રામગોપાલે અખિલેશને સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર કર્યા,અમરસિંહને કાઢી મુકાયા,શિવપાલની ખુરશી ગઇ

VINOD LEUVA | Pradesh18
Updated: January 1, 2017, 11:56 AM IST
રામગોપાલે અખિલેશને સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર કર્યા,અમરસિંહને કાઢી મુકાયા,શિવપાલની ખુરશી ગઇ
લખનઉઃ નવા વર્ષમાં યુપીનું રાજકારણ એક નવી દિશામાં જતુ હોય તેવું નજર આવે છે. સત્તારૂઢ સમાજવાદી પાર્ટીની આંતર મચેલી ધમાસણ રોકાવાનું નામ લેતું નથી. સીએમ અખિલેશ યાદવ સમાજવાદી પાર્ટીમાં શક્તિ પ્રદર્શન કરવા તૈયાર છે. નોધનીય છે કે, આજે પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રામગોપાલ દ્વારા બોલાવાયેલી આપાતકાલીન રાષ્ટ્રીય અધિવેશનમાં જનેશ્વર પાર્કમાં મંચ પર અખિલેશ યાદવ સાથે રામગોપાલ, નરેશ અગ્રવાલ, રાજેન્દ્ર યાદવ, રેવતી રમન અને જેત પ્રતાપ હાજર છે. આજે રામગોપાલે અખિલેશને સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર કર્યા છે.
VINOD LEUVA | Pradesh18
Updated: January 1, 2017, 11:56 AM IST
લખનઉઃ નવા વર્ષમાં યુપીનું રાજકારણ એક નવી દિશામાં જતુ હોય તેવું નજર આવે છે. સત્તારૂઢ સમાજવાદી પાર્ટીની આંતર મચેલી ધમાસણ રોકાવાનું નામ લેતું નથી. સીએમ અખિલેશ યાદવ સમાજવાદી પાર્ટીમાં શક્તિ પ્રદર્શન કરવા તૈયાર છે. નોધનીય છે કે, આજે પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રામગોપાલ દ્વારા બોલાવાયેલી આપાતકાલીન રાષ્ટ્રીય અધિવેશનમાં જનેશ્વર પાર્કમાં મંચ પર અખિલેશ યાદવ સાથે રામગોપાલ, નરેશ અગ્રવાલ, રાજેન્દ્ર યાદવ, રેવતી રમન અને જેત પ્રતાપ હાજર છે. આજે રામગોપાલે અખિલેશને સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર કર્યા છે.  અમરસિંહની પાર્ટીમાંથી હકાલ પટ્ટી કરાઇ છે. જ્યારે શિવપાલને પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવી દેવાયા છે.

મુલાયમસિંહે અધિવેશનને ગેરબંધારણીય ગણાવ્યું

લખનઉઃ ઉત્તરપ્રદેશના લખનઉમાં સમાજવાદી પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન જનેશ્વર પાર્કમાં યોજાયું છે.અખિલેશ યાદવ, રામગોપાલ યાદવ અધિવેશનમાં હાજર છે.સમાજવાદી પાર્ટીમાં વિવાદ વકર્યો છે. મુલાયમસિંહે અધિવેશનને ગેરબંધારણીય ગણાવ્યું છે.પત્ર જાહેર કરી અધિવેશનને ગેરબંધારણીય ગણાવ્યું છે.અધિવેશનમાં સામેલ થનારા પર મુલાયમસિંહે કાર્યવાહીના સંકેત આપ્યા છે.અધિવેશન રામગોપાલ યાદવે બોલાવ્યું છે. સુત્રોના કહેવા મુજબ શિવપાલ યાદવે મુલાયમસિંહ સાથે મુલાકાત કરી છે. શિવપાલ યાદવે રાજીનામાની ભલામણ કરી છે. પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની ભલામણ કરી છે.
First published: January 1, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर