ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી 2017: 70 બેઠકો માટે 15 ફેબ્રુઆરીએ મતદાન

Haresh Suthar | Pradesh18
Updated: January 4, 2017, 3:51 PM IST
ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી 2017: 70 બેઠકો માટે 15 ફેબ્રુઆરીએ મતદાન
ઉત્તરાખંડ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખોની આજે જાહેરાત થઇ છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર ડો.નસીમ જૈદીએ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો આજે જાહેર કરી છે. જેમાં ઉત્તરાખંડની 70 બેઠકો માટે એક જ તબક્કામાં 15મી ફેબ્રુઆરીએ મતદાન થશે. ઉત્તરાખંડમાં એક જ તબક્કામાં 15 ફેબ્રુઆરીએ મતદાન કરાશે. જ્યારે મત ગણતરી 11 માર્ચે થશે.
Haresh Suthar | Pradesh18
Updated: January 4, 2017, 3:51 PM IST
નવી દિલ્હી #ઉત્તરાખંડ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખોની આજે જાહેરાત થઇ છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર ડો.નસીમ જૈદીએ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો આજે જાહેર કરી છે. જેમાં ઉત્તરાખંડની 70 બેઠકો માટે એક જ તબક્કામાં 15મી ફેબ્રુઆરીએ મતદાન થશે. ઉત્તરાખંડમાં એક જ તબક્કામાં 15 ફેબ્રુઆરીએ મતદાન કરાશે. જ્યારે મત ગણતરી 11 માર્ચે થશે.

વાંચો: પાંચ રાજ્યમાં વિઘાનસભા ચૂંટણીનું ફૂંકાયું બ્યૂગલ

મુખ્ય ચૂંટણી કમિશ્નર નસીમ જૈદીએ જણાવ્યું કે, ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી માટે 20 જાન્યુઆરીથી ઉમેદવારી ફોર્મ ભરવાનું ચાલુ થશે. 27 જાન્યુઆરીએ ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હશે. જ્યારે 30મી જાન્યુઆરીએ ઉમેદવારી પરત ખેંચી શકાશે અને 15 ફેબ્રુઆરીએ મતદાન થશે.

વાંચો: ઉત્તરપ્રદેશમાં ક્યારે કેટલી બેઠકો માટે થશે મતદાન

ઉત્તરાખંડમાં ઉમેદવારોની ચૂંટણી ખર્ચની મર્યાદા રૂ.28 લાખ નિયત કરવામાં આવી છે. સાથોસાથ ચૂંટણી પંચ સોશિયલ મીડિયા પર પણ નજર રાખશે. ઉત્તરાખંડના દંગલમાં વિધાનસભાની 70 વિધાનસભાની બેઠકો પર ચૂંટણી થશે. બહુમત માટે 36 બેઠકો જીતવી જરૂરી છે. વિધાનસભામાં ગત માર્ચ માસમાં થયેલા રાજકીય સંકટ બાદ આ ચૂંટણી મહત્વની બની રહશે.

70ની વિધાનસભા હાલ 58ની

ઉત્તરાખંડ વિધાનસભામાં 70 બેઠકો છે. ગત માર્ચ માસમાં રાજકીય કાવાદાવા વચ્ચે કોંગ્રેસના દસ ધારાસભ્યો બગાવત કરી ભાજપમાં જોડાયા હતા તો ભાજપના બે ધારાસભ્યો બગાવત કરતાં અમાન્ય ઠર્યા હતા. આમ 70 પૈકી 12 ધારાસભ્યો અમાન્ય ઠરતાં હાલ ધારાસભ્યોનું સંખ્યા બળ 58નું છે.
First published: January 4, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर