સ્મૃતિ ઇરાનીનું છલક્યુ દર્દ-રોબર્ટ વાડ્રાના નજીકનાએ કરી હતી મારી પર અશ્લિલ ટિપ્પણી,તો પણ બચી ગયા

VINOD LEUVA | News18 Gujarati
Updated: February 5, 2017, 10:32 AM IST
સ્મૃતિ ઇરાનીનું છલક્યુ દર્દ-રોબર્ટ વાડ્રાના નજીકનાએ કરી હતી મારી પર અશ્લિલ ટિપ્પણી,તો પણ બચી ગયા
મોટી સરકારના કેબિનેટ મંત્રી સ્મૃતિ ઇરાનીએ બીજેપી નેતા વિનય કટિયારના વિવાદિત નિવેદન વચ્ચે કોંગ્રેસને આઇના દિખાવ્યો છે. નેટવર્ક18 સાથે એક્સક્લૂસિવ વાતચીતમાં સ્મૃતિ ઇરાનીએ કહ્યુ કે તેના પર અશ્લીલ ટિપ્પણી કરવાવાળા તહસીન પુનાવાલા ગાંધી પરિવાર સાથેના સંબંધોને લઇ બચી ગયા છે. અત્રે ઇન્ટરવ્યુંના પ્રમુખ અંશો પ્રસ્તૃત છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: February 5, 2017, 10:32 AM IST
મોટી સરકારના કેબિનેટ મંત્રી સ્મૃતિ ઇરાનીએ બીજેપી નેતા વિનય કટિયારના વિવાદિત નિવેદન વચ્ચે કોંગ્રેસને આઇના દિખાવ્યો છે.
નેટવર્ક18 સાથે એક્સક્લૂસિવ વાતચીતમાં સ્મૃતિ ઇરાનીએ કહ્યુ કે તેના પર અશ્લીલ ટિપ્પણી કરવાવાળા તહસીન પુનાવાલા ગાંધી પરિવાર સાથેના સંબંધોને લઇ બચી ગયા છે. અત્રે ઇન્ટરવ્યુંના પ્રમુખ અંશો પ્રસ્તૃત છે.
સવાલઃ ચુંટણીની મોસમમાં મહિલાઓ પર અભદ્ર ટિપ્પણીઓ થઇ રહી છે. દુર્ભાગ્યપૂર્ણ છે કે બીજેપી આમા આગળ છે, હાલમાં જ વિનય કટિયારાએ કહ્યુ કે બીજેપીમાં પ્રિયંકા ગાંધીથી વધુ ખુબસુરત મહિલાઓ છે.
જવાબઃઆ એ સમયની વાત છે જ્યારે હું એચઆરડી મિનિસ્ટર હતી. ત્યારે તહસીન પૂનાવાળાએ મારા પર અશ્લિલ ટિપ્પણી કરી હતી. તહસીન પુનાવાળા રોબર્ટ વાડ્રા સાથે જોડાયેલા છે. જેને લઇ આ મામલાની અત્યાર સુધી કોઇ બબાલ મચી નથી. રોબટ વાડ્રાના નજીકના હોવાને લીધે પુનાવાલા બચી ગયા છે. આ સંદર્ભમાં સ્મૃતિએ પૂનાવાલાના એ ટ્વિટને પણ બતાવ્યું.(તહસીન પુનાવાલાનું કમેન્ટ એટલું અશ્લિલ હતું કે અહી અમે લખી શકીએ તેમ નથી)

સવાલઃ રાહુલ ગાંધીએ કહ્યુ કે બીજેપી ક્રોધની રાજનીતિ કરે છે, શું તમને લાગે છે આથી બીજેપીને નુકશાન થશે?

જવાબઃ રાહુલ ગાંધીની રાજનીતિક પરિભાષા દરેક ચુંટણીમાં બદલી રહી છે. મને લોકો રાહુલની રાજનીતિ સમજી શકે છે.આ એજ સર્જન છે જે દેશમાં ફરીને ભારતને સમજવા નીકળ્યા છે. અમેઠીની જમીની હકીકત એ છે કે તેની અનદેખી કરાઇ છે.

સવાલઃસમાજવાદી પાર્ટીનો ઝઘડો સીરિયલની જેમ ચાલે છે, કેટલાક કહે છે આ બધુ પહેલેથી નક્કી હતુ. પરંતુ કેટલાક નથી માનતા. કદાચ એક વાત જરૂર થઇ અખિલેશ સરકારની કામ ન કરવાની છબી પાછળ રહી ગઇ?

જવાબઃઆ પરિવારમાં કંઇ બદલ્યુ નથી. પરિવાર પણ એ જ છે, પાર્ટી પણ એ જ અને આ પાર્ટી જો જીતી તો ગુંડારાજ પણ પાછુ આવશે.

સવાલઃ તમે "યુપી કો યે સાથ પસંદ હૈ"વાળા પોસ્ટર જોયા હશે, શું આ ગઠબંધનથી બીજેપી ગભરાઇ ગઇ છે?

જવાબઃયુપી ચુંટણીમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધન ઘબરાહટનું પરિણામ છે. બીજેપીને આ ગઠબંધનથી કોઇ ઘબરાહટ નથી. ગભરાયેલા તો તે બંને છે જેથી ગઠબંધનની જરૂર પડી. સ્મૃતિ ઇરાનીએ એસપી-કોંગ્રેસને ચોર ચોર મોસોરે ભાઇ છે તેમ જણાવ્યું.
First published: February 5, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर