Home /News /ahmedabad /Vadnagar Conference: વડનગરની ઐતિહાસિક વિરાસત દુનિયાનું શ્રેષ્ઠ ટુરિઝમ ડેસ્ટીનેશન બનશે, જાણો શું છે ખાસ વાત

Vadnagar Conference: વડનગરની ઐતિહાસિક વિરાસત દુનિયાનું શ્રેષ્ઠ ટુરિઝમ ડેસ્ટીનેશન બનશે, જાણો શું છે ખાસ વાત

Vadnagar international Conference : વડનગરના હેરીટેજ પર ઈન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાશે. (તસવીરમાં વડનગરનું કિર્તી તોરણ. તસવીર Shutterstock)

Vadnagar Conference: વડાપ્રધાન મોદીના (PM Modi) વતન વડનગરના (Vadnagar) ભવ્ય વારસાને દુનિયા સમક્ષ લાવવા માટે ગાંધીનગરમાં 'વડનગર ઈન્ટરનેશનલ કોન્ફરન્સ' (Vadnagar International Conference) યોજાશે.

વડનગરના (Vadnagar) ઐતિહાસિક વિરાસતને (Heitage) દુનિયાનું શ્રેષ્ઠ ટુરિઝમ ડેસ્ટીનેશન બનાવવાના નિર્ધાર સાથે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે કેન્દ્રના આર્કિયોલોજી (Archeology)  વિભાગ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે તા. 18થી 20મે દરમિયાન ત્રિ-દિવસીય (VBadnagar conference)  પ્રથમ વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ-2022નું આયોજન કરાયું છે. આ કોન્ફરન્સમાં વિશ્વના વિરાસત પ્રેમીઓને વડનગરમાં આવેલું ગુજરાતની શાન એવું કિર્તી તોરણ, તાનારીરીની સમાધિ, શર્મિષ્ઠા તળાવ, બૌદ્ધ વિરાસત, પ્રસિદ્ધ હાટકેશ્વર મંદિર તેમજ પુરાતત્વ વિભાગના ઉત્ખનન દરમિયાન મળી આવેલા વિવિધ ઐતિહાસિક સ્થાનોથી માહિતગાર કરાશે.

રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું છે કે વડનગરના ઐતિહાસિક વિરાસતને દુનિયાનું શ્રેષ્ઠ ટુરિઝમ ડેસ્ટીનેશન બનાવવાના નિર્ધાર સાથે આ કોન્ફરન્સ યોજાશે.

મંત્રી સંઘવીએ ગાંધીનગરમાં યોજાનાર ત્રિ-દિવસીય પ્રથમ વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ-2022ની તૈયારીઓની સમીક્ષા દરમિયાન મહાત્મા મંદિર ખાતે પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે દેશ અને દુનિયામાં સૌ પ્રથમવાર કોઇ એક શહેરની વિરાસતને ઉજાગર કરવાતા. 18થી 20મે દરમિયાન યોજાનાર વડનગર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સવારે મહાત્મા મંદિર ખાતે આ કોન્ફરન્સનો શુભારંભ કરાવશે.

જેમાં કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્ય મંત્રી શ્રી મિનાક્ષી લેખી ખાસ ઉપસ્થિતિ રહેશે. વૈશ્વિક કક્ષાની આ કોન્ફરન્સમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જાપાન, ગ્રીસ અને શ્રીલંકાના આઠ વક્તાઓ તેમજ ભારતભરના 25 વક્તાઓ વડનગરની ઐતિહાસિક વિરાસત અને પુરાતત્વીય વારસાઓ ઉપર માર્ગદર્શન આ

વૈશ્વિક પરિષદમાં વિવિધ 6 ચર્ચા સત્રો યોજાશે જેમાં 2500 જેટલા વિરાસત પ્રેમીઓની ઉપસ્થિતિમાં વૈશ્વિક પરિપ્રેક્ષ્ય સાથે વડનગરની સંસ્કૃતિ અને પુરાતત્વીય વારસાને આવરી લેવાશે.

આ ત્રિ-દિવસીય કોન્ફરન્સમાં ચાર યુનિવર્સિટીઓ સાથે ઐતિહાસિક સંશોધન-મૂલ્યાંકન માટે એમ.ઓ.યુ. કરાશે. એમ.એસ.યુનિવર્સિટી બરોડાના વિદ્યાર્થીઓ દ્વારા વડનગરની ઐતિહાસિક વિરાસત રજૂ કરતું ભવ્ય પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું છે. કોન્ફરન્સના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે વડનગર ઉપર કોફિ ટેબલ બુકનું વિમોચન પણ કરવામાં આવશે.

આ પણ વાંચો :  House Boat: હવે હાઉસ બોટમાં રોકાવા કેરળ કે કાશ્મીર જવાની જરૂર નહીં પડે, રાજ્યમાં શરૂ થઈ સુવિધા

વડનગરનો ઈતિહાસ

વડનગર ગુજરાતના મહેસાણા જીલ્લાનું મહત્વનું શહેર છે. વડનગરને પહેલાંના સમયમાં આનર્તપુર, આનંદપુર, ચમત્‍કારપુર એવા નામે પણ ઓળખવામાં આવ્‍યું છે. એક સમયે તે આ પ્રદેશની રાજધાની હતું. સમૃદ્ધિ ઉપરાંત વિદ્વતા, કળા ખાસ કરીને નૃત્‍ય અને સંગીત માટે તે ખુબ જ જાણીતું હતું.
" isDesktop="true" id="1210105" >

વડનગરનો ઈતિહાસ ખુબ જ જુનો છે. કહેવાય છે કે પાંડવકાળમાં ત્યાં પાંડવો વસવાટ કરતાં હતાં. વડનગર આખુ પુરાતત્વ અવશેષોથી ભરેલું છે. ત્યાં ગમે તે જગ્યાએ ખોદકામ કરતાં જમીનમાંથી કંઈકને કંઈક અવશેષો મળી આવે છે. અત્યાર સુધી વડનગરની જમીનમાંથી ખોદકામ દરમિયાન કેટલાયે પ્રકારના પુરાતત્વો મળી આવ્યાં છે જે આ વાતની સાબિતી આપે છે કે વડનગર પહેલાંના સમયમાં એક મહાન અને મહત્વનું નગર હશે.
First published:

Tags: Gujarat Tourism, ગુજરાત, પીએમ મોદી, વડનગર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો