Home /News /ahmedabad /ઉરી હુમલા પહેલા આતંકવાદીઓએ સૈનિકોને રસોઇઘર અને સ્ટોરરૂમમાં બંધ કરી દીધા હતા

ઉરી હુમલા પહેલા આતંકવાદીઓએ સૈનિકોને રસોઇઘર અને સ્ટોરરૂમમાં બંધ કરી દીધા હતા

જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં સેનાના મુખ્યાલય પર ઘાતક હુમલો કર્યા પહેલા આતંકવાદીઓએ એનો નક્કર પ્લાન બનાવ્યો હતો અને આ હુમલામાં ભારતીય સેનાના 18 જવાનો શહીદ થયા છે.

જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં સેનાના મુખ્યાલય પર ઘાતક હુમલો કર્યા પહેલા આતંકવાદીઓએ એનો નક્કર પ્લાન બનાવ્યો હતો અને આ હુમલામાં ભારતીય સેનાના 18 જવાનો શહીદ થયા છે.

  • Pradesh18
  • Last Updated :
જમ્મુ #જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં સેનાના મુખ્યાલય પર ઘાતક હુમલો કર્યા પહેલા આતંકવાદીઓએ એનો નક્કર પ્લાન બનાવ્યો હતો અને આ હુમલામાં ભારતીય સેનાના 18 જવાનો શહીદ થયા છે.

અંગ્રેજી અખબાર ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં એનઆઇએ (નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી)ના આધારે પ્રસિધ્ધ થયેલા અહેવાલ અનુસાર આતંકીઓએ સેનાના બેઝ કેમ્પ પર હુમલો કરતાં પહેલા પહાડ પર એક દિવસ પસાર કર્યો હતો અને સેનાના હેડક્વાર્ટરને નિશાન બનાવવાનો પુરો પ્લાન બનાવ્યો હતો. આ આતંકીઓએ જવાનોને કુક હાઉસ અને સ્ટોરરૂુમમાં બહારથી બંધ કરી દીધા હતા કે જેથી આ જગ્યાને આગ ચાંપવામાં આવે તો તેઓ બહાર ના આવી શકે.

એનઆઇએની તપાસમાં એવું બહાર આવ્યું છે કે, હુમલા દરમિયાન બે ઇમારતોને બહારથી લોક કરી દેવાયું હતું કે જેથી કોઇ સૈનિક બહાર આવી ન શકે. માનવામાં એવું આવી રહ્યું છે કે, આતંકવાદીઓને સેનાના બેઝ કેમ્પ અંગે અગાઉથી જ ઘણી જાણકારી હતી.

સંભવત: આતંકીઓએ સૌથી પહેલા ચોકીારને ગોળી મારી હતી. ત્યાર બાદ ચાર પૈકીના ત્રણ આતંકીઓ જવાનોના ટેન્ટ તરફ આગળ વધ્યા હતા. ચોથા આતંકવાદી ઓફિસર મેસ તરફ ગયો હતો. જે સેનાના વળતા જવાબમાં ત્યાં ઠાર કરાયો હતો.

હવે એનઆઇએ આ બાબતની તપાસ કરી રહ્યું છે કે આતંકી પાકિસ્તાનથી કેવી રીતે આર્મી કેમ્પમાં દાખલ થયા. એ માટે ક્ષતિગ્રસ્ત થયેલા જીપીએસથી ડાટા નીકાળવાનો પ્રયાસ ચાલુ છે. જેની મદદથી પાકિસ્તાન વિરૂધ્ધ પુરાવા એકત્ર કરી શકાય. તપાસ ટીમો ચારેય આતંકવાદીની અંતિમક્રિયા પહેલા એમની ફિંગરપ્રિન્ટ લઇ ચુકી છે.
First published:

Tags: ઉરી આતંકી હુમલો, ઉરી હુમલો, જમ્મુ કાશ્મીર વિવાદ

विज्ञापन
विज्ञापन