બદ્રીનાથમાં ભૂસ્ખલનઃ3 હજાર ગુજરાતીઓ ફસાયા હોવાની આશંકા

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 20, 2017, 2:04 PM IST
બદ્રીનાથમાં ભૂસ્ખલનઃ3 હજાર ગુજરાતીઓ ફસાયા હોવાની આશંકા
ઉત્તરાખંડમાં બદ્રીનાથ માર્ગ પર વિષ્ણુપ્રયાગ પાસે ભૂસ્ખલન થવાને લીધે હાઈવે પર વાહન-વ્યવહારને અસર થઇ છે.ભૂસ્ખલનને પગલે અંદાજે 30 હજાર યાત્રિઓ ફસાયા છે. જેમાં 2-3 હજાર ગુજરાતીઓ પણ ફસાયા હોવાની આશંકા છે.તંત્ર દ્વારા રાહત-કામગીરી હાથ ધરાઈ છે. થોડી વારમાં માર્ગને ખુલ્લો કરી રાબેતા મુજબ કરી દેવાશે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 20, 2017, 2:04 PM IST
ઉત્તરાખંડમાં બદ્રીનાથ માર્ગ પર વિષ્ણુપ્રયાગ પાસે ભૂસ્ખલન થવાને લીધે હાઈવે પર વાહન-વ્યવહારને અસર થઇ છે.ભૂસ્ખલનને પગલે અંદાજે 30 હજાર યાત્રિઓ ફસાયા છે. જેમાં 2-3 હજાર ગુજરાતીઓ પણ ફસાયા હોવાની આશંકા છે.તંત્ર દ્વારા રાહત-કામગીરી હાથ ધરાઈ છે. થોડી વારમાં માર્ગને ખુલ્લો કરી રાબેતા મુજબ કરી દેવાશે.

badri nath1

હાથીપર્વત નજીક ભૂસ્ખલનને પગલે અંદાજે 30 હજાર યાત્રિઓ ફસાયા છે.તમામને બચાવવાની કામગીરી હાથ ધરાઈ છે.70 ટકા રોડ ક્લિયર કરવામાં આવ્યો છે.30 ટકા રોડ થોડી વારમાં ક્લીયર થઇ જશે.ગાંધીનગર રાહત કમિશનરે માહિતી આપતા કહ્યુ હતું કે,તમામ ગુજરાતીઓ સુરક્ષીત છે. કોઈ જાનહાની નથી થઇ.ગુજરાત સરકાર સતત કેદારનાથના અધિકારીઓના સંપર્કમાં છે.પહાડ પરથી પથ્થરનો એક હિસ્સો તુટી પડતા લગભગ 150 મીટર સુધી રોડ બ્લોક થઇ ગયો હતો.
First published: May 20, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर