Home /News /ahmedabad /Breaking News: સતત બીજા દિવસે વંદે ભારત એક્સપ્રેસનો અકસ્માત, આણંદ-બોરીયાવી વચ્ચે ગાય અથડાઈ

Breaking News: સતત બીજા દિવસે વંદે ભારત એક્સપ્રેસનો અકસ્માત, આણંદ-બોરીયાવી વચ્ચે ગાય અથડાઈ

વંદે ભારત એક્સપ્રેસનો સતત બીજા દિવસે અકસ્માત થયો છે.

Vande Bharat Train Accident: સતત બીજા દિવસે વંદે ભારત એક્સપ્રેસને અકસ્માત નડ્યો છે. ગાંધીનગર કેપિટલથી મુંબઈ સેન્ટ્રલ તરફ જતી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો. આણંદ અને બોરીયાવી કણજરી વચ્ચે ટ્રેક પર ગાય આવી જતા અકસ્માત સર્જાયો છે.

    અમદાવાદઃ સતત બીજા દિવસે વંદે ભારત એક્સપ્રેસને અકસ્માત નડ્યો છે. આણંદ પાસે ગાય અથડાતા અકસ્માત સર્જાયો છે. ટ્રેન અથડાતા મામૂલી નુકસાન થયું છે. વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ તરફ જતી હતી ત્યારે બોરીયાવી કણજરી રેલવે સ્ટેશન અને આણંદ રેલવે સ્ટેશન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રેનના ટ્રેક પર અચાનક જ ગાય આવી જતા ટ્રેન અથડાઈ હતી. જો કે, આ ઘટનામાં ટ્રેનને મામૂલી નુકસાન પહોંચ્યું છે.

    ગઈકાલે ભેંસ અથડાતા અકસ્માત થયો હતો


    ગઈકાલે પણ અમદાવાદના વટવા અને મણીનગર રેલવે સ્ટેશનની વચ્ચે મુંબઇ-ગાંધીનગર વચ્ચે દોડતી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ટ્રેનના આગળના ભાગે ભેંસ અથડાતા અકસ્માત થયો છે. જો કે, તેની સર્વિસ પર કોઇ અસર પડી નથી. તે રાબેતા મુજબ ચાલી રહી છે. ગઈકાલે સવારે 11:18 વાગ્યાની આસપાસ વટવા અને મણિનગર વચ્ચે સેમી હાઈ-સ્પીડ મુંબઈ-અમદાવાદ વંદેભારત એક્સપ્રેસને ઢોર અથડાતા નુકસાન પહોંચ્યું હતું.

    આ પણ વાંચોઃ અમદાવાદમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને નડ્યો અકસ્માત

    આરપીએફે ગુનો દાખલ કર્યો


    આ મામલે ગંભીરતા દાખવી રેલવે સુરક્ષા દળ દ્વારા ભેંસના માલિક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ આ મામલે આરપીએફે વધુ કાર્યવાહી હાથ ધરી છે. કેટલાંક દિવસ પહેલાં નરોડામાં ઢોર રસ્તામાં વચ્ચે આવી જતા એક યુવકનું મોત નીપજ્યું હતું. ત્યારે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. તે છતાં હજુ સુધી રખડતા ઢોરોનો ત્રાસ ઓછો થયો નથી.


    ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ


    આધુનિક ટેક્નિકની વાત કરીએ તો આ ટ્રેનમાં વધુ સારા ટ્રેન નિયંત્રણ વ્યવસ્થાપન માટે લેવલ-II સેફ્ટી ઇન્ટિગ્રેશન સર્ટિફિકેશન, કોચની બહાર રિયર વ્યૂ કેમેરા સહિત 4 પ્લેટફોર્મ સાઇડ કેમેરા, તમામ કોચમાં એસ્પિરેશન આધારિત ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ અને ઇલેક્ટ્રિકલ ક્યૂબિકલ્સ તેમજ શૌચાલયોમાં એરોસોલ આધારિત ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેસ સિસ્ટમ જેવા બહેતર અગ્નિશામક સુરક્ષા ઉપાયો કરવામાં આવ્યા છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Indian railways, Vande Bharat Express

    विज्ञापन
    विज्ञापन