Home /News /ahmedabad /Vande Bharat Express: અમદાવાદથી મુંબઈ છ કલાકમાં પહોંચાડશે વંદે ભારત એક્સપ્રેસ, આજથી થશે ટ્રાયલ

Vande Bharat Express: અમદાવાદથી મુંબઈ છ કલાકમાં પહોંચાડશે વંદે ભારત એક્સપ્રેસ, આજથી થશે ટ્રાયલ

વંદે ભારત એક્સપ્રેસ

Vande Bharat Express Trial: આ ટ્રેનના દરવાજા મેટ્રોની જેમ ઓટોમેટિક હોય છે, તેવી જ રીતે બંને તરફ એન્જિન છે. ટ્રેક પર તેમની દોડવાની સ્પીડ 200 કિમી/કલાક છે, પરંતુ ભારતના ટ્રેકની ક્ષમતાને ધ્યાનમાં રાખીને તેમની સ્પીડ 130 કિમી પ્રતિ કલાક રાખવામાં આવી છે.

વધુ જુઓ ...
    અમદાવાદ: અમદાવાદની સાથે સાથે રાજ્યભરના લોકો માટે આનંદના સમાચાર છે. આજથી અમદાવાદ મુંબઈ વચ્ચે દોડનારી વંદે ભારત ટ્રેનની ટ્રાયલ શરૂ થશે. એટલું જ નહીં, આ ટ્રેન ટૂંક સમયમાં અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડતી પણ થશે. ઉલ્લેખનીય છે કે વંદે ભારત ટ્રેન માટે 130 કિલોમીટર પ્રતિ કલાકની ટ્રાયલ લેવામાં આવશે. આ ટ્રેનનું અમાદવાદ અને મુંબઈનું ભાડું 3500 રૂપિયા હશે તેવો અંદાજ છે.

    મેટ્રો ટ્રેન જેવી છે આ ટ્રેન


    આ ટ્રેનના દરવાજા મેટ્રોની જેમ ઓટોમેટિક હોય છે, તેવી જ રીતે બંને તરફ એન્જિન છે. ટ્રેક પર તેમની દોડવાની સ્પીડ 200 કિમી/કલાક છે, પરંતુ ભારતના ટ્રેકની ક્ષમતાને ધ્યાનમાં રાખીને તેમની સ્પીડ 130 કિમી પ્રતિ કલાક રાખવામાં આવી છે.

    અલગ પ્રકારની ડિઝાઈન


    હાલમાં આ ટ્રેનના ડબ્બાનું નિર્માણ ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી, ચેન્નાઈ, મોર્ડન કોચ ફેક્ટરી, રાયબરેલી અને રેલ કોચ ફેક્ટરી, કપૂરથલા ખાતે થઈ રહ્યું છે. તેની આગળ અને પાછળના ભાગ એરોડાયનેમિક ડિઝાઈન મુજબના છે, જેથી તે તીવ્ર સ્પીડ દરમિયાન હવાના પ્રતિકારનો સામનો કરી શકે.

    નવરાત્રિમાં ટ્રેન દોડથી થાય તેવી શક્યતા


    દેશની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ નવરાત્રિ દરમિયાન અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડતી થાય તેવી શક્યતા છે. ચેન્નઈ ખાતે તૈયાર થયેલી 16 ડબ્બાની ટ્રેન ગુરુવારે અમદાવાદ શહેરમાં આવી પહોંચી છે. એવી માહિતી મળી છે કે વંદે ભારત એક્સપ્રેસ અઠવાડિયામાં છ દિવસ દોડશે.




    ટ્રેન વિશેની અન્ય વિગતો:


    ● વંદે ભારત એક્સપ્રેસ અમદાવાદથી સવારે 7.25 વાગે ઉપડી બપોરે 13.30 વાગે મુંબઈ પહોંચશે.
    ● મુંબઇથી ટ્રેન બપોરે 14.40 વાગે ઉપડશે અને રાત્રે 21.05 વાગ્યે અમદાવાદ પહોંચશે.
    ● વંદે ભારત એક્સપ્રેસને સુરત ખાતે કોમર્શિયલ સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
    ● હાલ વારાણસી-નવી દિલ્હી અને દિલ્હી-કટરા વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ દોડે છે.
    ● અમદાવાદથી મુંબઈ પહોંચતા આ ટ્રેનને છ કલાક લાગશે.
    ● ટ્રેનમાં મહત્તમ 1128 પેસેન્જર મુસાફરી કરી શકશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Vande Bharat Express, અમદાવાદ, આઇઆરસીટીસી, ટ્રેન, મુંબઇ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन