ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી: શું પીએમની શાખ દાવ પર લાગી છે? ભાજપનો શું જવાબ છે, અમિત શાહ સાથે ખાસ મુલાકાત

H
Updated: January 1, 1970, 5:30 AM IST
ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી: શું પીએમની શાખ દાવ પર લાગી છે? ભાજપનો શું જવાબ છે, અમિત શાહ સાથે ખાસ મુલાકાત
ઉત્તરપ્રદેશમાં છેલ્લા તબક્કાની ચૂંટણી આડે હવે બે દિવસ બાકી રહ્યા છે ત્યારે યૂપી ચૂંટણીનું રાજકારણ અંતિમ ચરમ સીમાએ છે. આ સંજોગોમાં નેટવર્ક18ના અમિત દેવગન સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ખાસ મુલાકાત આપી અને ઉત્તરપ્રદેશની રાજનીતિથી લઇને ભાજપના એજન્ડા સહિતના વિવિધ મુદ્દે સવાલોના જવાબ આપ્યા. આવો જાણીએ ભાજપના અધ્યક્ષ અમિત શાહે કયા સવાલનો શું જવાબ આપ્યો.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
નવી દિલ્હી #ઉત્તરપ્રદેશમાં છેલ્લા તબક્કાની ચૂંટણી આડે હવે બે દિવસ બાકી રહ્યા છે ત્યારે યૂપી ચૂંટણીનું રાજકારણ અંતિમ ચરમ સીમાએ છે. આ સંજોગોમાં નેટવર્ક18ના અમિત દેવગન સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ખાસ મુલાકાત આપી અને ઉત્તરપ્રદેશની રાજનીતિથી લઇને ભાજપના એજન્ડા સહિતના વિવિધ મુદ્દે સવાલોના જવાબ આપ્યા. આવો જાણીએ ભાજપના અધ્યક્ષ અમિત શાહે કયા સવાલનો શું જવાબ આપ્યો. સવાલ #2014માં તમે યૂપીમાં ભાજપનો ભગવો લહેરાવ્યો હતો. શું આ વખતે પણ એજ રિપીટ થશે? જવાબ #જ્યાં સુધી 2014નો સવાલ છે, ભાજપના કાર્યકર્તાઓની મહેનતથી સફળતા મળી હતી અને મોદીજીની લોકપ્રિયતાનું પણ કારણ હતું. આ બંને કારણો હતા, આ વખતે પણ અમને વિશ્વાસ છે કે એના કરતાં પણ વધુ સારી સફળતા મળશે. સવાલ #શું તમારી પ્રતિષ્ઠા દાવ પર છે? જવાબ #પ્રતિષ્ઠા દાવ પર છે કે નહીં એ જનતાને નક્કી કરવા દો. અમે ચૂંટણી જીતી રહ્યા છીએ. 5મા તબક્કા સુધીમાં તો સરકાર બનાવવાનું કામ પુરૂ થઇ ગયું છે છઠ્ઠા અને સાતમા તબક્કામાં અમે વધારાની લીડ મેળવીશું. સવાલ #ભાજપ પર વારેવારે ધ્રુવીકરણ કરવાનો આરોપ લાગી રહ્યો છે? જવાબ # કેવી રીતે? સવાલ #સાક્ષી મહારાજ કહી રહ્યા છે? જવાબ #સાક્ષી મહારાજના નિવેદનને તમે ભાજપનું નિવેદન માની ન શકો. જ્યારે રાજ્યની અંદર પીએમ પ્રચાર કરી રહ્યા છે. તમામ કેન્દ્રિય મંત્રી પ્રચાર કરી રહ્યા છે. હું જાતે ચૂંટણી જોઇ રહ્યો છું તો પ્રદેશના કોઇ એક ખૂણામાં પાર્ટીના કાર્યકર્તાના નિવેદનને તમે પાર્ટીની રણનીતિ માની લો તો એ એમારી સાથે અત્યાચાર થયો. સવાલ #પાંચમા તબક્કા બાદ જે બુરખાવાળું નિવેદન આવ્યું એ અંગે તમે શું કહેશો? જવાબ #અમે કહ્યું છે કે, મુસ્લિમ મહિલાઓ પરદો રાખે છે. એમની મર્યાદા બની રહી એ માટે અમે મહિલા સુરક્ષાકર્મીની જોગવાઇની માંગ રાખી છે. એમાં ખોટું શું છે? અમિશ દેગવન જો મત આપવા જશે તો કાર્ડ તો માંગવામાં આવશે જ ને? સવાલ #યૂપી ચૂંટણીમાં તમારો એજન્ડા શું છે? જવાબ # અમારો એજન્ડા વિકાસ છે. 15 વર્ષથી સપા બસપા સપા જે શાસન ચાલ્યું છે એનાથી ઘણી અવ્યવસ્થા ઉભી થઇ છે. અનેક તકોવાળું ઉત્તરપ્રદેશ વિકાસના રસ્તે ઘણું પાછળ રહી ગયું છે. અન્ય રાજ્યોની સરખામણીએ પાછળ રહી ગયું છે. સવાલ #ડિમ્પલ યાદવ કહે છે કે ભાજપ વીજળીના તારમાં પણ હિન્દુ મુસ્લિમ શોધી લે છે? જવાબ #એમના નિવેદન પર હું કંઇ ટિપ્પણી નહીં કરૂ, પરંતુ વીજળી આપવામાં હિન્દુ મુસ્લિમ કરાયું જ ન હોત તો વાત ઉઠતી જ નહીં. સવાલ # આઝાદીના 70 વર્ષો બાદ પણ આજે 24 કલાક માટે પણ માત્ર વાત જ થઇ રહી છે, શું એ ખોટું નથી? જવાબ #અહીં અમારો મુદ્દો એ જ છે કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ 24 કલાક વીજળી કેમ નથી, 15 વર્ષ એસપી અને બીએસપીએ બરબાદ કર્યા છે. એ 15 વર્ષોમાં ભાજપ શાસિત રાજ્યોમાં અમે 24 કલાક વીજળી આપવાનું શરૂ કરી દીધું છે. સવાલ #વિપક્ષનું કહેવું છે કે વારાણસીમાં ભાજપની સ્થિતિ ખરાબ છે એટલા માટે પીએમએ કેમ્પ કરવો પડ્યો છે? જવાબ #રોડ શોની સંખ્યા જોઇને કોઇ મુરખ વ્યક્તિ જ આવું કહી શકે કે કેમ્પ કરવાની જરૂર પડી છે. કોઇ સાંસદ મત વિસ્તારમાં ચૂંટણી સમયે પોતાના મતદારો સાથે મળે તો એમાં ખોટું શું છે, લોકશાહીમાં તમે આને કેવી રીતે નકારી શકો. સવાલ #શું તમને લાગે છે કે પીએમની શાખ દાવ પર છે? જવાબ #કોઇ શાખ દાવ પર નથી. સવાલ #બીએસપીએ ફરિયાદ કરી છે કે પીએમનો રોડ શો કરવો ખોટો છે? જવાબ #ફરિયાદ મામલો ચૂંટણી પંચ કાર્યવાહી કરશે. સવાલ #શું તમને લાગે છે કે ગાયત્રી મામલે જાણી જોઇને ઢીલાશ રાખવામાં આવી છે? જવાબ#બિલકુલ ઢિલાશ રાખવામાં આવી છે. એફઆરઆઇ માટે સુપ્રીમ કોર્ટ પાસે જવાની જરૂર કેમ પડી, ત્યાર બાદ એફઆરઆઇ દાખલ થઇ છે અને જોવો કે ગાયત્રી પ્રજાપતિને ચૂંટણી સુધી પકડવામાં નથી આવ્યા. એ પછી ધરપકડ માટે પ્રયાસ કરવામાં આવે છે. કેટલાક દિવસો પહેલા મેં મુખ્યમંત્રીને અપીલ કરતાં સાંભળ્યા હતા કે ગાયત્રીએ આત્મસમર્પણ કરી દેવું જોઇએ. સીએમનું કામ અપીલ કરવાનું હોય છે શું? એમનું કામ ધરપકડ કરવાનું છે. સવાલ #શું તમને લાગે છે કે આ વખતે ચૂંટણીમાં તમને ફાયદો થશે? જવાબ #ગાયત્રી પ્રજાપતિનો મામલો ચૂંટણી સમયે સામે આવ્યો છે. ઘણો ચર્ચાસ્પદ રહ્યો છે. આવા કિસ્સા દરેક જિલ્લામાં છે. સમાજવાદીઓ વિરૂધ્ધ ક્યાંય ફરિયાદ નથી નોંધાતી. સવાલ #વિકાસ અને કાયદો વ્યવસ્થામાંથી કયો મુદ્દો તમારા માટે મહત્વપૂર્ણ છે? જવાબ #બંને એકબીજા સાથે જોડાયેલા મુદ્દા છે. કાયદો વ્યવસ્થા વગર વિકાસ સંભવ નથી. બંને મુદ્દાઓને અલગ કરી ન શકાય. સવાલ #ભાજપની લડાઇ કોની સાથે છે, બીએસપી કે એસપી સાથે? જવાબ #બીએસપી એસપીની લડાઇ એકબીજા સાથે બીજા અને ત્રીજા સ્થાન માટે છે. ભાજપ બહુમત તરફ ઘણું આગળ વધી ચુક્યું છે. સવાલ #સપાનો આરોપ છે કે બીએસપી અને ભાજપ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. ડિમ્પલે 2000ની નોટ પણ બતાવી જેમાં કમળ અને હાથી છપાયેલા છે, તેઓ એ બતાવી રહ્યા છે? જવાબ #આરબીઆઇની નોટમાં કોઇને ભાજપ દેખાય છે તો મતલબ ભાજપનો ફોબિયા થઇ ગયો છે. બીએસપી પોતાની ચૂંટણી લડી રહ્યું છે. ભાજપ પોતાની અને એસપી પોતાની. બંને પાર્ટીઓને જનતા અજવામી ચૂક્યું છે. 15 વર્ષ બરબાદ કર્યા છે. કેન્દ્ર સરકારે અઢી વર્ષના કાર્યકાળમાં જોયું છે. જનતાની ઘણી આશાઓ અમારી સાથે છે. યૂપીમાં 50 લાખ મહિલાઓ ઉજ્જવલા યોજના અંતર્ગત સિલેન્ડર મેળવી રહી છે. યૂપીમાં હજારો ગામોમાં વીજળી પણ પહોંચાડી છે અમે. પરંતુ રાજ્ય હસ્તકની બાબતો જેવી કે કાયદો અને વ્યવસ્થા ત્યાં સુધી નહીં સુધરે કે જ્યાં સુધી અમારા હાથમાં સત્તાનું સુકાન ન આવે. સવાલ #શું યૂપીમાં ભાજપની લહેર છે? જવાબ #મેં યૂપીમાં ભાજપની લહેર અનુભવી છે. સવાલ #અખિલેશનું કહેવું છે કે, 2017થી ભાજપની હાર શરૂ થશે અને 2019માં મોદી બહાર થઇ જશે? જવાબ #અમે પૂર્ણ બહુમતથી ચૂંટણી જીતવા જઇ રહ્યા છીએ. સવાલ #અખિલેશનો આરોપ છે કે ભાજપે એમના ચૂંટણી ઢંઢેરાની કોપી કરી છે? જવાબ #પરંતુ તે એ નથી જણાવતા કે શું કોપી કર્યું છે? એમણે કેટલાક લેપટોપ વહેંચ્યા છે પરંતુ જાતિ અને ધર્મના આધાર પર. સવાલ #તમારા ચૂંટણી ઢંઢેરામાં એન્ટી રોમિયો સ્ક્વોડ પર સવાલ ઉઠી રહ્યા છે. જવાબ #સવાલ ઉઠાવી રહ્યા છે તો એનો અર્થ એ છે કે આ લોકોએ સારી રીતે આને સમજ્યા નથી. આ કોઇ અલગથી સંસ્થા નહીં હોય પરંતુ પોલીસ સ્ટેશનમાં જ પોલીસ કર્મચારીઓની એક અલગ ટીમ હશે જે મહિલાઓની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપશે. સવાલ #તમે કહો છે કે પોલીસ સ્ટેશનો સપાના કાર્યાલય બની ગયા છે જવાબ #અમે નથી કહેતા પરંતુ જનતા કહી રહી છે. અમે તો માત્ર જનતાની વાતને અવાજ આપી રહ્યા છીએ. સવાલ #અમરસિંહે કહ્યું કે, યાદવ પરિવારનો ઝઘડોએ ફિક્સ હતો? જવાબ #જનતા એમને ઓળખી ગઇ છે. સપાનો જનતાએ સ્વીકાર કર્યો નથી. સવાલ #નોટબંધી બ્રહ્માસ્ત કે બ્રહ્મરાક્ષસ સાબિત થશે આ ચૂંટણીમાં? જવાબ #આનો અમને ઘણો ફાયદો મળી રહ્યો છે. હું તો ઇચ્છું છું કે વિપક્ષ આને વારંવાર ઉઠાવે. સવાલ #સર્જિકલ સ્ટ્રાઇકથી ચૂંટણીમાં ફાયદો થશે? જવાબ #સર્જિકલ સ્ટ્રાઇક ચૂંટણી ફાયદા માટે નથી કરાતી. પરંતુ જો કોઇ સરકાર દ્રઢતાથી કોઇ કદમ ઉઠાવે છે તો એનો ફાયદો થાય છે. દરેક રેલીમાં આ મુદ્દાને ઉઠાવવો જોઇએ. સવાલ #ચૂંટણી પહેલા રાષ્ટ્રવાદનો મુદ્દો ઉઠાવાય છે. પહેલા જેએનયૂ અને હવે રામજસ જવાબ #રાષ્ટ્રવાદ મુદ્દે ભાજપ પહેલાથી જ સ્પષ્ટ છે. જે લોકો વિવાદ ઉભો કરી રહ્યા છે એમને જ આ અંગે પુછો. સવાલ #શીલા દિક્ષિતે કહ્યું કે, રાહુલ ગાંધી મેચ્યોર નથી હજુ? જવાબ #શીલાજીને એમણે ગઠબંધન પહેલા સીએમના ઉમેદવાર બનાવ્યા હતા. તેઓ કહી રહ્યા છે રાહુલ હજુ મેચ્યોર નથી થયા. હું માત્ર શીલાજીના આ નિવેદનને યૂપીની જનતા સામે રાખવા માગું છું. સવાલ #તમે કેમ કોઇ મુખ્યમંત્રી ઉમેદવાર જાહેર નથી કર્યો? જવાબ #સીએમ ઉમેદવાર જાહેર નહીં કરવો એ અમારો રાજનીતિક નિર્ણય છે. એ સાચો છે કે નથી એ તો આગામી દિવસોમાં જ ખબર પડી જશે. સવાલ #એસપી કોંગ્રેસ ગઠબંધન અંગે અમિત શાહ શું વિચારી રહ્યા છે? જવાબ #આ ગઠબંધન બાદ જનતા જાણી ચૂકી છે કે સપાએ હાર સ્વીકારી લીધી છે. સવાલ #યૂપીના છોકરા વિરૂધ્ધ બહારના મોદી ચૂંટણીનો મુદ્દા બનાવાઇ રહ્યો છે? જવાબ #મોદીજી ક્યારેય કોઇ રાજ્યમાં પ્રચાર કરે તો કોઇ એનો મુદ્દો બનાવી ન શકે. પીએમ છે તો દેશના. હવે કોઇ નથી બોલી રહ્યું યૂપીના છોકરા, પહેલા બોલતા હતા હવે બંધ કરી દેવાયું છે. સવાલ #શું મોદી ફોબિયા છે? જવાબ #મને આશ્વર્ચ છે કે મોદીજીના વારાણસીમાં પ્રચાર કરવાને લઇને મુદ્દો બનાવાઇ રહ્યો છે. કોઇ સંસદ પોતાના મત વિસ્તારમાં જઇને પ્રચાર ન કરી શકે?
First published: March 6, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर