Home /News /ahmedabad /ઉમેશ પાલ હત્યાકાંડઃ આરોપી અતિક અહેમદને લેવા યુપી પોલીસ પોતાના વાહનો લઈને અમદાવાદ પહોંચી

ઉમેશ પાલ હત્યાકાંડઃ આરોપી અતિક અહેમદને લેવા યુપી પોલીસ પોતાના વાહનો લઈને અમદાવાદ પહોંચી

અતિક અહેમદને લેવા યુપી પોલીસ અમદાવાદમાં

UP STF In Ahmedabad: યુપી સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ટીમ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ પહોંચી છે. ઉમેશ પાલ હત્યાકાંડના આરોપી અને પૂર્વ સાંસદ અતિક અહેમદની કસ્ટડી લેવા માટે પહોંચી છે. યુપી પોલીસની ટીમ પોતાના વાહનો લઈને અમદાવાદની જેલ પર પહોંચી છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદઃ રાજુ પાલ હત્યાકાંડના મુખ્ય ગવાહ ઉમેશ પાલની હત્યાના કેસમાં યુપીના ગેંગસ્ટર અતિક અહેમદને લેવા માટે ઉત્તરપ્રદેશની પોલીસ અમદાવાદ પહોંચી હોવાની ખબરો મળી રહી છે. અતિક અહેમદને ઉત્તરપ્રદેશની કોર્ટમાં રજૂ કરવા માટે લઈ જવામાં આવી રહ્યો હોવાનું પણ મનાઈ રહ્યું છે. ઉમેશ પાલ હત્યાકાંડમાં યુપી પોલીસ અતિક અહેમદની પૂછપરછ કરી શકે છે. સમાજવાદી પાર્ટીના પૂર્વ સાસંદ અને ધારાસભ્ય રહી ચુકેલા અતિક અહેમદ સામે હત્યા, ખંડણી સહિતના અનેક ગુના થયેલા છે. જે અમદાવાદની જેલમાં બંધ છે અને હવે યુપી પોલીસ તેને લેવા માટે પહોંચી છે.

યુપીના ચકચારી હત્યાકાંડનો આરોપી અમદાવાદ સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા અતિક અહેમદનો કબજો લેવા માટે યુપી STF (Special Task Force) ટીમ અહીં પહોંચી છે. આ કેસમાં યુપીની પોલીસ આરોપીઓને શોધી રહી છે પરંતુ તેઓ ફરાર છે ત્યારે હવે આ કેસમાં અતિક અહેમદની યુપી પોલીસ દ્વારા પૂછપરછ થઈ શકે છે. મુખ્ય ગવાહને અમદાવાદની સેન્ટ્રલ જેલમાં બેસીને મારવાનું કાવતરું ઘડાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે માટે આ દિશામાં યુપી પોલીસ મહત્વની તપાસ કરી રહી છે.

અતિક અહેમદ લાંબા સમયથી અમદાવાદની જેલમાં


3 જૂન 2019થી અતિક અહેમદ અમદાવાદની સેન્ટ્રલ જેલમાં બંધ છે અને અહીંથી પણ તેના દ્વારા કેટલાક ગુના આચરવામાં આવ્યા હોવાનું મનાય છે જે મામલે યુપી પોલીસ મહત્વની પૂછપરછ કરી શકે છે.


ચકચારી ઉમેશ પાલ હત્યા કેસમાં અતિક અહેમદની મુખ્ય ભૂમિકા હોવાની વિગતોની તપાસ માટે યુપી એસટીએફની ટીમ અમદાવાદની સાબરમતી જેલ પહોંચી છે. મહત્વનું છે કે આ પહેલા અતિક અહેમદની પૂછપરછ માટે ઘણી વખત યુપી પોલીસ સાબરમતી જેલમાં પહોંચી હતી. પરંતુ હવે વધુ તપાસ માટે તેનો કબજો મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અતિક અહેમદને લઈ જવા માટે પ્રયાગરાજ પોલીસનું વાહન સાબરમતી જેલ પહોંચ્યું છે.

માનવામાં આવે છે કે અતિક અહેમદને રોડ માર્ગે યુપી લઈ જવામાં આવશે. એકથી વધુ વાહનો યુપી પોલીસના અમદાવાદ જેલ પહોંચ્યા છે અને અતિક અહેમદને લઈ જવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
First published:

Tags: Sabarmati Jail, Up police, Uttar Pardesh News