Home /News /ahmedabad /અમદાવાદ કોર્પોરેશનમાં હોબાળો, પોપર્ટી ટ્રાંસફર ફી રદ્દ કરવા મુદ્દે પક્ષ-વિપક્ષ વચ્ચે દે ધનાધન
અમદાવાદ કોર્પોરેશનમાં હોબાળો, પોપર્ટી ટ્રાંસફર ફી રદ્દ કરવા મુદ્દે પક્ષ-વિપક્ષ વચ્ચે દે ધનાધન
વિપક્ષે અમદાવાદમાં દુકાનો પર ડ્રગ્સનું વેચાણ થઇ રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે.
AMC News: આ મામલે વિપક્ષ નેતા શહેજાદ પઠાણના જણાવ્યા પ્રમાણે કોર્પોરેશન પાસે સામાન્ય સભામાં તમામ મુદ્દા માટે કોઈ જવાબ જ નથી. ભારતીય જનતા પાર્ટીના રાજના વિકાસ પાતાળમાં જતો રહ્યો છે. શહેરના રિવરફ્રંટ પર યુવાનો ડ્રગ્સ લેતા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો
અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પક્ષ-વિપક્ષ પચ્ચે આજે ઝપાઝપી થઇ હતી. એએમસીની સામાન્ય સભામાં વિપક્ષે પોપર્ટી ટ્રાંસફર ફી રદ્દ કરવા માંગ કરી હતી. જોકે આ મુદ્દે ચર્ચા દAરમિયાન હોબાળો થયો હતો અને પક્ષ-વિપક્ષના સભ્યો સામસામે આવી ગયા હતા. ત્યાં જ આ દરમિયાવ અમદાવાદ કોર્પોરેશનમાં દે ધનાધનના દ્રશ્યો જોવા મળ્યા હતા.
આ મામલે વિપક્ષ નેતા શહેજાદ પઠાણના જણાવ્યા પ્રમાણે કોર્પોરેશન પાસે સામાન્ય સભામાં તમામ મુદ્દા માટે કોઈ જવાબ જ નથી. ભારતીય જનતા પાર્ટીના રાજના વિકાસ પાતાળમાં જતો રહ્યો છે. શહેરના રિવરફ્રંટ પર યુવાનો ડ્રગ્સ લેતા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. સાથે જ શહેરમાં દુકાનો પર ડ્રગ્સનું વેચાણ થઇ રહ્યું હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે. જોકે આ મામલે શહેરના મેયરે વિપક્ષના તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાયા છે.
તમને જણાવી દઇએ કે, આજે અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા પ્રોપર્ટી ટ્રાંસફર ફી રદ્દ કરવા માંગ કરી રજૂઆત કરી હતી. જે અંગે વિપક્ષે વિરોધ કર્યો હતો. આ દરમિયાન સભાનો માહોલ ગરમાઇ ગયો હતો. અને સભાગૃહમાં કાઉન્સિલરો સામસામે આવી ગયા હતા અને છુટ્ટાહાથની મારામારી કરી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જેના પગલે સભાને રોકી દેવામાં આવી હતી. જે બાદ બન્ને પક્ષના કોર્પોરેટર સામ સામે આવી ગયા હતા. આ દરમિયાન મેયરને ઘેરવાનો પ્રયાસ કરાયો હતો.
જોકે આ પછી વિપક્ષ નેતાએ એવો આક્ષેપ કર્યો હતો કે અમદાવાદ શહેરમાં ગલ્લે-ગલ્લે ડ્રગ્સનું વેચાણ થઇ રહ્યું છે અને શહેરમાં યુવાનો સાબરમતી રિવરફ્રંટ પર જઇ ડ્રગ્સ લઇ રહ્યા છે. જેને અટકાવવા માટે તંત્ર દ્વારા કોઇ પગલા લેવામાં આવી નથી રહ્યા. જોકે વિપક્ષના આક્ષેપોને શહેરના મેયરે પાયાવિહોણા ગણાવ્યા હતા.