પાંચ રાજ્યોની ચૂંટણીનું એક્ઝિટ પોલ: જાણો, કઇ પાર્ટીનું વધુ જોર રહ્યું

H
Updated: January 1, 1970, 5:30 AM IST
પાંચ રાજ્યોની ચૂંટણીનું એક્ઝિટ પોલ: જાણો, કઇ પાર્ટીનું વધુ જોર રહ્યું
ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોના ચૂંટણી દંગલમાં આજે સાંજ સુધીમાં કોઇ કારણોસર સ્થગિત થયેલ મતદાન પૂર્ણ થઇ જશે. ત્યાર બાદ સાંજથી એક્ઝિટ પોલનો ધમધમાટ શરૂ થશે. ટીવી ચેનલો અને સ્વાયત્ત એજન્સીઓ દ્વારા પોતાની રીતે કરાયેલા એક્ઝિટ પોલના આંકડા સાંજથી બતાવવા શરૂ થઇ જશે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
નવી દિલ્હી #ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોના ચૂંટણી દંગલમાં આજે સાંજ સુધીમાં કોઇ કારણોસર સ્થગિત થયેલ મતદાન પૂર્ણ થઇ જશે. ત્યાર બાદ સાંજથી એક્ઝિટ પોલનો ધમધમાટ શરૂ થશે. ટીવી ચેનલો અને સ્વાયત્ત એજન્સીઓ દ્વારા પોતાની રીતે કરાયેલા એક્ઝિટ પોલના આંકડા સાંજથી બતાવવા શરૂ થઇ જશે. 11 માર્ચે મત ગણતરી થવાની છે. જોકે ચૂંટણી પરિણામોને લઇને ઉત્સુકતા સૌ કોઇમાં જોવા મળી રહી છે. બધાને એ જાણવામાં રસ છે કે કયા રાજ્યમાં કઇ પાર્ટીની સરકાર બનશે. ન્યૂઝ18 પર એક્ઝિટ પોલના વિશ્લેષણમાં અમે આપને બતાવી રહ્યા છીએ કે ગત ચૂંટણીમાં કયા એક્ઝિટ પોલમાં કોણ સૌથી વધુ સટીક સાબિત થયું હતું અને કયા એક્ઝિટ પોલના પરિણામ નજીક રહ્યા હતા. નીચે આપેલા ટેબલમાં ચાર ચૂંટણીના પરિણામો પર નજર નાંખીએ, ઉત્તરપ્રદેશ વિધાનસભા 2012, દિલ્હી 2015, બિહાર 2015 અને ઉત્તરપ્રદેશ લોકસભા ચૂંટણી 2014. up-exitpoll ઉત્તરપ્રદેશ વિધાનસભા 2012ની ચૂંટણીના એક્ઝિટ પોલની વાત કરીએ તો, આ એક્ઝિટ પોલમાં હેડલાઇન્સ ટૂડેનો સર્વે પરિણામની સૌથી નજીક રહ્યો હતો. હેડલાઇન્સ ટૂડેના સર્વે મુજબ સમાજવાદી પાર્ટીને 195-210 બેઠકો જીતતી બતાવાઇ હતી. હકીકતમાં સમાજવાદી પાર્ટીનો 224 બેઠક પર વિજય થયો હતો. delhi-exitpoll દિલ્હી વિધાનસભા ચૂંટણી 2012ની વાત કરીએ તો એક પણ એક્ઝિટ પોલ હકીકતના પરિણામોની સાચી જાણકારી આપી શક્યું ન હતું. જોકે ઇન્ડિયા ન્યૂઝ-એક્સિસ અન્યો કરતાં વાસ્તવિકતાની નજીક રહ્યું હતું. એક પણ સર્વેમાં આમ આદમી પાર્ટીની જીતની સંભાવના વ્યક્ત કરાઇ ન હતી. bihar-exitpoll બિહાર વિધાનસભા ચૂંટણી 2015ની વાત કરીએ તો જેડીયૂ, આરજેડી અને કોંગ્રેસના મહાગઠબંધનને 178 બેઠકો મળી હતી તો ભાજપને 58 બેઠકો જ મળી હતી. તમામ એક્ઝિટ પોલના આંકડા ખોટા સાબિત થયા હતા. upmp-exitpoll ઉત્તરપ્રદેશ લોકસભા ચૂંટણી 2014ની વાત કરીએ તો ભાજપને 67 બેઠકો આપતા ચાણક્ય ન્યૂઝ24નો એક્ઝિટ પોલ થોડો સાચો સાબિત થયો હતો. ભાજપને 71 બેઠકો મળી હતી.
First published: March 9, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर