Home /News /ahmedabad /ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણ: 11નાં મોત, 1281 અકસ્માત, 607 પટકાયા, 130 દોરીથી ઘાયલ

ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણ: 11નાં મોત, 1281 અકસ્માત, 607 પટકાયા, 130 દોરીથી ઘાયલ

ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ દરમિયાન 11 લોકોના મોત થયા છે

Emergency in Uttarayan: રાજ્યમાં ઉત્તરાયણના તહેવાર પર અનેક અકસ્માતો સર્જાયા છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ દરમિયાન 11 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો પતંગ ચગાવતાં ધાબા પરથી નીચે પડકાયા હતા. ઉપરાંત 130થી વધુ લોકોને દોરીને લીધે ઇજા પહોંચી છે.

વધુ જુઓ ...
    અમદાવાદ: રાજ્યમાં ઉત્તરાયણના તહેવાર પર અનેક અકસ્માતો સર્જાયા છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ દરમિયાન 11 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો પતંગ ચગાવતાં ધાબા પરથી નીચે પડકાયા હતા. ઉપરાંત 130થી વધુ લોકોને દોરીને લીધે ઇજા પહોંચી છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 59 કેસ દોરીથી ઇજા પહોંચવાના સામે આવ્યા હતા.

    બે દિવસ દરમિયાન 1281 માર્ગ અકસ્માતના કેસ

    રાજ્યમાં બે દિવસ દરમિયાન 1281 માર્ગ અકસ્માતના કેસ સામે આવ્યા હતા. ઉત્તરાયણની વાત કરીએ તો, 108ને પતંગની દોરથી ઇજાના 92, પતંગ ચગાવતા પટકાવાના 34, માર્ગ અકસ્માતના 820, પડી જવાના 368, મારામારીના 343 કેસ મળ્યા હતા. ઉત્તરાયણના દિવસે કુલ 1657 ઘટના બની હતી. વાસી ઉત્તરાયણના દિવસે સાંજ સુધી 817 ઇમરજન્સી કેસ સામે આવ્યા હતા. ખાસ કરીને સુરત, વડોદરા અને રાજકોટમાં સૌથી વધુ ઇમરજન્સી ઘટનાઓ નોંધાઇ હતી. જ્યારે અમદાવાદમાં સૌથી વધુ 91 કેસ મારમારીના સામે આવ્યા હતા.

    અમદાવાદ સિવિલમાં કેટલા કેસ?

    અમદાવાદની વાત કરીએ તો, આ બે દિવસ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં 40થી વધુ કેસ દાખલ છે. સોલા સિવિલમાં 31 અને અસારવા સિવિલમાં 11 કેસનો સમાવેશ થાય છે. અસારવા સિવિલમાં પડી જવાના 8 કેસ, પતંગ ચગાવતા ઇજાના 6 કેસ નોંધાયા હતા. જ્યારે વાસી ઉત્તરાયણના દિવસે 4 કેસ પડી જવાના, 20ને પતંગ ચગાવતા ઇજાના કેસ નોંધાયા હતા. આમ બે દિવસ દરમિયાન કુલ 59 કેસ નોંધાયા હતા.

    આ પણ વાંચો: ગુમ નર્સનો ત્રણ દિવસ બાદ હોસ્પિટલમાંથી જ ગળેફાંસો ખાધેલો મળ્યો મૃતદેહ, પરિવારનો ગંભીર આક્ષેપ

    ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ દરમિયાન 11 લોકોના મોત
    શહેરમૃતકઉંમર
    કામરેજસુમિત સાંગળિયા15
    વડોદરારિન્કુ યાદવ--
    વડોદરાઅજાણ્યા વ્યક્તિ35
    વિજયનગરરાજેશ સુથાર29
    વિસનગરકિશ્ના ઠાકોર3
    રાજકોટરીષભ વર્મા6
    રાજકોટનાનજી વાઘેલા20
    જામનગરજયંતી પાણવાણીયા18
    કામરેજસંજય રાઠોડ32
    કલોલઅશ્વિન ગઢવી--
    ભાવનગરકિર્તી યાદવ2.5

    બે દિવસ દરમિયાન ઇમરજન્સી કેસ
    જિલ્લોપડી જવાના કેસદોરીથી ઇજાના કેસમારામારીઅકસ્માત
    અમદાવાદ16059118206
    રાજકોટ4522574
    વડોદરા57151176
    સુરત59532134
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Ahmedabad news, Gujarat News, Makar sankranti

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन