભેંસ આવી જતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે RPFએ આ મામલે ભેંસ માલિક સામે ફરિયાદ દાખલ કરી છે અને કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદઃ શહેરના રસ્તાઓ પર તો રખડતા ઢોરોનો આતંક છે જ હવે ટ્રેનને પણ ઢોર નડવા લાગ્યાં છે. ઘણીવાર એવું પણ બને છે કે ઢોરોને કારણે નિર્દોષ વ્યક્તિને જીવ ગુમાવવો પડે છે. તેમ છતાં હજુ કોઈ દાખલો બેસાડી શકાય તેવી કાર્યવાહી કરવામાં આવી નથી. તો સવારે વંદે ભારત ટ્રેનને આડે ભેંસ આવતા અકસ્માત સર્જાયો હતો. પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ત્યારે પોલીસે આ મામલે ભેંસના માલિક સામે ફરિયાદ નોંધી છે.

સવારે અકસ્માત સર્જાયો હતો


ગાંધીનગર કેપિટલથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસને સવારે 11.15 વાગ્યાની આસપાસ અકસ્માત નડ્યો હતો. ટ્રેન વટવાથી મણિનગરના ટ્રેક પર ભેંસ આવી જતા એન્જિન સાથે અથડાઈ હતી અને તેમાં એન્જિનના આગળના ભાગે નુકસાન થયું હતું. જો કે, આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટનાની જાણ થતા જ રેલવે અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને નુકસાન થયેલા ભાગને તાત્કાલિક સમારકામ કરી ટ્રેનને રવાના કરી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને નડ્યો અકસ્માત

આરપીએફે ગુનો દાખલ કર્યો


આ મામલે ગંભીરતા દાખવી રેલવે સુરક્ષા દળ દ્વારા ભેંસના માલિક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ આ મામલે આરપીએફે વધુ કાર્યવાહી હાથ ધરી છે. કેટલાંક દિવસ પહેલાં નરોડામાં ઢોર રસ્તામાં વચ્ચે આવી જતા એક યુવકનું મોત નીપજ્યું હતું. ત્યારે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. તે છતાં હજુ સુધી રખડતા ઢોરોનો ત્રાસ ઓછો થયો નથી.


ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ


આધુનિક ટેક્નિકની વાત કરીએ તો આ ટ્રેનમાં વધુ સારા ટ્રેન નિયંત્રણ વ્યવસ્થાપન માટે લેવલ-II સેફ્ટી ઇન્ટિગ્રેશન સર્ટિફિકેશન, કોચની બહાર રિયર વ્યૂ કેમેરા સહિત 4 પ્લેટફોર્મ સાઇડ કેમેરા, તમામ કોચમાં એસ્પિરેશન આધારિત ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ અને ઇલેક્ટ્રિકલ ક્યૂબિકલ્સ તેમજ શૌચાલયોમાં એરોસોલ આધારિત ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેસ સિસ્ટમ જેવા બહેતર અગ્નિશામક સુરક્ષા ઉપાયો કરવામાં આવ્યા છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Indian railways, Railway police, RPF, Vande Bharat Express

विज्ञापन
विज्ञापन