Home /News /ahmedabad /રાજ્યમાં UP ATSના ઘામા, ઉત્તર પ્રદેશ ધર્માંતરણનો રેલો ગુજરાત પહોંચ્યો, બે શખ્સોની અટકાયત

રાજ્યમાં UP ATSના ઘામા, ઉત્તર પ્રદેશ ધર્માંતરણનો રેલો ગુજરાત પહોંચ્યો, બે શખ્સોની અટકાયત

ઉત્તર પ્રદેશમાં ધર્માંતરણના મુદ્દે રેલો અમદાવાદ અને બરોડા પહોંચ્યો

ગુજરાતમાં અનેક લોકો યુપી એટીએસના રડારમાં, જાણો શું છે મામલો, કેમ કરી આ શખ્સોની અટક

ગુજરાત ATS અને UP ATSની મદદથી અમદાવાદમાં (Ahmedabad) મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ગુજરાત ATS દ્વારા સલાઉદ્દીન શેખ નામના એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ઉપર ઉત્તરપ્રદેશમાં ચાલી રહેલા ધર્માંતરણ મામલે ફન્ડિંગ કરવાનો આરોપ લાગ્યો છે. હાલ સમગ્ર મામલે ચોંકાવનારી માહિતી સામે આવી છે. ગુજરાત ATSએ પકડેલા સલાઉદ્દીન શેખ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી  હતી. આ આરોપી દ્વારા UPમાં દાખલ થયેલ ધર્માંતરણ કેસમાં 30 લાખનું ફન્ડિંગ કર્યાનું સામે આવ્યું છે.

આરોપીએ ત્રણ વખત હવાલા મારફતે રૂપિયા ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં મોકલ્યાનું તપાસમાં સામે આવ્યું. એટલું જ નહીં પણ આરોપી ગુજરાત ના વડોદરામાં પોતાની NGO ચલાવી રહ્યો છે. એક નહિ 2 NGO માં વિદેશી ફન્ડિંગ મળતું હતું.

આ પણ વાંચો : વડોદરા Hit&Runનો Video : જીપનો અકસ્માત સર્જનાર RSP નેતાનો પુત્ર, 7 વર્ષના માસૂમનું થયું મોત

આ મામલે સલાઉદીન ની ધરપકડ બાદ તેને up લઈ જવામાં આવ્યો છે.મળતી માહિતી પ્રમાણે up ats દ્વારા વધુ 2 લોકોની અટકાયત કરવા માં આવી છે અને જે સલાઉદીન ના ખાસ છે.up atsની ટીમ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ તપાસ કરી રહી છે અને જેમાં અનેક લોકો તેના રડારમાં છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ પણ થઈ શકે છે.

આ પણ વાંચો : સુરત : સ્પાની આડમાં કૂટણખાનું ઝડપાયું, થાઇલેન્ડની યુવતીઓને ગ્રાહકદીઠ અપાતા હતા 500 રૂપિયા

UP ats સલાઉદીનને પણ ફરી ગુજરાત લાવીને તપાસ કરશે, કારણ કે તેના ngoમાં કેટલા રૂપિયા મંગાવ્યા છે અને કેટલા upમાં મોકલ્યા છે તે હાલ સ્પષ્ટ થતું નથી

આ પણ વાંચો : પંચમહાલ : શહેરાના નાડા ગામની શાળામાં યુવક-યુવતીએ ફાંસો ખાધો, 2 વર્ષમાં શાળામાં આપઘાતની બીજી ઘટના

આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો ઉંમર ગૌતમ સહિત અનેક વ્યક્તિઓ વિરુદ્ધ ધર્માંતરણ મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ખાસ કરી ને રૂપિયા સહિત અન્ય લાલચ આપીને ધર્માંતરણ કરાવતા. મુખ્યત્વે મુકબધીર અને મહિલાઓને વધુ ટાર્ગેટ બનાવતા. ઉમર ગૌતમ પહેલા હિન્દૂ હતો પરંતુ વર્ષો પહેલા તેણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો છે. આ કેસમાં ગુજરાત કનેક્શન સામે આવતા અનેક સવાલો ઉભા થયા છે ત્યારે સલાઉદ્દીન સિવાય પણ આ ગેંગમાં કોણ કોણ સામેલ છે તે અંગે તપાસ કરવામાં આવશે.
Published by:Jay Mishra
First published:

Tags: Gujarati news, Religious conversion, ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશ સમાચાર, એટીએસ, ગુનો