અખિલેશ પર PMના પ્રહાર, કહ્યું-ગધેડાની જેમ દેશ માટે કામ કરી રહ્યો છું

H
Updated: January 1, 1970, 5:30 AM IST
અખિલેશ પર PMના પ્રહાર, કહ્યું-ગધેડાની જેમ દેશ માટે કામ કરી રહ્યો છું
ઉત્તરપ્રદેશમાં આજે ચૂંટણી સભાને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ સામે આકરા પ્રહારો કર્યા હતા. ગધેડાના નિવેદન સામે વળતો પ્રહાર કરતાં પીએમ મોદીએ કહ્યું કે, ગધેડો હંમેશા એના માલિકને વફાદાર હોય છે. હું ગધેડાની જેમ દેશ માટે કામ કરી રહ્યો છું.
H
Updated: January 1, 1970, 5:30 AM IST

લખનૌ #ઉત્તરપ્રદેશમાં આજે ચૂંટણી સભાને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ સામે આકરા પ્રહારો કર્યા હતા. ગધેડાના નિવેદન સામે વળતો પ્રહાર કરતાં પીએમ મોદીએ કહ્યું કે, ગધેડો હંમેશા એના માલિકને વફાદાર હોય છે.  હું ગધેડાની જેમ દેશ માટે કામ કરી રહ્યો છું.

ઉત્તરપ્રદેશના બહેરાઇચમાં ચૂંટણી સભાને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ્ગધેડાના નિવેદનને લઇને આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ગધેડો હંમેશા માલિકને વફાદાર હોય છે. ગધેડો માલિકનું કામ પુરૂ કરે છે. હું પણ ગધેડાની જેમ દેશ માટે કામ કરી રહ્યો છું. 125 કરોડ દેશવાસીઓ મારા માલિક છે.

વધુમાં વડાપ્રધાને કહ્યું કે, જે લોકો ગુજરાતના ગધેડાની વાત કરે છે એમણે એ જાણવું જોઇએ કે, આ એ જ ગુજરાત છે જેણે સ્વાણી દયાનંદને જન્મ આપ્યો, મહાત્મા ગાંધીને જન્મ આપ્યો, સરદારને જન્મ આપ્યો હતો.  આ એજ ગુજરાત છે કે ભગવાન કૃષ્ણ પણ અહીં આવી વસ્યા હતા. આ નફ્ફટાઇનો ભાવ તમને શોભા દેતો નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અખિલેશના જ્ઞાન અંગે તો હું શું કહું, પરંતુ સારૂ હોત કે એમણે જેમને ગળે લગાવ્યા છે એમને સમજવા પ્રયાસ કર્યો હોત તો સારૂ હોત, તમને ખબર હોવી જોઇએ કે એમની યૂપીએની સરકારમાં 2013માં આજ ગધેડાઓની પોસ્ટ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

ખેડૂતોની વાત કરતાં એમણે કહ્યું કે, હું હેરાન છું કે, ઉત્તરપ્રદેશ કે જે સમગ્ર દેશને મીઠો કરે છે. અહીંનો ખેડૂત શેરડી પકવે છે. આ જ ખેડૂતોને લોકસભાની ચૂંટણીમાં અમે જે વચન આપ્યું હતું એ અમે પૂર્ણ કર્યું છે. ખેડૂતોના વિકાસ માટે ભાજપ સજ્જ છે.

First published: February 23, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर