Home /News /ahmedabad /ઉત્તરાયણમાં સાવચેતી રાખવા આ બાબતો ધ્યાને રાખવી જરૂરી, 108એ તૈયારીઓ સાથે સર્વે પણ કર્યો
ઉત્તરાયણમાં સાવચેતી રાખવા આ બાબતો ધ્યાને રાખવી જરૂરી, 108એ તૈયારીઓ સાથે સર્વે પણ કર્યો
108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ સજજ
Uttarayan Festival: ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ઉત્તરાયણને લઇ 108ની ટીમે તૈયારીઓ કરી લીધી છે. ઉત્તરાયણના દિવસે 4,000થી વધુ ઇમરજન્સી કેસો આવવાની શક્યતા સાથે 108 ઇમરજન્સી દ્વારા તૈયારી કરાઈ છે. રાજ્યભરમાં 108ની ટિમ એલર્ટ રહેવાની સાથે ઉત્તરાયણ પર્વ પરનો સર્વે પણ હાથ ધર્યો છે. ઉત્તરાયણને લઈને સમગ્ર ગુજરાતમાં તૈયારીઓ ચાલી રહી છે.
અમદાવાદઃ ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ઉત્તરાયણને લઇ 108ની ટીમે તૈયારીઓ કરી લીધી છે. ઉત્તરાયણના દિવસે 4,000થી વધુ ઇમરજન્સી કેસો આવવાની શક્યતા સાથે 108 ઇમરજન્સી દ્વારા તૈયારી કરાઈ છે. રાજ્યભરમાં 108ની ટિમ એલર્ટ રહેવાની સાથે ઉત્તરાયણ પર્વ પરનો સર્વે પણ હાથ ધર્યો છે. ઉત્તરાયણને લઈને સમગ્ર ગુજરાતમાં તૈયારીઓ ચાલી રહી છે. બજારમાં લોકો અવનવાં પતંગ અને દોરી ખરીદતાં નજરે પડે છે. ત્યારે આ તૈયારીઓ વચ્ચે 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ પણ સજજ બની જાય છે. દર વર્ષે ઉત્તરાયણના પર્વમાં ઘાયલ થવાના બનાવોમાં શહેરી વિસ્તારોમાં વધુ અને સમગ્ર ગુજરાતમાં પણ કેસમાં વધારો થાય છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 14મી અને 15મી જાન્યુઆરીએ 108 પાસે આવેલા કેસમાં વધારો જોવા મળ્યો હતો. જેની સામે આ વર્ષે 14મી જાન્યુઆરીએ 32 ટકા અને 15મી જાન્યુઆરીએ 23 ટકા કેસ નોંધવાની શકયતા સાથે 108 ઇમરજન્સી દ્વારા કેસને પહોંચી વળવા તૈયારીઓ કરાઈ છે. એક અંદાજ પ્રમાણે આ દિવસોમાં સવારે 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી 108ને સૌથી વધુ કોલ્સ મળે છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં 108ને જે રોજીંદા ઇમરજન્સી કોલ મળે છે, તેના પ્રમાણમાં વર્ષ 2017માં તો વધારો જોવા મળ્યો હતો. તેને લઇને આ વર્ષે કેટલા પ્રમાણમાં અને કેવા પ્રકારની ઇમરજન્સી કોલ્સ મળશે તે બાબતનું એનાલિસિસ પણ 108 ઇમરજન્સી દ્વારા કરાઈ રહ્યું છે.
108ની ટીમે એનાલિસીસ કરતા આ વખતની ઉત્તરાયણમાં 4400 જેટલા કોલ્સ જ્યારે 15મીએ 4100 થી વધુ કોલ મળે તેવું તારણ કાઢ્યું છે. અને તેમાં પણ ખાસ કરીને સામાન્ય દિવસોમાં મારા-મારીના રોજના 50 કેસ આવે છે. જે ઉતરાયણ પર્વ પર મારા-મારીના કોલ વધવાની શક્યતા છે. તેની સાથે ઉત્તરાયણમાં અગાસી પરથી પડી જવાના કે દોરી વાગવાની દુર્ઘટનાના બનાવો વધતાં હોવાનું ઇમરજન્સી 108ના ધ્યાને આવતા છેલ્લા 5 વર્ષના કેસ ડેટા જોતાં ઉતરાયણ પર્વમાં ઇમરજન્સીની જરૂરિયાત વધતી હોવાને કારણે 108 દ્વારા એમ્બ્યુલન્સમાં વધારો કરવામાં આવ્યો છે. જે માટે વધારાની સખ્યામાં ઇમરજન્સી ઓફીસર અને ડોકટરોની ટીમને તૈયાર કરી દેવાઈ છે. આ ઉપરાંત 108 કર્મચારીઓની રજાઓ પણ રદ કરી કર્મચારીઓને ખડેપગે કરી દેવાયા છે.
આ સાથે જ દોરી વાગવાની ઘટનાઓ જોઈએ તો રાજ્યમાં 2019માં 202 કેસ, 2020માં 117 કેસ, 2021માં 100 કેસ જ્યારે 2022માં 155 કેસ નોંધાયા હતા. તો 2023માં 8 જાન્યુઆરી સુધી 19 કેસ નોંધાઇ ગયા છે. જે કેસ પણ આ વર્ષે વધવાની શકયતા છે. અને તેમાં પણ સૌથી વધુ કેસ રાજ્યમાં અમદાવાદ બાદમાં સુરત, રાજકોટ અને વડોદરા સહિત અન્ય મહાનગરોમાં જોવા મળતા હોય છે. તેમાં આ વર્ષે વ્હીકલ ટ્રોમાં કેસ 122 ટકા એટલે કે 400 કેસની સંખ્યા 900 પર પહોંચી શકે છે. તો નોન વ્હીકલ ટ્રોમાં કેસ 300 પરથી 800 પર પહોંચવાની શકયતા સેવાઈ રહી છે. જે કેસમાં વધારાને પહોંચી વળવા માટે આ વર્ષે 108 ઇમરજન્સી દ્વારા ગ્રામ્ય ની ટીમો ને શહેરમાં લાવી કામગીરી કરવાનું આયોજન કરાયું છે.
અમદાવાદ શહેરમાં 800 જેટલા કેસો આ બે દિવસ દરમિયાન આવવાની શક્યતા જોવાઇ રહી છે. ત્યારે પતંગ ચગાવતી વખતે ખાસ સલામતી રાખવાની અપીલ ઇમજરન્સી સેવા 108 દ્વારા કરાઇ છે. જેમાં લીસી, ખરબચડી, તૂટેલી, નબળી છત કે ધાબા પર ઉભા ન રહેવું જોઇએ. નબળા, જર્જરિત બાંધકામ કે છાપરા પર પતંગ ચગાવવા ન ચઢવું, ઉંચાઇએથી જમીન પર કૂદવું નહીં, જાહેર રસ્તાઓ પર પતંગ પકડવા દોડવું નહીં, ઇલેક્ટ્રીક વાયર, રોડ અને વીજળીના થાંભલાની નજીક પતંગ ચગાવવા નહીં વગેરે તકેદારી રાખવાની અપીલ કરાઇ છે.
એટલું જ નહીં પણ ઉતરાયણ પર્વને ધ્યાને રાખી રાજ્યમાં 10થી 20 જાન્યુઆરી સુધી 24 જિલ્લા અને શહેરોમાં પક્ષીઓ માટે કરુણા અભિયાન શરુ કરી દેવામાં આવે છે. જેમાં 60 જેટલી NGO જોડાતી હોય છે. દર વર્ષે 1500 જેટલાં કોલ પક્ષીઓ માટે આવતાં હોય છે. ત્યારે આ કેસને જોતાં 24 જિલ્લામાં 37 જેટલી એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે. તેમજ અન્ય 55 જેટલી સારવાર કરતી વાનને પણ જોડવામાં આવી છે. તેમજ મોબાઇલ વાન પણ યુધ્ધના ધોરણે પક્ષી બચાવમાં કાર્ય કરશે. જેમાં એક અંદાજ પ્રમાણે ઉત્તરાયણના દિવસમાં પક્ષીઓ માટેની ઈમરજન્સી સેવામાં 150 ટકા કોલનો વધારો થઈ જતો હોવાનું જીવીકે ઇમરજન્સીના સીઓઓ જશવંત પ્રજાપતિ એ જણાવ્યું છે.
વર્ષ
નોર્મલ કોલ
ઉતરાયણ ઉપર
વાસી ઉતરાયણ
2017
2802
3190
3007
2018
2859
3527
3596
2019
2984
3467
3478
2020
3302
3953
3998
2021
2500
3300
3000
2022
300
830
3700
ઉતરાયણ પર્વને લઈ 108 ઇમરજન્સીનો એક્શન પ્લાન
દર વર્ષની જેમ આ વર્ષ પણ 108 રહશે તૈનાત, આ વખતે ઉતરાયણ પર્વ ઉપર કેસમાં વધારો નોધાવાની શક્યતાઓ છે, જેથી ક્યાં જિલ્લામાં કેટલી ઇમરજન્સી આવશે તેનો ડેટા તૈયાર કરવામાં આવ્યો. આ સાથે જ 108ના કર્મચારીઓ ઉતરાયણના દિવસે તૈનાત રહશે. 2022 કરતા 2023માં 108માં કોલ વધશે તેવી શકયતાઓ છે. 2023માં કેસમાં 30 ટકા ઉપર વધારાની શકયતા રાખવામાં આવી છે. 800 ઉપર એમ્બ્યુલન્સ અને બોટ અને એર એમ્બ્યુલન્સ સહિત 4 હજાર કર્મચારી ખડેપગે રહેશે.