Home /News /ahmedabad /Ahmedabad: ગર્ભાશયનું ટ્રાન્સપ્લાન્ટ થશે આ રીતે! ડોક્ટરે કહ્યું આવું

Ahmedabad: ગર્ભાશયનું ટ્રાન્સપ્લાન્ટ થશે આ રીતે! ડોક્ટરે કહ્યું આવું

X
સ્ત્રીઓ

સ્ત્રીઓ અમુક તકલીફોને લીધે માતા બની શકતી નથી

અમદાવાદની કિડની હોસ્પિટલ ખાતે કિડની, લીવર, સ્વાદુપિંડ ઉપરાંત યુટરસ એટલે કે ગર્ભાશયનું પણ પ્રત્યારોપણ શક્ય બનશે. ઇન્સ્ટિટ્યૂટમાં સરકારી યોજના હેઠળ સંપૂર્ણપણે નિ:શુલ્ક અથવા સામાન્ય ખર્ચે આ સારવાર ઉપલબ્ધ શરૂ કરવામાં આવશે.

Parth patel, ahmedabad: ગર્ભાશયની (Uterus) તકલીફના કારણે માતા બનવાનું સુખ પ્રાપ્ત ન કરી શકતી મહિલાઓ માટે ગર્ભાશયનું પ્રત્યારોપણ (Transplantation) વરદાનરૂપ સાબિત થશે. અમદાવાદ સિવિલ મેડિસિટી કિડની ઇન્સ્ટિટ્યૂટને ગર્ભાશયના ટ્રાન્સપ્લાન્ટની પરવાનગી મળતા મતા બનાવાનો સુખ ન મેળવી સકતી મહિલાઓ હવે ગર્ભાશય ટ્રાન્સપ્લાટ કરાવી માતા બનવાનો સુખ પ્રાપ્ત કરી શકશે.

પ્રત્યારોપણની સુવિધા માટે આ ઈન્સ્ટિટ્યૂટ પ્રથમ સંસ્થા બની

અમદાવાદની કિડની હોસ્પિટલ (Kidney Hospital) ખાતે કિડની, લીવર, સ્વાદુપિંડ ઉપરાંત યુટરસ એટલે કે ગર્ભાશયનું પણ પ્રત્યારોપણ શક્ય બનશે. સમગ્ર દેશમાં સરકારી (Government) અને અર્ધસરકારી (Semi Government) સંસ્થામાં ગર્ભાશયના પ્રત્યારોપણની સુવિધા ઉપલબ્ધ કરાવનાર આ કિડની ઈન્સ્ટિટ્યૂટ પ્રથમ સંસ્થા બની છે.IKDRC ના ડાયરેક્ટર ડો. વિનીત મિશ્રા સાથે વાત કરતા જાણવા મળ્યું કે આ અગાઉ દેશમાં ફક્ત પુણેની ખાનગી (Private) ઇન્સ્ટિટ્યૂટમાં ગર્ભાશયનું પ્રત્યારોપણ શક્ય બનતું હતું. જેમાં ગર્ભાશય પ્રત્યારોપણના 6 કિસ્સા નોંધાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારની અંગદાન (Organ Donation) અને પ્રત્યારોપણ ક્ષેત્રે કાર્યરત SOTTO (State Organ and Tissue Transplant Organisation) દ્વારા શ્રેષ્ઠતમ કામગીરી કરવામાં આવી રહી છે. સમગ્ર ગુજરાતમાં 22 જગ્યાએ પ્રત્યારોપણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે.

સ્ત્રીઓ અમુક તકલીફોને લીધે માતા બની શકતી નથી

સ્ટેટ ઓથોરાઇઝેશન કમિટી દ્વારા ટ્રાન્સપ્લાન્ટેશન ઓફ હ્યુમન ઓર્ગન એક્ટ ઓફ ગવર્નમેન્ટ ઓફ ગુજરાત 1994 અંતર્ગત કિડની ઇન્સ્ટિટ્યૂટને (Institute) ગર્ભાશયના ટ્રાન્સપ્લાન્ટ માટેની પરવાનગી (Permission) આપવામાં આવી છે. કેટલાક કિસ્સામાં સ્ત્રીઓમાં (Women) જન્મજાત ગર્ભાશયની રચના થઈ હોતી નથી અથવા અમુક કારણોસર સમય જતાં ગર્ભાશયની તકલીફ ઊભી થવાના કારણે ગર્ભાશયને કાઢી નાખવામાં આવે છે.



સ્ત્રીઓ માટે આ પ્રત્યારોપણ આશીર્વાદરૂપ બનશે

આવા કિસ્સામાં સ્ત્રીઓ માતા (Mother) બનવાનું સુખ પ્રાપ્ત કરી શકતી નથી. પરંતુ હવે ગર્ભાશયનું પ્રત્યારોપણ શક્ય બનતા આ પ્રકારની તકલીફ ધરાવતી સ્ત્રીઓ માટે આ પ્રત્યારોપણ આશીર્વાદરૂપ (Blessed) બની ગયું છે. તમને જણાવી દઈએ કે ગર્ભાશય અને અંડકોષ નીકળી ગયું હોય તેવી સ્ત્રીઓમાં હોર્મોનલ (Hormonal) સંતુલન અટકે છે. હવે પ્રત્યારોપણ શક્ય બનતા ઋતુચક્ર (Seasonal Cycle) દરમિયાન હોર્મોનલ અસંતુલન અટકાવી શકાય છે.



આ પણ વાંચો : હાર્ટના દર્દીઓને આ હોસ્પિટલમાં મળે છે મફત સારવાર! આ રીતે મેળવો લાભ



અમદાવાદની કિડની ઇન્સ્ટિટ્યૂટમાં સરકારી યોજના હેઠળ સંપૂર્ણપણે નિ:શુલ્ક અથવા સામાન્ય ખર્ચે આ સારવાર (Treatment) ઉપલબ્ધ શરૂ કરવામાં આવશે. અત્યાર સુધી કિડની ઇન્સ્ટિટ્યૂટમાં અત્યાર સુધીમાં 587 લિવર, 365 કિડની, 4 સ્વાદુપિંડ અને છેલ્લા 5 વર્ષમાં કુલ 1472 રીનલ ટ્રાન્સપ્લાન્ટ (Renal Transplant) સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે.

વધુ માહિતી મેળવવા માટે આપેલ વેબસાઈટ પર વિઝિટ કરી શકો છો www.ikdrc-its.org

સરનામું : ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર, ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસારવા, અમદાવાદ.
First published:

Tags: Kidney, Surgery, અમદાવાદ

विज्ञापन