છ દેશોના મુસ્લિમોનો અમેરિકામાં આવવા પર પ્રતિબંધ, ટ્રંપે મારી મહોર

H
Updated: January 1, 1970, 5:30 AM IST
છ દેશોના મુસ્લિમોનો અમેરિકામાં આવવા પર પ્રતિબંધ, ટ્રંપે મારી મહોર
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે સોમવારે સંશોધિત ટ્રાવેલ પ્રતિબંધ ઓર્ડર પર સાઇન કરી છે. આ ઓર્ડર મુજબ 90 દિવસો સુધી છ મુસ્લિમ દેશોના લોકો અમેરિકા નહીં આવી શકે. નવા ઓર્ડર મુજબ ઇરાકને બાકાત રાખવામાં આવી છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ સીન સ્પાઇસરને આને સમર્થન આપ્યું છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
વોશિંગ્ટન #અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે સોમવારે સંશોધિત ટ્રાવેલ પ્રતિબંધ ઓર્ડર પર સાઇન કરી છે. આ ઓર્ડર મુજબ 90 દિવસો સુધી છ મુસ્લિમ દેશોના લોકો અમેરિકા નહીં આવી શકે. નવા ઓર્ડર મુજબ ઇરાકને બાકાત રાખવામાં આવી છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ સીન સ્પાઇસરને આને સમર્થન આપ્યું છે. અહીં નોંધનિય છે કે ટ્રંપને રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ ઇરાક સહિત સાત મુસ્લિમ દેશો પર ટ્રાવેલ પ્રતિબંધ લગાવવા મામલે ઓફિશિયલ ઓર્ડર પર સાઇન કરી છે. પરંતુ કોર્ટે એ મુદ્દે સ્ટે આપ્યો હતો. જેને લઇને દુનિયાભરમાં ટ્રંપની ટીકા થઇ હતી. નવા સત્તાવાર ઓર્ડર અંતર્ગત સૂડાન, સીરિયા, ઇરાન, લીબિયા, સોમાલિયા અને યમનના લોકોને 90 દિવસ સુધી વિઝા નહી આપવામાં આવે. જે લોકો પાસે પહેલેથી વિઝા છે એ લોકો પર આ નિયમ લાગુ નહીં થાય.
First published: March 7, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर